JK: પાકિસ્તાન તરફથી ભીષણ ફાયરિંગમાં સેનાના કેપ્ટન સહિત 4 શહીદ

પાડોશી દેશ પાકિસ્તાન વારંવાર શસ્ત્રવિરામનો ભંગ કરી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને પૂંછ જિલ્લાઓમાં નિયંત્રણ રેખા પાસેના વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં સેનાના એક અધિકારી અને ત્રણ જવાનો શહીદ થઈ ગયા છે.

JK:  પાકિસ્તાન તરફથી ભીષણ ફાયરિંગમાં સેનાના કેપ્ટન સહિત 4 શહીદ

જમ્મુ: પાડોશી દેશ પાકિસ્તાન વારંવાર શસ્ત્રવિરામનો ભંગ કરી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને પૂંછ જિલ્લાઓમાં નિયંત્રણ રેખા પાસેના વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં સેનાના એક અધિકારી અને ત્રણ જવાનો શહીદ થઈ ગયા છે. આ ઉપરાંત બે સગીર સહિત ચાર લોકો ઘાયલ થયા છે. સેનાના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ પાકિસ્તાની સૈનિકોએ રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસેના ભીમભેર ગલી સેક્ટરમાં રવિવારે સાંજે જબરદસ્ત ફાયરિંગ અમે બોમ્બ વરસાવ્યાં. પાકિસ્તાની તરફથી એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો. 

અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા શસ્ત્રવિરામના ભંગમાં ત્રણ જવાનો શહીદ થયા. એક ઘાયલ અધિકારીએ પણ બાદમાં દમ તોડયો. સેનાએ પણ આ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો. ત્યારબાદથી બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. 

પૂંછમાં ફાયરિંગમાં એક સગીરા ઘાયલ
આ અગાઉ બે ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં પાકિસ્તાની સેના તરફથી થયેલા ફાયરિંગમાં 15 વર્ષની એક કિશોરી ઘાયલ થઈ હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર શાહપુર સેક્ટરના એક ગામમાં અગ્રિમ ચોકીઓને નિશાન બનાવી હતી. ત્યારબાદથી બંને તરફથી ફાયરિંગ શરૂ થઈ ગયું. 

— ANI (@ANI) February 5, 2018

તેમણે જણાવ્યું કે શાહપુર બાદ ઈસ્લામાબાદના ગામની શહનાઝ બાનો(15) આ ફાયરિંગમાં ઘાયલ થઈ અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 

રાજૌરીમાં નિયંત્રણ રેખા પાસે 84 શાળાઓ બંધ
પાકિસ્તાની સૈનિકો તરફથી કરવામાં આવેલા ફાયરિંગના કારણે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખાના પાંચ કિલોમીટરની મર્યાદામાં આવેલી સ્કૂલોને અધિકારીઓએ ત્રણ દિવસ માટે બંધ કરાવી છે. રાજૌરીના ઉપાયુક્ત શાહિદ ઈકબાલે જણાવ્યું કે નિયંત્રણ રેખા પર સુંદરબનીથી મંજાકોટ વચ્ચે 0-5 કિમીના અંતરમાં સ્થિત તમામ 84 શાળાઓ આગામી ત્રણ દિવસો માટે બંધ રહેશે. તેમણે કહ્યું કે હાલાત ખુબ તણાવપૂર્ણ છે કારણ કે પાકિસ્તાની સૈનિકો તરફથી ફાયરિંગ અને ગોળાબારી 24 કલાક ચાલુ જ છે. 

— ANI (@ANI) February 5, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news