દ્વારકા: અનેક રાજ્યોમાં ચોરી કરનારી ગેંગને ક્રાઇમબ્રાંચ દ્વારા ઝડપી લેવામાં આવી

એલસીબી પોલીસને હાથ લાગી સફળતા આંતર જિલ્લાઓમાં ચોરી કરતી મહિલા પુરુષોની ગેંગને ઝડપી પાડી છે. રાજ્યનાં અનેક જિલ્લાઓમાં કરતી હતી ચોરીઓ. દ્વારકા જિલ્લા એલસીબી ટીમ એક આંતર જિલ્લા ચોર ટોળકીને પકડી લેતા ૨૦ જેટલી ચોરીઓની કબૂલાત મળી હતી. થોડા દિવસો આગાઉ ખંભાળિયામાં ખાવાનું અને ભીખ માંગવાની વૃત્તિ સાથે નીકળેલ ચાર મહિલા ની ટીમે એક કેળાંના વેપારીનાં ખાનામાંથી ૫૦૦૦૦રૂપિયાની રોકડ ચોરી પલાયન થઈ ગઈ હતી. ત્યારે પોલિસે માર્કેટમાંથી સીસી કેમેરામાંથી ફૂટેજ શોધી ટોળકીને શોધવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. અનુસંધાને ખંભાળિયા એલસીબીએ આ ચાર મહિલાઓ અને બે પુરુષોને દબોચી લીધા હતા. આ ટોળકીએ અનેક જીલ્લાઓમાંથી ૨૦ જેટલી ચોરીઓ કરી હોવાની કબૂલાત આપી હતી. ત્યારે તેમની પાસેથી ૬૮,૦૦૦ રોકડા ,મોબાઈલ, સોનાના દાગીના ,પેન ડ્રાઈવ તથા મેમરી કાર્ડ સહિત ૧,૨૧,૬૦૦ નો મુદ્દામાલ પણ હાથ લાગ્યો છે.

Updated By: Sep 28, 2020, 11:40 PM IST
દ્વારકા: અનેક રાજ્યોમાં ચોરી કરનારી ગેંગને ક્રાઇમબ્રાંચ દ્વારા ઝડપી લેવામાં આવી

દ્વારકા : એલસીબી પોલીસને હાથ લાગી સફળતા આંતર જિલ્લાઓમાં ચોરી કરતી મહિલા પુરુષોની ગેંગને ઝડપી પાડી છે. રાજ્યનાં અનેક જિલ્લાઓમાં કરતી હતી ચોરીઓ. દ્વારકા જિલ્લા એલસીબી ટીમ એક આંતર જિલ્લા ચોર ટોળકીને પકડી લેતા ૨૦ જેટલી ચોરીઓની કબૂલાત મળી હતી. થોડા દિવસો આગાઉ ખંભાળિયામાં ખાવાનું અને ભીખ માંગવાની વૃત્તિ સાથે નીકળેલ ચાર મહિલા ની ટીમે એક કેળાંના વેપારીનાં ખાનામાંથી ૫૦૦૦૦રૂપિયાની રોકડ ચોરી પલાયન થઈ ગઈ હતી. ત્યારે પોલિસે માર્કેટમાંથી સીસી કેમેરામાંથી ફૂટેજ શોધી ટોળકીને શોધવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. અનુસંધાને ખંભાળિયા એલસીબીએ આ ચાર મહિલાઓ અને બે પુરુષોને દબોચી લીધા હતા. આ ટોળકીએ અનેક જીલ્લાઓમાંથી ૨૦ જેટલી ચોરીઓ કરી હોવાની કબૂલાત આપી હતી. ત્યારે તેમની પાસેથી ૬૮,૦૦૦ રોકડા ,મોબાઈલ, સોનાના દાગીના ,પેન ડ્રાઈવ તથા મેમરી કાર્ડ સહિત ૧,૨૧,૬૦૦ નો મુદ્દામાલ પણ હાથ લાગ્યો છે.

શું કરવું તેની AMC ને પણ ખબર નથી? બજાર બંધ કરવાના આદેશ બાદ ચાલુ રાખવા પછી ફરી બંધ કરવા આદેશ

અલગ અલગ જિલ્લાઓમાં જઈ ભિક્ષા વૃત્તિનાં નામે દુકાનો રેસ્ટોરન્ટ અને વિવિધ માર્કેટો બજારોમાં જઈ આ ટોળકી  ભીડ ભાડનો લાભ લઇ ચોરીઓ કરી હાથ અજમાવતી હતી.  દરમ્યાન આ ટોળકીએ જૂનાગઢ, પોરબંદર, જેતપુર, વડોદરા ,રાજપીપળા, ગોંડલ ચોકડી, ધોરાજી, મોરબી , વાપી, જામનગર અને ખંભાળિયામાં હાથ મારી સફળતા મેળવી હોવાની બાતમી પોલીસને મળી હતી. હાલ એલ.સી.બી એ આરોપીઓને ઝડપી અને તપાસ ખંભાળિયા પોલીસને સોંપવામાં આવી છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube