2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારોએ દાવેદારી કરી, સામે આવ્યો ફાઈનલ આંકડો
Gujarat Elections 2022 : ગાંધીનગરમાં મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા વિધાનસભાની ચૂંટણીમા કુલ કેટલા ઉમેદવારો ઉભા રહેશે તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો
Trending Photos
Gujarat Elections 2022 : ગુજરાત રાજ્યમાં 1 લી અને 5મી ડિસેમ્બરે બે તબક્કામાં વિધાનસભાની 182 બેઠકો માટે મતદાન યોજાશે. તેમજ 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવશે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતપોતાના ઉમેદવારો ચૂંટણીમાં ઉતાર્યા છે. પરંતુ કેટલાક એવા ઉમદેવારો પણ છે જેઓએ અપક્ષ દાવેદારી કરી છે. ત્યારે ગાંધીનગરમાં મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા કુલ કેટલાક ઉમેદવારો અપક્ષ દાવેદારી કરશે તેનો ફાઈનલ આંકડો સામે આવી ગયો છે. વિધાનસભાની ચૂંટણીમાં બન્ને તબક્કામાં થઈને 70 રાજકીય પક્ષોના તથા અપક્ષ મળીને 1,621 ઉમેદવારો ચૂંટણી લડશે.
ગાંધીનગરમાં મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આ આંકડો જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ અને બીજા તબક્કામાં મળીને કુલ 70 રાજકીય પક્ષોના 1,621 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 39 રાજકીય પક્ષોના અને અપક્ષ મળીને કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 70 મહિલાઓ અને 718 પુરૂષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં 718 પુરૂષ અને 30 મહિલાઓ તેમજ બીજા તબક્કામાં 764 પુરૂષ અને 69 મહિલા ઉમેદવારો મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં 339 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
બીજા તબક્કામાં 93 બેઠકો પર યોજાનાર ચૂંટણીમાં 60 રાજકીય પક્ષો તથા અપક્ષ ઉમેદવારો મળીને કુલ 833 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં 764 પુરૂષ અને 69 મહિલા ઉમેદવારો છે. બીજા તબક્કામાં 285 અપક્ષોએ ઉમેદવારી નોંધાવી છે.
29 રાજકીય પક્ષોએ બંને તબક્કામાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે 10 રાજકીય પક્ષોએ માત્ર પ્રથમ તબક્કામાં ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. જ્યારે 31 રાજકીય પક્ષોએ માત્ર બીજા તબક્કામાં ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. આમ બંને તબક્કામાં થઈને કુલ 70 રાજકીય પક્ષો ચૂંટણીમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે