IPL 2018: ચેન્નઈ બાદ હવે મુંબઈ માટે ખરાબ સમાચાર, આ ખેલાડી થયો બહાર

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હાલમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીની ચોથી મેચમાં તે ઈજાગ્રસ્થ થયો હતો. 

IPL 2018: ચેન્નઈ બાદ હવે મુંબઈ માટે ખરાબ સમાચાર, આ ખેલાડી થયો બહાર

સિડનીઃ ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ પીઠની ઈજાને કારણે આઈપીએલ 2018માંતી બહાર થઈ ગયો છે. મુંબઈએ કમિન્સને 5.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઈજાને કારણે આઈપીએલ ન રમનાર ખેલાડીઓની યાદીમાં તે ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક સાથે સામેલ થઈ ગયો છે. ઈજાગ્રસ્ત ખેલાડીઓમાં કાગિસો રબાડા, નાથન કૂલ્ટર-નાઇલ અને કેદાર જાધવ સામેલ છે. ચેન્નઈ અને મુંબઈ વચ્ચે રમાયેલી પ્રથમ મેચમાં જાધવના સ્નાયૂઓ ખેંચાઈ ગયો હતો. 

કમિન્સ આ પહેલા પણ પીઠની ઈજાને કારણે પરેશાન રહ્યો અને પોતાના આંતરરાષ્ટ્રીય સત્ર દરમિયાન તેણે ઓસ્ટ્રેલિયા માટે સતત 13 ટેસ્ટ મેચ રમી. ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા વચ્ચે હાલમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીની ચોથી મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. ઓસ્ટ્રેલિયાઇ ટીમના ફિજિયો ડેવિડ બીકલેએ કમિન્સની વાપસી પર કહ્યું, પેટ હવે રિહેબિલિટેશન માટેજ શે અને અમે ઈજામાંથી બહાર આવવાની સ્થિતિની તપાસ કરવા માટે થોડા સપ્તાહ બાદ બીજીવખત સ્કેન કરશું. 

બહાર થયો કેદાર જાધવ
મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 1 વિકેટથી રોમાંચક જીતમાં કેદારે મહત્વપૂર્ણ અને નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ચેન્નઈની ઈનિંગ દરમિયાન 13મી ઓવરના પાંચમાં બોલે કેદાર મેદાનની બહાર જતો રહ્યો હતો. ટીમ હાર અને જીત વચ્ચે સંઘર્ષ કરતી હતી ત્યારે કેદારે અંતિમ વિકેટના રૂપમાં ઉતરવાનો નિર્ણય કર્યો હતો.ટીમને અંતિમ ઓવરમાં જીતવા માટે સાત રનની જરૂ હતી પરંતુ પ્રથમ ત્રણ બોલ ખાલી ગયા હતા. ઈજાની અસર તેના ચહેરા પર દેખાતી હતી. પરંતુ ચોથી બોલે સિક્સ અને પાંચમાં બોલે ફોર ફટકારીને તેણે ટીમને શાનદાર જીત અપાવી હતી. ચેન્નઈ સુપર કિંગસના  બેટિંગ કોચ માઇક હસીએ કહ્યું, તેનું ટૂર્નામેન્ટમાંથી બહાર થવું અમારા માટે મોટુ નુકસાન છે. મિડલ ઓર્ડરમાં તે અમારો મહત્વનો ખેલાડી હતી. ચેન્નઈએ આ વર્ષે જાન્યુઆરીમાં થયેલી હરાજીમાં જાધવને 7.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 

Chennai Super Kings, IPL 2018

ઈજાગ્રસ્ત ડુપ્લેસિસની આગામી મેચમાં રમવાની સંભાવના ઓછી
ચેન્નઈ ટીમના મુખ્ય ખેલાડી અને આફ્રિકાનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ઈજાને કારણે આઈપીએલની આગામી મેચ રમવા માટે ફીટ નથી. ચેન્નઈના બેટિંગ કોચ હસીએ જણાવ્યું કે, તેના સ્નાયૂઓમાં ખેંચાવ અને તેની આંગળીમાં નાનુ ફેક્ચર છે. અમને આશા છે કે તે 15 એપ્રિલના પંજાબ સામેની મેચમાં મેદાનમાં ઉતરશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news