ક્યારેય જોયા છે 36 હાથવાળા શસ્ત્રો સજ્જ ગણપતિ, જાણો ખાસિયત

સામાન્ય રીતે ભગવાન ગૌતમ બુદ્ધ ધ્યાન અવસ્થામાં જોવા મળે છે અને તેમની પ્રતિમા જોઈને શાંતિ અને અહિંસાનો બોધ થાય છે પરંતુ તાઇવાનની આ ખાસ મૂર્તિમાં ભગવાન ગૌતમ બુદ્ધના છત્રીસ હાથ પણ છે અને તમામમાં શસ્ત્ર પણ જોવા મળે છે.

ક્યારેય જોયા છે 36 હાથવાળા શસ્ત્રો સજ્જ ગણપતિ, જાણો ખાસિયત

ચેતન પટેલ, સુરત: સુરત ચીન અને તાઇવાન વચ્ચે જે પરિસ્થિતિ છે તેના કારણે તાઇવાન હાલ વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે બીજી બાજુ સુરત શહેરમાં પણ તાઇવાન ખાતે ભગવાન ગૌતમ બુદ્ધની વિશાળકાય પ્રતિમાની ચર્ચા આ માટે થઈ રહી છે. કારણ કે આ પ્રતિમાને ગણેશ સ્વરૂપ આપીને ગણેશ મંડપમાં મૂકવામાં આવી છે. આપણા દેશની ખાસ ગણેશજીની પ્રતિમા હશે જેમાં 36 જેટલા ગણેશજીના હાથ છે અને મુકુટ પર ભગવાન ગૌતમ બુદ્ધ વિરાજમાન છે.

સામાન્ય રીતે ભગવાનના ગણેશજીની પ્રતિમા જ્યારે જોવામાં આવે ત્યારે તેમના ચાર હાથ હોય છે પરંતુ સુરતમાં ગણેશ ચતુર્થીના પર્વ પર એક ખાસ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. જેમાં ભગવાન ગણેશજીના છત્રીસ હાથ છે. દેશભરમાં કદાચ આવી કોઈ પ્રતિમા નથી જેમાં ભગવાન ગણેશજીના છત્રીસ હાથ જોવા મળે. આખા ગોલ્ડન કલરની પ્રતિમા ગણેશ ચતુર્થીના પર્વને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. 

આ પ્રતિમાને બંગાલી કારીગર સંજય દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને સુરતના પાલ વિસ્તારમાં રહેતા ધવલ મોદી અને મંડલ દ્વારા આ ખાસ પ્રતિમા તૈયાર કરાવવામાં આવી છે. આ પ્રતિમાની ખાસિયત છે કે તેનો ઓરીજનલ સ્વરૂપ દેશમાં નહીં પરંતુ તાઈવાનમાં છે. ભગવાન ગૌતમ બુદ્ધની વિશાળકાય પ્રતિમા તાઇવાનમાં આવેલ છે જેના છત્રીસ હાથ છે અને 36 હાથમાં અનેક શસ્ત્રો છે.

સામાન્ય રીતે ભગવાન ગૌતમ બુદ્ધ ધ્યાન અવસ્થામાં જોવા મળે છે અને તેમની પ્રતિમા જોઈને શાંતિ અને અહિંસાનો બોધ થાય છે પરંતુ તાઇવાનની આ ખાસ મૂર્તિમાં ભગવાન ગૌતમ બુદ્ધના છત્રીસ હાથ પણ છે અને તમામમાં શસ્ત્ર પણ જોવા મળે છે. અને આ પ્રતિમાની એક તસવીરથી સુરત શહેરમાં હુબહુ ગણેશજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. 

મૂર્તિનો ઓર્ડર આપનાર ધવલ મોદીએ જણાવ્યું હતું કે અમે દર વર્ષે બીજા દેશમાં સ્થાપિત મૂર્તિઓના આબેહૂબ ગણેશજીની પ્રતિમા સુરતમાં બનાવતા હોઈએ છીએ. મારો એક મિત્ર દર વર્ષે તાઇવાન જાય છે તેણે ત્યાંથી આ ભગવાન ગૌતમ બુદ્ધની પ્રતિમાની તસ્વીર મોકલેલી હતી. જેને જોઈ અમને વિચાર આવ્યો કે આ વખતે અમે આ જ પ્રતિમાને ગણેશ સ્વરૂપ આપીશું અને આ અંગે અમે અનેક જગ્યાએ પ્રયાસ પણ કર્યા. પરંતુ છત્રીસ હાથ હોવાના કારણે મૂર્તિકારો તૈયાર થઈ રહ્યા નહોતા ત્યારે અમને આવી પ્રતિમા બનાવવા માટે સંજયભાઈએ હા પાડી હતી અને તેઓએ આબેહૂબ પ્રતિમા તૈયાર કરી દીધી છે. લોકોમાં ભાઈચારોનો સંદેશ જાય અને બધા એક છે આ સંદેશ સાથે અમે આ ખાસ પ્રતિમા તૈયાર કરાવી છે જેના 36 હાથ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news