વિકાસ અને સમસ્યાનો સમન્વય એટલે કપડવંજ વિધાનસભા બેઠક: જાણો શું છે જનતાનો મિજાજ

ખેડા જિલ્લામાં વિધાનસભાની 6 બેઠકો છે તેમાંની એક બેઠક કપડવંજ છે. કપડવંજ મત વિસ્તારમાં કપડવંજ તાલુકાના 72 ગામ, કપડવંજ પાલિકા વિસ્તાર, કઠલાલ તાલુકાના 9 ગામ સિવાયના તમામ ગામ અને મહુધા તાલુકાના એક ગામનો સમાવેશ થાય છે. સાથે આવનાર વિધાનસભા ચુંટણી માટે જનતાનો શુ મિજાજ છે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વખતે જનતા મત આપશે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો હતો.

વિકાસ અને સમસ્યાનો સમન્વય એટલે કપડવંજ વિધાનસભા બેઠક: જાણો શું છે જનતાનો મિજાજ

ધરા શાહ/અમદાવાદ: આ ગીત ખૂબ સાંભળવા મળતું આમ તો આ શહેર ખુબ પ્રચલિત છે. પણ અહી એટલી સુવિધા છે કે કેમ અહી લોકોને શુંં સમસ્યા છે. શું સરકારે કરેલા વાયદા પુરા કરવામાં આવ્યા છે.? સાથે આવનાર વિધાનસભા ચુંટણી માટે જનતાનો શુ મિજાજ છે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વખતે જનતા મત આપશે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો હતો.

ઈતિહાસ 
ખેડા જિલ્લામાં વિધાનસભાની 6 બેઠકો છે તેમાંની એક બેઠક કપડવંજ છે. કપડવંજ મત વિસ્તારમાં કપડવંજ તાલુકાના 72 ગામ, કપડવંજ પાલિકા વિસ્તાર, કઠલાલ તાલુકાના 9 ગામ સિવાયના તમામ ગામ અને મહુધા તાલુકાના એક ગામનો સમાવેશ થાય છે.

અહીં વર્ષ 1990માં આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ અદેસિંહ રાઠોડ ચૂંટણી જીત્યા હતા. 1995માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મણિભાઈ પટેલ ચૂંટણી જીત્યા હતા. તો 2002માં અને 1998માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બિમલભાઈ પટેલ ચૂંટણી જીત્યા હતા તો 2007માં આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મણિભાઈ પટેલ ચૂંટણી જીત્યા હતા અને 2 ટર્મથી જીત મેળવતા ભાજપને જનતાએ જાકારો આપ્યો છે. તો કપડવંજમાં 2012ની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ તરફથી જીત્યા હતા આ બેઠક એક સમયે શંકરસિંહ વાઘેલાની બેઠક ગણાતી હતી પણ હાલ કપડવંજ બેઠકના ધારાસભ્ય કાળુભાઈ ડાભી છે જે કોંગ્રેસના નેતા છે. આ બેઠકના ખેડા લોકસભા બેઠકનો ભાગ છે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ છે જે કેન્દ્રીય મંત્રી છે

જનતાની સમસ્યા 
કપડવંજમાં સાફ સફાઇનો અભાવ છે જનતા ગંદકીથી પરેશાન છે. સાથે- સાથે આરોગ્યની સુવિધાઓ ન હોવાથી અહીના લોકો સરકારથી નારાઝ છે. લોકોનું કહેવું છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મુદ્દા વિશે છેલ્લા સાત વર્ષથી કોઈ ઉકેલ આવતો નથી. અહીંની પ્રજાનો સરકાર પર આક્ષેપ છે કે અમારા શહેર સાથે સરકાર અમાનુષિ વર્તન કરે છે. અહીંની જનતાએ કહ્યું છે કે વિકાસ તો થયો છે પણ અહી અનેક મુદ્દા એવા છે. જેનો ઉકેલ આજ દિન સુધી આવ્યો નથી. જેમ કે પીવાનું પાણી મળતું નથી. રોડ રસ્તાની બિસ્માર હાલત, રખડતા ઢોરનો સૌથી વધારે ત્રાસ છે.

તો બીજી તરફ ચેકડેમ અને તળાવ ભરવાની કામગીરીને અગ્રિમતા આપવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્યએ ગામ-ગામેની મુલાકાત લીધી છે. ધારાસભ્યએ ગામડાંઓમાં સારો વિકાસ કર્યો છે. 4 ચેકડેમ બની ગયા છે અન્ય 10 નું કામ ચાલુ છે. પાલિકા દ્રારા 22 કરોડના વિકાસકાર્યો કરવામાં આવ્યા છે. આગામી 1 વર્ષમાં પાણીની સમસ્યા દૂર કરવામાં આવશે. પાણીના પ્રોજેક્ટનું ચાલી રહ્યું છે જેથી આગામી સમયમાં લોકોને દરરોજ પાણી મળતું થઇ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news