અમદાવાદ : પોતાની હવસને સંતોષવા પિતાએ 9 વર્ષની દીકરીને ભોગ બનાવી
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પિતા અને પુત્રીના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પિતાએ જ પોતાની હવસનો ભોગ સંતોષવા માટે માત્ર નવ વર્ષની દીકરીને ભોગ બનાવી છે. એટલું જ નહિ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ તેને કોઈને જાણ ન કરવા માટેની પણ ધમકી આપી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા જ રામોલ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે.
શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પિતાએ તેની 9 વર્ષની પુત્રી પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતાં ચકચાર મચી ગઇ છે. 17 મી જુનના દિવસે બપોરના સમયે જ્યારે પુત્રી ઘરમાં એકલી હતી, તે દરમિયાન હવસખોર પિતાની નજર આ માસૂમ બાળકી પર પડી હતી. તેણે પોતાની હવસની ભૂખ સંતોષવા માટે તેણે પોતાની પુત્રીને જ ભોગ બનાવી.
પોલીસનું કહેવું છે કે, જ્યારે ઘટના બની તે દિવસે વહેલી સવારે આરોપીનો ઝઘડો તેની પત્ની સાથે થયો હતો. તેથી તેની પત્ની રિસાઈને પોતાની બહેનને ત્યાં ચાલી ગઇ હતી. જ્યારે ઘરમાં આરોપી અને તેના ત્રણ પુત્રો હાજર હતા જોકે બપોરના સમયે જ્યારે આ નવ વર્ષની બાળકી એકલી હતી તે દરમિયાન આરોપી પિતા એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. જોકે ભારતીય સમગ્ર ઘટનાની જાણ તેની નાનીને કરતાં જ સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
આરોપી પિતા છૂટક મજૂરી કામ કરતો હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી બાળકીને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપેલ છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે