ડુપ્લીકેટ પાસપોર્ટ વિઝાનું કૌભાંડ: વિદેશ જવાનું સપનું જોઇ રહ્યા હો તો વાંચો આ અહેવાલ
Trending Photos
આણંદ : શહેરમાંથી ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરવાના કેસમાં પોલીસને મુખ્ય સૂત્રધાર પોલીસ સકંજામાં આવ્યો છે. દિલ્લીના ખડકી ગામેથી પોલીસે વિજય નામના શખ્સને ઝડપી પાડ્યો છે. વિજયના ઘરેથી પોલીસને 44 પાસપોર્ટ, ડુપ્લિકેટ વિઝા સ્ટીકર, પ્રિન્ટર સહિત અનેક મુદ્દામાલ મળ્યો છે. વિદેશ જવાની લાલચ આપતી લોકોને પાસપોર્ટમાં ખોટા સ્ટીકર મારી આ ટોળકી છેતરપિંડી આચરતી હતી. આવી જ એક ફરિયાદ અંદાજિત બે મહિના પહેલા પોલીસ ચોપડે નોંધાઈ હતી.
વડોદરાના જેનીથ શેઠે કેનેડા જવા માટે પાસપોર્ટ પર વિઝા સ્ટીકર લગાવ્યું હતું. અને આ પાસપોર્ટ દિલ્લી સ્થિત કેનેડાની ઈમિગ્રેશન ઓફસિમાં મોકલતા શંકાસ્પદ લાગ્યો. ઈમિગ્રેશન અધિકારીઓએ તપાસ કરતાં આ વિઝા સ્ટીકર ડુપ્લિકેટ નીકળ્યું હતું. જેનીથ શેઠે ડુપ્લિકેટ સ્ટીકર લગાવવા મામલે ખંભાતના ફિણાવ ગામના જયેશ પટેલનું નામ આપ્યું અને પોલીસે તાત્કાલિક જયેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરી હતી.
જયેશ પટેલે દિલ્લાના વિજય નામના શખ્સનું નામ આપતા પોલીસ ઘણાં સમયથી વિજયને શોધી રહી હતી. અંતે વિજય દિલ્લીમં હોવાની બાતમી મળતા તેને દિલ્લીથી ઝડપી લેવાયો છે. વિદેશ જવાના સપના જોતા લોકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો પણ છે. જેમાં પાસપોર્ટમાં વિઝા સ્ટીકર લગાવવા ઓથેન્ટિક સંસ્થાનો સંપર્ક કરવાની પોલીસ પણ સલાહ આપી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે