ગુજરાતના ખેડૂતોને માત્ર આ એક પાક વેચવામાં જ છે રસ, સરકારની જાહેરાત બાદ યાર્ડ ઉભરાયા!

ભાવનગર જિલ્લો આમ તો ડુંગળી અને કપાસના સૌથી વધુ વાવેતર માટે આગવું નામ ધરાવે છે. જિલ્લામાં સૌથી વધુ 3.25 લાખ હેકટરમાં કપાસનું વાવેતર થાય છે. આ ઉપરાંત જિલ્લામાં 30થી 40 હજાર હેકટરમાં ડુંગળીનું વાવેતર થાય છે.

ગુજરાતના ખેડૂતોને માત્ર આ એક પાક વેચવામાં જ છે રસ, સરકારની જાહેરાત બાદ યાર્ડ ઉભરાયા!

નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લાના ખેડૂતો હવે ડુંગળી, કપાસ અને ઘઉંના વાવેતર ઉપરાંત ચણાના વાવેતર તરફ પણ આગળ વધી રહ્યા છે. જેના કારણે આ વર્ષે જિલ્લા રવિપાકમાં 25 હજાર હેકટરથી વધુ વિસ્તારમાં ચણાનું વાવેતર કર્યું છે. બીજી બાજુ સરકારે ટેકાના ભાવે ચણા ખરીદવાની જાહેરાત કરી છે. પણ હાલ ખુલ્લા બજારમાં ભાવ વધુ મળતા હોય ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં માલ વેચી રહ્યા છે.

ભાવનગર જિલ્લો આમ તો ડુંગળી અને કપાસના સૌથી વધુ વાવેતર માટે આગવું નામ ધરાવે છે. જિલ્લામાં સૌથી વધુ 3.25 લાખ હેકટરમાં કપાસનું વાવેતર થાય છે. આ ઉપરાંત જિલ્લામાં 30થી 40 હજાર હેકટરમાં ડુંગળીનું વાવેતર થાય છે. જ્યારે આ વર્ષે રવિપાકમા જિલ્લામાં 25 હજાર થી પણ વધુ હેકટરમાં ચણાનું વાવેતર થવા પામ્યું છે. આ વર્ષે સરકારે ચણાની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કર્યું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 800 જેટલા ખેડૂતોએ પોતાનો પાક ટેકાના ભાવે ખરીદી થાય તે માટે રજીસ્ટ્રેશન કરાવ્યા છે.

ભાવનગર જિલ્લામાં ભાલ વિસ્તાર તેમજ ઘોઘા પંથકના ગામોમાં ચણાનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં આ વર્ષે ચણામાં સુકારો નામનો રોગ આવતા ઉત્પાદન પર અસર થઈ હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. જો કે ખેડૂતોનું કહેવું છે કે સરકારે ચણાના એક મણ દીઠ જે ટેકાના ભાવ 1067 રૂપિયા નક્કી કર્યો છે, જે ખૂબ ઓછો છે અને ખુલ્લા બજારમાં આના કરતા પણ સારા ભાવ મળતા હોઈ ખેડૂતો હાલ ખુલ્લા બજારમાં 1200 સુધીમાં ચણા વેચી રહયા છે.

ભાવનગર જિલ્લામાં રોકડીયા પાક તરીકે ખેડૂતો મોટાપાયે ડુંગળીનું વાવેતર કરતા હોય છે. પરંતુ જેના પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતો અન્ય પાકના વાવેતર તરફ વળી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news