અંધેરી નગરી ને... તાઉતેનાં 25 દિવસ છતા પણ ભાવનગરનાં વાડી વિસ્તારોમાં અંધારપટ

ગ્રામ્ય વિસ્તારના અનેક ગામોના વાડી વિસ્તારોમાં હજુ પણ ઘોર અંધકાર જોવા મળી રહ્યો છે, ખેડૂતો લાઈટ વગર અંધારપટમાં જીવી રહ્યા છે, વાવાઝોડું પસાર થયા ને આજે 25 દિવસ વિતી ગયા છતાં વાડી વિસ્તારમાં હજુ સુધી વીજ પુરવઠો શરૂ નથી કરાયો, જ્યારે ખેડૂતોએ વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા પાણીની સમસ્યા ઊભી થઈ છે, ત્યારે કૂવા માથી પાણી કાઢવા વીજ પુરવઠો શરૂ થાયએ જરૂરી છે, જેથી વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવાની માંગ સાથે ખેડૂતો PGVCL કચેરી પહોંચ્યા હતા તેમજ રૂરલ વિભાગના એક્ઝિક્યુટિવ ઇજનેરને રજૂઆત કરી હતી.
અંધેરી નગરી ને... તાઉતેનાં 25 દિવસ છતા પણ ભાવનગરનાં વાડી વિસ્તારોમાં અંધારપટ

ભાવનગર : ગ્રામ્ય વિસ્તારના અનેક ગામોના વાડી વિસ્તારોમાં હજુ પણ ઘોર અંધકાર જોવા મળી રહ્યો છે, ખેડૂતો લાઈટ વગર અંધારપટમાં જીવી રહ્યા છે, વાવાઝોડું પસાર થયા ને આજે 25 દિવસ વિતી ગયા છતાં વાડી વિસ્તારમાં હજુ સુધી વીજ પુરવઠો શરૂ નથી કરાયો, જ્યારે ખેડૂતોએ વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા પાણીની સમસ્યા ઊભી થઈ છે, ત્યારે કૂવા માથી પાણી કાઢવા વીજ પુરવઠો શરૂ થાયએ જરૂરી છે, જેથી વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવાની માંગ સાથે ખેડૂતો PGVCL કચેરી પહોંચ્યા હતા તેમજ રૂરલ વિભાગના એક્ઝિક્યુટિવ ઇજનેરને રજૂઆત કરી હતી.

ગુજરાત પર ત્રાટકેલા તાઉંતે વાવાઝોડાની અસરો હજુ પણ જિલ્લામાં યથાવત જોવા મળી રહી છે, વાવાઝોડાના કારણે ભાવનગર જિલ્લામાં હજજારો વીજપોલ તુટી ગયા હતા, અનેક ટ્રાન્સફોર્મર ધરાશાય થઈ જતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, ત્યારે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં વીજ વિભાગની અનેક ટીમોએ રાતદિવસ કામ કરી જિલ્લાના અનેક ગામોમાં રહેણાંકી વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દિધો હતો, પરંતુ આજે વાવાઝોડું પસાર થઈ ગયા ને 25 દિવસ વિતી ગયા છે છતાં જિલ્લાના અનેક ગ્રામ્યના વાડી વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે.

આ વર્ષે આગોતરું ચોમાસુ બેસી ગયું છે, અને સારો વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી પગલે ખેડૂતોએ ખેતરોમાં વાવણી ના મંડાણ કરી દીધા હતા, પરંતુ હાલ વરસાદ ખેંચાઇ રહ્યો છે અને વાડીઓ માં વીજ કનેક્શન પણ શરૂ નથી થયા ત્યારે વાવણી કરાયેલ બીજ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, તો બીજી બાજુ ખેડૂતોને પોતાના માલઢોરને પિવરાવવા લાઈટ ના હોવાના કારણે કૂવા માથી પાણી કાઢી શકતા ન હોવાથી પાણી લેવા દૂર સુધી જવું પડે છે. જેથી ઝડપથી વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

ભાવનગર ગ્રામ્યના બુધેલ, લાખણકા, શામપરા ફરિયાદકા સહિતના વાડી વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃ કાર્યરત નહિ થતાં ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે, વાવાઝોડા બાદ PGVCL સાથે ખભેખભો મિલાવી ને ધરાશાય થઈ ગયેલા વીજપોલ ઊભા કરવામાં ખેડૂતોએ જાતે તંત્રને ખૂબ મદદ કરી હતી, પરંતુ આજે વાવાઝોડું ચાલ્યું ગયું તેને પણ 25 દિવસ વિતી ગયા છે પરંતુ હજુ સુધી ખેડૂતોની વાડી ખેતરોના વીજ કનેક્શન શરૂ કરવામાં નથી આવ્યા, વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા ખેડૂતોએ અનેક વખત સંબંધિત તંત્ર ને રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી સમસ્યાનો કોઈ હલ કરવામાં નહિ આવતા ખેડૂતો ભાવનગરના ચાવડીગેટ સ્થિત PGVCL ની વડી કચેરીએ પહોંચ્યા હતા અને PGVCL ના રૂરલ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પી.સી. પંચાલ ને રજૂઆત કરી હતી.

તાઉતે વાવાઝોડા ના કારણે PGVCL વિભાગ ને વ્યાપક નુકશાન થયું હતું, જેમાં વિભાગ દ્વારા પ્રથમ ફેઝમાં રહેણાંકી વિસ્તારમાં ટિમો ઉતારી યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો હતો, અને બીજા ફેઝમાં તમામ ખેતીવાડી વિસ્તાર માટે અમે કામગીરી શરૂ કરી હતી જેમાં ત્રણ હજાર થી વધુ વિજપોલ તૂટી ગયા હતા જેની માટે અમે અલગ અલગ ટિમો બનાવી કામગીરી શરૂ કરી હતી જે 75 ટકા થી વધુ કામગીરી પુરી કરી દેવામાં આવી છે પરંતું વાડી વિસ્તારમાં મેઈન લાઇન ને નુકશાન થયું હોવાથી કામગીરી થોડી ધીમી ચાલી રહી છે જે ટૂંક સમય માં પુરી કરી દેવા ટિમો ને સૂચના આપી દીધી છે, જે 20 તારીખ પહેલા પૂરું કરી દેવામાં આવશે, તેવું પીજીવિસીએલ ના રૂરલ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પી.સી.પંચાલે જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news