ગુજરાત સહિત દેશભરના ખેડૂતોને મળશે આ લાભ, સુરતની ટીમે બનાવી અનોખી ટીટોડી એપ
મૂળ સુરતના વતની અને હાલ કેલિફોર્નિયા અમેરિકામાં રહેતાં યુવા કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડૉ. પ્રતિક દેસાઈએ એગ્રિટેક સ્ટાર્ટઅપ શરૂ કરી ફક્ત સુરત કે ગુજરાત જ નહીં પણ દેશભરના ખેડૂતો માટે સુવિધાજનક પ્લેટફોર્મ પૂરૂ પાડ્યું છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: કિસાનોને ડિજિટલ વિશ્વ સાથે જોડીને તેમના ઉત્પાદનોનું વધુ વળતર મળી રહે એ માટે સુરતના ઉત્સાહી યુવા કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડૉ.પ્રતિક દેસાઈ અને તેમની ટીમે Titodi એપ અને વેબસાઈટ બનાવી છે. જેના માધ્યમથી ખેડૂતો વિનામૂલ્યે પોતાનો એગ્રિસ્ટોર બનાવી ગ્રાહકો સુધી ઉત્પાદનોનું સીધું વેચાણ કરી શકે છે. એટલું જ નહીં દેશના કોઈ પણ ખૂણે પાકનું યોગ્ય કિંમતે વેચાણ કરીને આવક મેળવી શકે છે. એટલું જ નહીં, સીડ્સથી લઈને સેલ્સ તમામ સુવિધાઓ પૂરી પાડે છે
મૂળ સુરતના વતની અને હાલ કેલિફોર્નિયા અમેરિકામાં રહેતાં યુવા કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડૉ. પ્રતિક દેસાઈએ એગ્રિટેક સ્ટાર્ટઅપ શરૂ કરી ફક્ત સુરત કે ગુજરાત જ નહીં પણ દેશભરના ખેડૂતો માટે સુવિધાજનક પ્લેટફોર્મ પૂરૂ પાડ્યું છે. ખેડૂત પરિવારમાં ઉછરેલા અને ટીટોડી પ્રોજેક્ટના સ્થાપક ડો.પ્રતિક દેસાઈએ અમેરિકાની ઓહાયો રાજ્યની યુનિવર્સિટીમાંથીઆર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ પર પી.એચ.ડી.કર્યુ છે.
તેઓ હાલ કેલિફોર્નિયા યુએસએમાં રહે છે, જ્યારે તેમની ટીમ સુરતના પાલ વિસ્તારમાં આવેલી હેડઓફિસથી આ સ્ટાર્ટ અપ ઉપર કાર્યરત છે. જેમનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર કૃષિક્ષેત્રની તમામ ૧ કડીઓને સાંકળીને ડેટા માઈનિંગ, મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી કિસાનોને કૃષિ જણસોના પોષણક્ષમ ભાવો મળે, આંગળીના ટેરવે દેશના કૃષિબજારોની જાણકારી મળે એવો છે.
મહારાષ્ટ્રમાં ઓર્ગેનિક ખેતી કરનાર પહેલા વચેટિયાઓને કારણે ચણા 80 રૂપિયા કિલો આપી દેતા હતાં. જો કે ટીટોડી એપના કારણે તમામ વચેટિયા દૂર થઈ જતા આ જ ચણા 110 રૂપિયામાં વેચી રહ્યા છે. પોતાનો પાક તેઓ પોતાની મરજી મુજબના ભાવ અનુસાર બજારમાં વેચી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે