વિજય રૂપાણીના મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે નહીં? આ રહ્યો સાચો જવાબ
રૂપાણી સરકાર નજીકના ભવિષ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરશે એવા રિપોર્ટ પણ મળ્યા હતા
Trending Photos
અમદાવાદ : ગુજરાતના મંત્રીમંડળમાં હાલ તુરંત વિસ્તરણ નહીં કરાય. ટોચના સૂત્રોએ વિસ્તરણની વાત નકારી કાઢતા વિસ્તરણની વહેતી થયેલી અટકળો પર હવે પૂર્ણવિરામ મૂકાયો છે. હવે કર્ણાટક ચૂંટણી બાદ હાઇકમાન્ડ સાથે વાતચીત થશે અને હાઇકમાન્ડની લીલીઝંડી મળશે તો વિસ્તરણની હિલચાલ થશે. આ સિવાય બોર્ડ નિગમમાં નિમણૂંક પણ કર્ણાટક ચૂંટણી બાદ કરાશે. ઉલ્લેખનીય છે કે નવી સરકારની રચના બાદ વિસ્તરણની વાત વહેતી થઇ હતી અને અનેક ધારાસભ્યો મંત્રીમંડળમાં આવવા માટે આતુર હતા.
હાલમાં આઈ.એ.એસ.ની બદલીઓના આદેશ કરવામાં આવ્યા હતા. આ ફેરબદલ બાદ ચર્ચા હતી કે ગુજરાત સરકારમાં પણ પરિવર્તન જોવા મળે એવી શક્યતા છે. રૂપાણી સરકાર નજીકના ભવિષ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરશે એવા રિપોર્ટ પણ મળ્યા હતા. જોકે હાલમાં એ તમામ ચર્ચાઓ પર પુર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું છે.
તાજેતરમાં 100 દિવસ પુરા કરનારી રૂપાણી સરકારના મંત્રીમંડળનું કદ મુખ્યમંત્રી સહિત 20નું છે, ત્યારે ભાજપ સંગઠન અને સરકારે મંત્રીમંડળમાં વધારો કરવા માટેની કવાયત શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે