Nabbed News

ડોક્ટર બનવું છે તો યુક્રેન જવાની શું જરૂર છે? અંકલેશ્વરમાં ઘરે બેઠા મળે છે ડિગ્રી
Mar 4,2022, 22:11 PM IST
SURAT: ફિલ્મી સ્ટાઇલમાં જાહેરમાં ફાયરિંગ કરનારા આરોપીઓને પોલીસે ઝડપી લીધા
Nov 20,2021, 22:58 PM IST
AHMEDABAD: 14 જેટલા ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને ગુજરાત ATSએ ઝડપી લીધો
14 જેટલા ગંભીર ગુનાનો વોન્ટેડ આરોપી ગુજરાત ATSના સકંજામાં આવ્યો છે. અમદાવાદ અને સુરત પોલીસ માટે માથાનો દુઃખાવો બનેલા કુખ્યાત આરોપીની મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે જાન્યુઆરી મહિનાથી પોલીસને થાપ આપી નાસ્તો ફરતો હતો. ગુજરાત ATSની ગિરફતમાં રહેલ કુખ્યાત અશરફ નાગોરીની મહારાષ્ટ્ર ધરપકડ કરવામાં આવેલી છે. આરોપી છેલ્લાં 9 મહિનાથી પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર નવાપુરામાં પોતાની ઓળખ બદલી છુપાઈ રહેતો હતો. જો કે ATSને બાતમી મળતાં ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી અશરફ નાગોરી અને તેનાં ચાર સાગરીતો વિરૂદ્ધ 11 જાન્યુઆરી રોજ સુરત લાલગેટ પોલીસ સ્ટેશન ગુજસીટોક ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી અશરફ અને તેનાં સાગરીતોએ એડવોકેટ હસમુખલાલ પર જીવલેણ હુમલો કરી ફાયરિંગ કર્યું હતુ. જેમાં 3 આરોપી ધરપકડ થઈ છે અન્ય એક સાગરીત ફરાર છે જેની પોલીસે તપાસ શરૂ કરી છે.
Sep 19,2021, 18:56 PM IST
હીરા ઉદ્યોગમાં તરખાટ મચાવનારા કુખ્યાત ચોર ટોળકી આખરે જૂનાગઢ પોલીસે ઝડપી
ગુજરાતના અનેક જીલ્લામા આવેલ ડાયમંડ ઉદ્યોગના કારખાનામાં હીરાની ચોરી કરનાર ગેંગના મુખ્ય સૂત્રધાર સહીત પાંચ શખ્સોને ઝડપી લેતી એલસીબી પોલીસે જૂનાગઢ વીસાવદર શહેરમાં આવેલ ખોડીયાર નામના હીરાના કારખાનામાં ગત 3 સપ્ટેમ્બર ના રોજ મોડી રાત્રે 5.15 લાખથી વધુ હીરા અને રોકડ રકમની ચોરી થયાની ઘટના સામે આવી હતી. હીરાના કારખાના મલિક પરષોત્તમ વીરડીયાએ વીસાવદર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરીયાદ નોંધી અને ફરીયાદી પરષોત્તમના જણાવ્યા અનુસાર ચોરી કરનાર શખ્સો કારખાનામાં આવેલ પાછળની દીવાલ કૂદી અંદર પ્રવેશીને કારખાના દરવાજો તોડી ઓફીસમાં ઘુસી ગયા હતા. ઓફીસમાં પડેલી તીજોરીને ગેસ કટરથી તોડીને તીજોરીમાં પડેલા હીરા અને રોકડ રકમની ચોરી કરી નાસી ગયા હતા. પરષોત્તમભાઈને સવારે જાણ થતા વિસાવદર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી હતી.
Sep 8,2021, 18:11 PM IST

Trending news