IND vs SA T20 Series: વરસાદના લીધે રદ થઇ મેચ, 2-2 થી બરાબરી રહી સીરીઝ

ભારતીય ટીમ પહેલાં બેટીંગ કરવા મેદાનમાં ઉતરી હતી. ટીમ ઇન્ડીયાએ 3.3 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 2 રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ વરસાદ કારણે મેચ રમાઇ શકી નથી. 

IND vs SA T20 Series: વરસાદના લીધે રદ થઇ મેચ, 2-2 થી બરાબરી રહી સીરીઝ

India vs South Africa, 5th T20I Bengaluru: ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે 5 મેચોની ટી20 સીરીઝ 2-2 ની બરાબરી રહી. સીરીઝના અંતિમ મુકાબલો બેંગ્લોરમાં રમાવવાનો હતો. પરંતુ વરસાદના કારણે મેચ રદ થઇ ગઇ છે. આ મુકાબલામાં દક્ષિણ આફ્રીકાએ ટોસ જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે ભારતીય ટીમ પહેલાં બેટીંગ કરવા મેદાનમાં ઉતરી હતી. ટીમ ઇન્ડીયાએ 3.3 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 2 રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ વરસાદ કારણે મેચ રમાઇ શકી નથી. 

ટોસ હારીને પહેલાં પહેલાં બેટીંગ કરવા માટે ઉતરેલી ભારતની ટીમે મેચ રદ થતાં પહેલાં 28 રન બનાવ્યા હતા. આ દરમિયના ઓપનર ઇશાન કિશને 7 બોલમા6 15 રન બનાવ્યા હતા. તેમણે 2 સિક્સર પણ ફટકારી હતે. જ્યારે ઋતુરાજ ગાયકવાડ 10 રન બનાવીને આઉટ થયા હતા. શ્રેયસ ઐય્યર ખાતુ ખોલાવ્યા વિના અણનમ રહ્યા હતા. જ્યારે ઋષભ પંત એક રન બનાવીને અણનમ રહ્યા. જોકે ત્યારબાદ વરસાદ પડવા લાગ્યો હતો. તેના લીધે મેચ રમાઇ શકી ન હતી. આ સેરીઝ 2-2 થી બરાબરી પર રહી. 
 

Play has heen officially called off.

The fifth & final @Paytm #INDvSA T20I has been abandoned due to rain. #TeamIndia pic.twitter.com/tQWmfaK3SV

— BCCI (@BCCI) June 19, 2022

ઇશાનનો કમાલ
વરસાદ બાદ જેવો મુકાબલો શરૂ થયો તો ઇશાન કિશન ગરજવા લાગ્યા હતા. સાઉથ આફ્રીકા માટે પહેલી ઓવર લઇને આવેલા કેશવ મહારાજની ઓવરમાં ઇશાને 2 સિક્સર સહિત 16 રન ફટકાર્યા છે. 

 

આ ખેલાડીઓને નહી મળી ડેબ્યૂની તક
ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓને આ મેચમાં ડેબ્યૂની તક ન મળી. કારણ આ રહ્યું કે કેપ્ટન પંતે ફરી એકવાર પણ પ્લેઇંગ 11 બદલી નહી. ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ માટે આ સીરીઝ બહાર બેસીને પુરીને થઇ ગઇ છે. તો બીજી તરફ દીપક હુડ્ડા પણ આ સીરીઝ બહાર જ છે. 

આ સમયે ફેંકવામાં આવશે પહેલી બોલ
આ મેચ હવે સાંજે 7:50 મિનિટે શરૂ થશે. તેનું સૌથી મોટું કારણ વરસાદના કારણે આ મેચમાં ખલેલ પડી છે. 

19 ઓવરની હશે મેચ
ભારત અને સાઉથ આફ્રીકાની વચ્ચે પાંચમી ટી20 વરસાદના લીધે કેટલાક ફેરફાર થયા છે. આ મેચ અત્યારે 20 ઓવરના બદલે 19-19 ઓવરની હશે. 

આ ખેલાડીઓ પર રહેશે નજર
સીરીઝની 5મી મેચમાં ટીમ ઇન્ડીયાના 3 ખેલાડીઓ પર રહેશે નજર. શ્રેયર ઐય્યર, ઋષભ પંત, અક્ષર પટેલ અને ઋતુરાજ ગાયકવાડે આ સીરીઝમાં અત્યાર સુધી ખાસ પ્રદર્શન કર્યું નથી. 

વરસાદે પાડી ખલેલ
ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે પાંચમી ટી20 મેચમાં વરસાદે ખલેલ પાડી દીધી છે. આ મેચ શરૂ પણ થઇ નથી અને વરસાદ આવી ગયો છે. ટીમ ઇન્ડીયના બેટ્સમેન બેટીંગ કરવા ઉતર્યા હતા કે વરસાદે મેચની મજા બગાડી દીધી. 

સાઉથ આફ્રીકાની પ્લેઇંગ 11: 
ક્વિંટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેંડ્રિક્સ, રસ્સી વૈન ડેર ડૂસન, ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડ્વેન પ્રિટોરિયસ, કૈગિસો રબાડા, કેશવ મહારાજ (કેપ્ટન), લુંગી એનગિડી, એનરિક નોર્ટઝે

સાઉથ આફ્રીકી કેપ્ટન થયા બહાર
સીરીઝની પાંચમી મેચમાંથી સાઉથ આફ્રીકાના કેપ્ટન ટેમ્બા બાવુમા બહાર થઇ ગયા છે. બાવુમાની જગ્યાએ કેશવ મહારાજ આ ટીમમાં સાઉથ આફ્રીકાની કેપ્ટનશિપ કરી રહ્યા છે. 

ભારતની પ્લેઇંગ 11માં કોઇ ફેરફાર નહી
ટીમ ઇન્ડીયાએ આ મેચની પ્લેઇંગ 11માં પણ કોઇ ફેરફાર કર્યો નથી. આ મેચમાં ટીમ ઇન્ડીયાની પ્લેઇંગ 11:

ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભવનેશ્વર કુમાર, યુજવેંદ્ર ચહલ, અવેશ ખાન

પંતે હાર્યો સતત પાંચમો ટોસ
ટીમ ઇન્ડીયાના કેપ્ટન ઋષભ પંત આ સીરીઝમાં સતત પાંચમો ટોસ હારી ગયા છે. આ મેચમાં ટોસ જીતીને આફ્રીકી ટીમ પહેલાં બોલીંગ કરી રહ્યા છે. તો બીજી તરફ ટીમ ઇન્ડીયા ફરી એકવાર બેટીંગ કરશે. 

ઉમરાન મલિકને મળશે તક? 
આ સીરીઝને ચારેય મેચોમાં કેપ્ટન ઋષભ પંતે પ્લેઇંગ 11 માં કોઇ ફેરફાર કર્યો નથી. પંત દરેક મુકાબલામાં એક જેવી ટીમ લઇને ઉતર્યા છે. આજે આશા છે કે ટીમમાં ઘાતક ફાસ્ટ બોલર ઉમરાન મલિકને તક આપવામાં આવી શકે છે. ઉમરાન હાલમાં ભારતના સૌથી ઘાતક બોલર છે. 

સીરીઝનો નિર્ણાયક મુકાબલો આજે
ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે પાંચ મેચોની ટી20 સીરીઝનો અંતિમ મુકાબલો આજે રમાશે. આ સીરીઝ 2-2 થી બરાબરી પર છે. ટીમ ઇન્ડીયા આ સીરીઝમાં પહેલાં 2-0 થી પાછળ હતી પરંતુ આગામી 2 મુકાબલા જીત્યા બાદ ટીમે શાનદાર વાપસી કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news