વનવિભાગની અદ્ભુત કાર્યવાહી, જંગલમાં સિંહથી માંડીને કિડીને પણ પાણી મળી રહે તેવી વ્યવસ્થા
Trending Photos
જૂનાગઢ : ગુજરાતના સૌરાષ્ટ્રની સાથે સાથે સમગ્ર રાજ્યમાં ઉનાળાનો પ્રારંભ થઇ ચુક્યો છે. લોકોનો સિઝનની શરૂઆતે જ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે પ્રાણીઓનું શું થતું હશે. માણસને તો પંખાથી લઇને એસી સુધીના સાધનવડે ઠંડક મેળવે છે. જો કે ગુજરાતમાં પ્રાણીઓનું શું થતું હશે. જો કે વનવિભાગ દ્વારા જંગલમાં રહેતા પ્રાણીઓ માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. વનવિભાગ દ્વારા જંગલમાં રહેતી નાનકડી કીડીથી લઇને સિંહ સુધીના તમામ પ્રાણીઓને ઠંડક અને પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ખાસ કરીને ગરમીથી ખુબ જ પરેશાન થઇ જતા પ્રાણી સિંહ માટે વનવિભાગ સતત સજ્જ છે. એશિયાટીક સિંહો ગરમી સામે રાંક થઇ જાય છે. જેના પગલે જંગલમાં 500 થી વધારે પાણીના પોઇન્ટ મુકવામાં આવ્યા છે. જ્યાં વન વિભાગ નિયમિત રીતે તાજુ પાણી ભરે છે. જેથી ન માત્ર સિંહ પરંતુ આસપાસના અન્ય વન્યપ્રાણીઓ પણ પોતાની તરસ છીપાવી શકે. આ ઉપરાંત વન વિભાગ આસપાસના થોડા વિસ્તારોમાં પાણી છાંટીને વિસ્તાર ઠંડો કરે છે જેથી પ્રાણીઓ અહીં ઠંડકમાં બેસી પણ શકે. આ ઉપરાંત અહીં વન વિભાગ દ્વારા કીડી અને મધમાખી પાણીના કુંડમાં પાણી પી શકતા નથી. તેથી કંતાન પાથરીને તેને પલાળી દે છે. જેથી મધમાખી, મકોડા અને કીડી જેવા પ્રાણી આ ભીના કંતાનમાંથી પાણી ચુસીને પીવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળા દરમિયાન વન્ય પ્રાણીઓ પાણીની શોધમાં જંગલની બહાર નિકળી જાય છે. આ પ્રાણીઓ બહાર નિકળી જતા તેનો શિકાર કરવા માટે શિકારી પ્રાણીઓ પણ બહાર નિકળે છે. આ પ્રકારે શિકારી પ્રાણીઓ વનની બહાર નિકળી જતા લોકોમાં ગભરાટ ફેલાય છે. જેની કારણે સમગ્ર વનની ઇકો સિસ્ટમ વનમાં જ જળવાઇ રહે તે માટે વન વિભાગ પાણીથી માંડીને તમામ વ્યવસ્થા જંગલની અંદર જ કરે છે. જેથી સમગ્ર વન વ્યવસ્થા વનમાં જ રહે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે