પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતી: શહેરના વિવિધ માર્ગો પર ભારે વાહનો માટે પ્રતિબંધ

પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતી: શહેરના વિવિધ માર્ગો પર ભારે વાહનો માટે પ્રતિબંધ

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંપ્રદાયના દિવંગત વડા પ્રમુખસ્વામી મહારાજની 97મી જન્મજયંતી નિમિત્તે મહોત્સવનો શુભારંભ થઈ ગયો છે. આ મહોત્સવ આગામી 27 નવેમ્બર સુધી ચાલવાનો છે. જેના કારણે 26 અને 27મીના રોજ ચાલનારા કાર્યક્રમો દરમિયાન અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે આણંદ શહેરના તથા તારાપુર રોડના વાહનો માટે ડાયવર્ઝન આપીને ભારે વાહનો માટે પ્રતિબંધ બહાર પાડ્યો છે. બીએપીએસ સંસ્થા દ્વારા આગામી 26 નવેમ્બરના રોજ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના જન્મોત્સવ નિમિત્તે અક્ષરફાર્મ આણંદ ખાતે કાર્યક્રમનું આયોજન થયું છે. 

આ કાર્યક્રમોના આયોજનને કારણે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે તા. 26મી સુધી સવારના 5થી બપોરના 12 અને બપોરના 4 કલાકથી રાત્રીના 11 કલાક સુધી આણંદ શહેરના વિવિધ રસ્તાઓ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પ્રતિબંધ મુજબ ગોપી ટોકિઝની સામી બાજુ પરથી અક્ષરફાર્મ જતા રસ્તા ઉપર, આણંદ વિદ્યાનગર રોડ યોગીરાજ પેટ્રોલપંપથી અક્ષરફાર્મ જતા રસ્તા પર, આણંદ વિદ્યાનગર રોડ ઉપર એચ.એમ.પટેલ સ્ટેચ્યુથી અક્ષરફાર્મ તરફના રસ્તા પર, આણંદ વિદ્યાનગર રોડ બીગ બજારથી અક્ષરફાર્મ જતા રસ્તા પર તથા આર કે હોલ ટાઉનહોલ પાછળના ભાગે એચ.એમ.પટેલ સ્ટેચ્યુથી અક્ષરફાર્મ તરફના રસ્તા ઉપર ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. 

આ ઉપરાંત 27મી નવેમ્રના રોજ વલાસણ સોજીત્રા રોડ ઉપર મોરડ ખાતે પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિનની ઉજવણી થવાની હોવાથી સવારના 7 વાગ્યાથી રાત્રીના 12 કલાક સુધી આણંદ તારાપુર અને સોજીત્રા આણંદ માર્ગ પરના વાહનો માટે ડાયવર્ઝન આપવાા હુકમ કરાયા છે. જે મુજબ સોજીત્રાથી આણંદ જતો ટ્રાફિક વાયા તારાપુર બોરસદ થઈ વાસદ તરફ જશે.સરકારી વાહનો, એમ્બ્યુલન્સ, ફાયરની ગાડીઓને આ પ્રતિબંધો લાગુ પડશે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news