કોરોનાએ જૈન પરિવાર વિખેર્યો, પરિવારના મોભીનું મોત થતા માતાએ બે પુત્રો સાથે કરી આત્મહત્યા
Trending Photos
- મોભીના મૃત્યના આઘાતને લઈને પરિવારના ત્રણેય સભ્યો માતા અને બંને પુત્રોએ આપઘાત કર્યો
- ત્રણેયના મૃતદેહની પાસે જ એક ગ્લાસ જંતુનાશક દવાથી ભરેલો હતો
ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાએ આખેઆખા પરિવાર છીનલી લીધા છે. કોઈના પિતા, તો કોઈની માતા, તો કોઈનો પુત્ર... અનેક પરિવારો એવા છે જેમાં માતમ છવાયેલા છે. આવા આઘાત જીરવી ન શકનારા પરિવારો હવે આત્મહત્યાના રસ્તા તરફ વળ્યા છે. દ્વારકામાં એક જ પરિવારના ત્રણ લોકોએ સામૂહિક આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ છે. પરિવારના મોભીનું કોરોનાની સારવાર દરમિયાન મોત થતા માતાએ બંને પુત્રો સાથે આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, દ્વારકાના ઋક્ષમણીનગર ખાતે જયેશભાઈ જૈનનો પરિવાર ભાડાના મકાનમાં રહે છે. તેઓ ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તાજેતરમાં તેઓ કોરોના સંક્રમિત થયા હતા. જેમાં ગુરુવારે રાત્રે તેમનુ નિધન થયું હતું. આ સાંભળીને જૈન પરિવારમાં માતમ છવાયુ હતું. જયેશભાઈનો પરિવાર તેમના મોતને જીરવી શક્યો ન હતો. મોભીના મૃત્યના આઘાતને લઈને પરિવારના ત્રણેય સભ્યો માતા અને બંને પુત્રોએ આપઘાત કર્યો હતો. જયેશભાઈના પત્ની સાધનાબેન, મોટા પુત્ર કમલેશ અને નાના પુત્ર દુર્ગેશે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે.
આ પણ વાંચો : મ્યુકોરમાઈકોસિસના કેસ વધતાં ઈન્જેક્શનની અછત, રાજકોટમાં સગા ઠેરઠેર ધક્કા ખાઈ રહ્યાં છે
જ્યારે શુક્રવારે સવારે દૂધવાળો ઘરમાં આવ્યો હતો ત્યારે સાધનાબેન, મોટા પુત્ર કમલેશ અને નાના પુત્ર દુર્ગેશ મૃતદેહ ઘરમાં પડ્યો હતો. ત્રણેયના મૃતદેહની પાસે જ એક ગ્લાસ જંતુનાશક દવાથી ભરેલો હતો. જેથી સમજી શકાય કે તમામ લોકોએ જંતુનાશક દવા ગટગટાવી લીધી હતી.
દ્વારકા પોલીસે આ મામલે સામુહિક આત્મહત્યાનો કેસ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, કોરોના હવે કેટકેટલાના જીવ લેશે અને કેટલા પરિવારો વેરવિખેર કરી નાંખશે તે કોને ખબર.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે