ગોધરાના ભામૈયા ગામમાં તળાવમાં ડૂબી જતાં પિતા-પુત્રીનું મોત

ગોધરાના ભામૈયા પશ્ચિમ ગામમાં તળાવમાં ડૂબી જવાને કારણે પિતા-પુત્રીના મોત થયા છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. 
 

ગોધરાના ભામૈયા ગામમાં તળાવમાં ડૂબી જતાં પિતા-પુત્રીનું મોત

પંચમહાલઃ પંચમહાલ જિલ્લાના ગોધરાથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ગોધરાના ભામૈયા પશ્ચિમ ગામમાં તળાવમાં ડૂબી જવાથી પિતા-પુત્રીનું મોત થયું છે. પૂજાનો સામાન પધરાવવા માટે પિતા-પુત્રી તળાવે પહોંચ્યાં હતા. આ દરમિયાન પુત્રીનો પગ લપસી જતા તે પાણીમાં ડૂબી હતી. પુત્રીને બચાવવા જતાં પિતા પણ પાણીમાં ડૂબી ગયા હતા. પાણીમાં ડૂબી જવાને કારણે બંનેના મોત થયા છે. 

પુત્રીને બચાવવા જતાં પિતા પણ ડૂબી ગયા
ભામૈયા પશ્ચિમ ગામમાં આવેલા તળાવમાં આજે પિતા-પુત્રી પૂજાનો સામાન પધરાવવા પહોંચ્યા હતા. આ દરમિયાન પુત્રી લપસી જતાં પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. પિતા પુત્રીનો જીવ બચાવવા પાણીમાં ઉતર્યા હતા. ત્યારબાદ પિતા-પુત્રી બંને પાણીમાં ડૂબી ગયા હતા. પિતા પુત્રીના મોતને કારણે ગામ શોકમગ્ન બન્યું છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news