પોરબંદરમાં માધવપુરના મેળાને પગલે અનેરો ઉત્સાહ, જાણો શું છે ઐતિહાસિક મહત્વ અને તેની ખાસીયત

માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન પરણે તે રાણી રુકમણી મન વાચ્છીંત શ્રી ભગવાન" પોરબંદરના માધવપુર ધેડમાં છેલ્લા 5 હજાર વર્ષથી વધુ સમયથી ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી ભગવાન માધવરાય અને રુકમણીના વિવાહ મહોત્સવ ઉજવાઈ છે. વિવાહ મહોત્સવને લઈને માધવપુરમાં 5 દિવસીય ભાતીગળ મેળો પણ યોજાઈ છે. જો કે ત્રણ દિવસ ભગવાન માધવરાયનુ ફુલેકુ કાઢવામાં આવે છે અને બારસના દિવસે ભગવાન માધવરાય અને રુકમણીના વિવાહ યોજાઈ છે.
પોરબંદરમાં માધવપુરના મેળાને પગલે અનેરો ઉત્સાહ, જાણો શું છે ઐતિહાસિક મહત્વ અને તેની ખાસીયત

અજય શીલુ/પોરબંદર : માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન પરણે તે રાણી રુકમણી મન વાચ્છીંત શ્રી ભગવાન" પોરબંદરના માધવપુર ધેડમાં છેલ્લા 5 હજાર વર્ષથી વધુ સમયથી ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી ભગવાન માધવરાય અને રુકમણીના વિવાહ મહોત્સવ ઉજવાઈ છે. વિવાહ મહોત્સવને લઈને માધવપુરમાં 5 દિવસીય ભાતીગળ મેળો પણ યોજાઈ છે. જો કે ત્રણ દિવસ ભગવાન માધવરાયનુ ફુલેકુ કાઢવામાં આવે છે અને બારસના દિવસે ભગવાન માધવરાય અને રુકમણીના વિવાહ યોજાઈ છે.

પોરબંદર જિલ્લાનુ માધવપુર ગામ દરિયા કિનારા પર વસેલુ છે. પોરબંદરથી 60 કિલોમીટર દુર આવેલ આ ગામમાં ભગવાન ત્રીકમરાય તથા માધવરાય બિરાજમાન હોવાથી જ ગામનુ નામ માધવપુર પડ્યું છે. પોરબંદરના રાજવી પરિવાર દ્વારા બંધાવી આપેલ હવેલીમાં ભગવાન માધવરાય અને ત્રિકમરાયજીની જુગલ જોડીની વૈષ્ણવ પરંપરા મુજબ પૂજા વિધી કરવામાં આવે છે. કહેવાય છે કે, દેશમાં આ એક માત્ર એવુ મંદિર છે જ્યા બંન્ને ભાઈઓની આ રીતે એક સાથે મૂર્તિઓ આવેલી છે. છેલ્લા 5 હજાર વર્ષથી માધવપુર ગામમાં ભગવાન માધવરાઈ અને રાણી રુક્મણીનો ભવ્ય વિવાહ મહોત્સવ ઉજવાય છે. જેમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં આ વિવાહને લઈને ભરાતા ભાતીગળ મેળાનો લ્હાવો લેવા ભક્તો ઉમટી પડતા જોવા મળે છે. આ વર્ષે પણ માધવપુરમાં આ વિવાહ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. 

જેમાં રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવો મેળામાં હાજરી આપી રહ્યા છે. ભગવાન માધવરાય અને રાણી રુકમણીના ધાર્મીક વિધિથી ગાંઘર્વ લગ્ન કરવામાં આવ્યા હતા. જેને લઈને આ ઉજવણી દરમિયાન સમગ્ર માધવપુર ગામ માધવમય બની જતુ હોય છે. છેલ્લા હજારો વર્ષથી ઉજવાતી આ પરંપરા પાછળ ભવ્ય ઈતિહાસ રહેલો છે. આ ઈતિહાસ પર નજર કરીએ તો કહેવાઈ છે કે, વિદર્ભ દેશથી ભગવાન શ્રી કૃષ્ણને રુક્ષ્મણીનો સંદેશો આવતા ભગવાન કૃષ્ણ દારુક્ષ સાથે હજારો રાજાઓની વચ્ચેથી ભવાની મંદિરથી રુક્ષ્મણીનુ હરણ કરે છે. કૃષ્ણના આ કામથી નારાજ રુક્ષ્મણીના ભાઈ રુકભ્યા એવી પ્રતિજ્ઞા લીધી હતી કે, કૃષ્ણને ન મારે ત્યા સુધી તે પાણી ત્યાગ કરશે. ત્યારે બાદ આજના નર્મદાના કિન્નારા પર ભગવાન કૃષ્ણ અને રુકભ્યા વચ્ચે યુધ્ધ જામે છે. 

જેમાં ભગવાન કૃષ્ણ દ્વારા રુકભ્યાને બંદી બનાવી દેવામાં આવે છે. ત્યાર બાદ બલરામ દ્વારા કૃષ્ણને સમજાવાતા કૃષ્ણને સમજાવાતા તે તેને મુક્ત કરે છે. ત્યાર બાદ ભગવાન કૃષ્ણએ ભોજકર ગામ વસાવ્યુ. જેને આજે આપણે ભરુચ તરીકે ઓળખીએ છીએ ત્યા ભગવાન દ્વારા શંખનાદ કરીને બધાને સંદેશો આપી તેઓ માધવશ્રેત્રમાં આવી સમુદ્ર પાસે વિનંતી કરીકે તેઓને એ જગ્યા આપવામાં આવે જ્યા કોઈ કર્મ ન થયુ હોય ત્યાર બાદ સમુદ્ર થોડો પાછળ જાય છે. ત્યાર બાદ ભગવાન માધવરાય મધવુન ખાતે રાણી રુક્ષ્મણી સાથે વિવાહ યોજે છે. ભગવાન માધવરાયના વિવાહ મહોત્સવને લઇને માધવપુર સહિત સમગ્ર પોરબંદર જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વિવાહ મહોત્સવને લઇને સમગ્ર માધવપુર અને આ માધવપુર મેળામાં આવનાર સૌ કોઇ માધવમય બની આ પૌરાણિક વિવાહ ઉત્સવ તેમજ મેળાને ઉત્સાહ સાથે માણશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news