અમદાવાદ: અસલીના નામે નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયુ

 ગુજરાતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી નકલી ઘીની ફેક્ટરીઓ ધમધમી રહી છે.. જે નામચીન કંપનીઓના લોગો અને સ્ટિકરો લગાવી નકલી ઘીનો વેપલો ચલાવી રહી છે. ત્યારે આવું જ એક નકલી ઘી બનાવવાનું કૌભાંડ અમદાવાદના બાવળામાંથી ઝડપાયું છે.રાજ્યભરમાં હાલ લગ્નની સીજન છે. ત્યારે જ અમદાવાદના બાવળામાંથી નકલી ઘી બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે.
અમદાવાદ: અસલીના નામે નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયુ

અમદાવાદ : ગુજરાતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી નકલી ઘીની ફેક્ટરીઓ ધમધમી રહી છે.. જે નામચીન કંપનીઓના લોગો અને સ્ટિકરો લગાવી નકલી ઘીનો વેપલો ચલાવી રહી છે. ત્યારે આવું જ એક નકલી ઘી બનાવવાનું કૌભાંડ અમદાવાદના બાવળામાંથી ઝડપાયું છે.રાજ્યભરમાં હાલ લગ્નની સીજન છે. ત્યારે જ અમદાવાદના બાવળામાંથી નકલી ઘી બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે.

સરખેજ પોલીસે ગુજરાત મિલ્ક માર્કેટ ફેડરેશન સાથે મળીને શહેરના બાવળા વિસ્તારમાં બાતમીના આધારે દરોડા પાડયા હતા. આ દરમિયાન સાગર એસ્ટેટમાં આવેલા બી-10 નામના ગોડાઉનમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસને આ ગોડાઉનમાંથી 15 કિલોગ્રામના કુલ 71 જેટલા નકલી ઘીના ડબ્બા મળી આવ્યા છે. આ પ્રકારે એમદાવાદ શહેરમાં જ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રૂપિયા કમાવાનો કારસો ચાલતો હતો.

બ્રાન્ડેડ કંપનીઓના નામે  છેતરપીંડિ કરી ઘી વેંચવાની મોડસ ઓપરેન્ડી અંગે જો વાત કરવામાં આવે તો આરોપીઓ પહેલા કાચા ઘીમાં ભેળસેળ કરી તેને અસલી ઘી જેવું બનાવતા હતા. ત્યાર બાદ આ નકલી ઘીને ડબ્બાઓમાં પેક કરતા હતા. જે બાદ ઘીના ડબ્બા પર બ્રાન્ડેડ સાગર અને અમુલના લેબલ લગાવી દેતા હતા. ત્યાર બાદ આ નકલી ઘીને બજારમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે વેપારીઓને વહેંચતા હતા.

સરખેજ પોલીસને દરોડાના સ્થળ પરથી કાચું ઘી પણ મળી આવ્યું છે. જોકે કેટલા સમયથી નકલી ઘી બનાવવાનું આ કૌભાંડ ચાલતું હતું અને તેમાં કેટલા લોકો સંડોવાયેલા છે. તે અંગે હજૂ પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ આ ગોડાઉનનો માલિક કોણ છે અને તેની આ ધંધા સાથે સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા આ નકલી ઘીના સૌદાગર કોણ છે તે તો આરોપીઓ પકડાયા બાદ જ સામે આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news