ભ્રષ્ટાચારથી ધારાસભ્યો પણ કંટાળ્યા, આનંદ ચૌધરી પોતે ધરણા પ્રદર્શન શરૂ કર્યું
Trending Photos
માંડવી : વિધાનસભાના ધારાસભ્ય આનંદ ચૌધરી કાર્યકરો સાથે તાલુકા પંચાયત બહાર ધરાણા પર બેઠા, માંડવી તાલુકાના ગામોમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે ધરણા પર બેઠા હતા. 30 લાખથી વધુના ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ કર્યો હતો. ભ્રષ્ટાચાર સામે વિજિલન્સ તપાસની કરી માંગ કરી હતી. ધારાસભ્ય ધરણા પર બેસતા આખી તાલુકા પંચાયત કચેરી ખાલીખમ જોવા મળી હતી.
માંડવી તાલુકાના ધારાસભ્ય આનંદ ચૌધરી, તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા શંકર ચૌધરી, તેમજ મોટી સંખ્યામાં તાલુકા કોંગ્રેસ કાર્યકરો આજરોજ તાલુકા પંચાયત કચેરી બહાર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. માંડવી તાલુકાના પીપરિયા, ખંજરોલી, ઉમરસાડી, તેમજ કમલાપોર ગ્રામ ખાતે જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી કરવામાં આવેલા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. વિજિલન્સ તપાસની માંગણી કરવામાં આવી છે.
માંડવી તાલુકાના પીપરિયા ગામે આંતરિક પેવર બ્લોકનું કામ, પીપરિયા ગ્રામ પંચાયતની બાજુમાં પતરાના શેડનું કામ, ખંજરોલી ગામે પેવરબ્લોકનું કામ, ઉમરસાડી ગામે સીસી રસ્તાનું કામ, તેમજ કમલાપુર ગામે પેવર બ્લોકનું કામ લોક ભાગીદારી ૮૦-૨૦ સ્વ ભંડોર 2021-22 ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. પરંતુ ઉપર મુજબના દરેક કામો છેલ્લા 2 વર્ષ અગાઉ અન્ય યોજનાઓમાંથી કામો થઈ ચૂક્યા છે. તેજ કામો ફરીથી બતાવી તે કામના પૈસા ઉપાડી લીધા હોવાનું ગંભીર આક્ષેપ તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા શંકર ચૌધરી દ્વારા કરવામાં આવ્યા છે.
જે પીપરિયા ગામમાં મહત્તમ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. તે પીપરિયા ગામ હાલના ભાજપ શાસિત સુરત જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ રોહિત પટેલનું ગામ છે. પીપરિયા ગામને વર્ષ 2017-18 માં ગુજરાતની સ્માર્ટ વિલેજનો એવોર્ડ મળી ચુક્યો છે. મહત્વનું છે કે, 2017-18 માં પીપરિયા ગામ ખાતે પાંચ કરોડ રૂપિયાથી વધુના વિકાસના કામો કરવામાં આવ્યા હતા. અને જેની નિગરાણી હેઠળ કામો કરવામાં આવ્યા તે જિલ્લા વિકાસ અધિકારી કે રાજેશ હતા.
જોકે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ રોહિત પટેલે વખોડી કાઢ્યા છે. તેમજ પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, માંડવી તાલુકા પંચાયતમાં 25 વર્ષ સુધી કોંગસનું શાસન હતું. જે હવે નથી રહ્યું અને આવનાર દિવસોમાં માંડવી વિધાનસભા પણ કોંગ્રેસના હાથમાંથી જવાની છે. જેથી કોંગસ દ્વારા રોજ નિતનવા ગતકડાં ઉભા કરી તાલુકા પંચાયતના શાસકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે, કોંગ્રેસ દ્વારા ભાજપ સામે અને ભાજપ દ્વારા કોંગ્રેસ સામે આમ આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જોકે એક વાત ચોક્કસ છે કે ભ્રષ્ટાચાર જરૂર થયો છે. અને વિજિલન્સ તપાસ જો થાય તો દૂધ નું દૂધ અને પાણી પાણી બહાર આવે તેમ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે