શિક્ષણપ્રધાન રોકાયા હતા તે હોટેલમાં લાગી આગ, પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ બળી ગયા

 શિક્ષણપ્રધાન રોકાયા હતા તે હોટેલમાં લાગી આગ, પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ બળી ગયા

અમદાવાદ / લંડનઃ લંડનમાં વર્લ્ડ એજ્યુકેશન કોન્ફરન્સ યોજાઈ રહી છે. ગુજરાતમાંથી આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે રાજ્યકક્ષાના શિક્ષમપ્રધાન વિભાવરીબેન દવે ગયા છે. ત્યારે તેઓ લંડનમાં આવેલી અંબા પટેલ ચેરીંગ હોટેલમાં રોકાયા હતા. આ હોટેલમાં આગ લાગવાની ઘટના બની હતી. આગના કારણે અહીં ગેસગળતર થયું હતું અને વિભાવરીબેનને તાત્કાલિક અસરથી અન્ય હોટેલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે મળતી માહિતા મુજબ આગના કારણે શિક્ષણમંત્રી વિભાવરીબેનના પાસપોર્ટ સહિતના તમામ ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ ગયા છે. આ માટે હવે નવી પ્રક્રિયા કરવામાં આવશે. 

મુખ્યપ્રધાને વિભાવરીબેનનો કર્યો સંપર્ક 

ગુજરાતના મુખ્યપ્રધાન સહિત હાઈકમિશનરને આ ઘટનાની જાણ તરીને તેમના નવા ડોક્યુમેન્ટ  બનાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટના અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ફોન કરીને વિભાવરીબેન સાથે વાત કરીને માહિતી મેળવી હતી. ઈંગ્લેન્ડના સેન્ટ્રલ લંડન ખાતે વર્લ્ડ એજ્યુકેશનની પાંચ દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાંથી ભાગ લેવા માટે રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાન વિભાવરીબેન દવે ગયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news