Agni 3 Missile: અગ્નિ-3 મિસાઈલનું સફળ પ્રક્ષેપણ, 3500 કિમી દૂરના લક્ષ્યને નિશાન બનાવી શકે છે

Training Launch of Agni-3 Missile: એક સત્તાવાર નિવેદન અનુસાર, આ પરીક્ષણ 'સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ' (SFC) ના નેજા હેઠળ આયોજિત નિયમિત તાલીમ પ્રક્ષેપણનો એક ભાગ હતો. 'મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને વિવિધ પરિમાણોને પાર કરવામાં આવ્યું હતું.

Agni 3 Missile: અગ્નિ-3 મિસાઈલનું સફળ પ્રક્ષેપણ, 3500 કિમી દૂરના લક્ષ્યને નિશાન બનાવી શકે છે

નવી દિલ્હીઃ Training Launch of Agni-3 Missile: ભારતે બુધવારે ઓડિશાના સમુદ્ર કિનારે એપીજે અબ્દુલ કલામ દ્વીપથી બૈલિસ્ટિક મિસાઇલ અગ્નિ-3નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. અગ્નિ-2 ઇન્ટરમીડિએટ રેન્જની બૈલિસ્ટિક મિસાઇલ છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, આ પરીક્ષણ 'સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ' (SFC)ના નેજા હેઠળ આયોજિત નિયમિત તાલીમ પ્રક્ષેપણનો એક ભાગ હતો. નિવેદન અનુસાર, પ્રક્ષેપણ પૂર્વનિર્ધારિત શ્રેણી માટે કરવામાં આવ્યું હતું. મિસાઈલનું પરીક્ષણ સંપૂર્ણપણે સફળ રહ્યું હતું અને તે વિવિધ પરિમાણોને પૂર્ણ કરે છે.

અગ્નિ-3 અગ્નિ મિસાઇલ સિરીઝમાં ત્રીજી છે અને પ્રથમવાર 9 જુલાઈ, 2006ના તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં ટેકનિકલ ખામી આવી અને તે લક્ષ્ય ભેદ્યા વગર ઓડિશાના કિનારાથી દૂર સમુદ્રમાં પડી ગઈ હતી. આ મિસાઇલ પરમાણુ હથિયાર લઈ જવા અને 3500 કિલોમીટર દૂર લક્ષ્યને ભેદવામાં સક્ષમ છે. 

અગ્નિ-3 મિસાઇલનું 2007માં પ્રથમવાર ઉડાનમાં અને પછી 2008માં સતત ત્રીજા પ્રક્ષેપણમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મિસાઇલનું પાછલું પરીક્ષણ આ બેસથી પાછલા વર્ષે 18 ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું, જે સફળ રહ્યું હતું. 

ભારત હવે ભેદી શકે છે 30થી 5000 કિલોમીટરની વચ્ચેનું લક્ષ્ય
મિસાઇલની અગ્નિ સિરીઝમાં હવે અગ્નિ-1 (700 કિમી), અગ્નિ-2 (2,000  કિમી), અગ્નિ-3 (3,000 કિમી), અગ્નિ 4 (4,000 કિમી) અને 5000 કિમીની સૌથી લાંબી મારક ક્ષમતાવાળી અગ્નિ 5 સામેલ છે. અગ્નિ અને સામરિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસની સાથે, ભારત સરળતાથી 30થી 5000 કિલોમીટરની વચ્ચે લક્ષ્યને નિશાન બનાવી શકાય છે. બ્રહ્મોસ 30થી 300 કિમીના લક્ષ્યને મારી શકે છે, જ્યારે અગ્નિ તેનાથી આગળના અંતરનું ધ્યાન રાખી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news