home minister

VADODARA: સ્વીટી પટેલ કેસમાં હાર્દિક પંડ્યાના ભાઇની પુછપરછ, ગૃહરાજ્યમંત્રીએ ATS ને આપ્યો ખાસ આદેશ

ગુજરાત બ્રેકીંગ વડોદરા SOG PI દેસાઈના પત્ની સ્વીટી પટેલ ગૂમ થવાનો મામલે ગૃહમંત્રીએ મહત્વના આદેશ આપ્યા હતા. સ્વીટી પટેલ ગૂમ થવાના મામલામાં પોલીસની વિદેશમાં પણ પૂછપરછ ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતરાઈની પૂછપરછ કરવામાં આવી હતી. સ્વીટી પટેલના પૂર્વ પતિની ઓનલાઇન પૂછપરછ કરવામાં આવી હતી. સ્વીટી પટેલના 17 વર્ષના પુત્ર રિધમને પણ પોલીસે સવાલો કર્યા હતા. 

Jul 18, 2021, 10:44 PM IST

સુરતમાં કથળેલા કાયદાની ગૃહમંત્રીએ પણ લીધી નોંધ, 5 નવા પોલિસ સ્ટેશન, 590 CCTV, 71 કરોડનો ખર્ચ કરાશે

* ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા શહેર પોલીસના પુનઃગઠન અંગે સમીક્ષા બેઠક યોજાઈ

Jul 18, 2021, 07:20 PM IST

વર્ષો સુધી સામ સામે લડ્યા, હવે સાથે છીએ, નરહરિ અમીન લડાયક નેતા છે: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાજ્યસભા સાંસદ નરહરી અમીન વચ્ચેનો ઝઘડો અને દુશ્મની થી રાજકીય જગત સંપૂર્ણ વાકેફ છે ત્યારે આજે અચાનક નરહરી અમીન સંચાલિત ટ્રસ્ટના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી હાજર રહ્યા છે તેમના ભરપૂર વખાણ કર્યા. અમિત શાહે કહ્યું કે વર્ષો સુધી અમે સામ સામે લડ્યા અને હવે સાથે લડી રહ્યા છીએ. નરહરી અમીન લડાયક નેતા છે અને છેલ્લે સુધી મેદાન છોડતા નથી. મને એનો ખૂબ અનુભવ છે કારણકે વર્ષો સુધી અમે એકબીજા સામે લડ્યા છીએ પણ હવે છેલ્લા 9 વર્ષથી અમે સાથે લડીએ છીએ.

Jul 12, 2021, 07:19 PM IST

રથયાત્રાની સુરક્ષામા મોટી ચુક, ગૃહમંત્રીએ અધિકારીઓ તતડાવ્યા, કહ્યું ગંભીરતા સમજો અને તૈયાર રહો

ભગવાન જગન્નાથની 144 રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું. જો કે રિહર્સલ બાદ મળેલી સુરક્ષા બેઠકમાં કેટલાક મહત્વના આદેશો આપવામાં આવ્યા હતા. પ્રદીપસિંહ જાડેજા જ્યારે રૂટનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા ત્યારે 85 ટકા પોલીસ જવાનો પાસે ન તો લાકડી હતી ન તો હેલમેટ. જે બાબતે ગૃહમંત્રીએ અધિકારીઓને ટકોર કરતા અધિકારીઓએ તમામ સ્ટાફને સમગ્ર પ્રક્રિયા દરમિયાન સતત હેલમેટ અને લાકડી સાથે રાખવા આદેશ આપ્યો હતો. હેલમેટ પહેરેલું અને લાકડી સતત હાથમાં હોવું જોઇએ તેવો આદેશ આપ્યો હતો. 

Jul 10, 2021, 06:32 PM IST

Gandhinagar માં પેદા થયેલા કોલેરા સંકટ અંગે ગૃહમંત્રી અમિત શાહે ફોન કરી તાગ મેળવ્યો

લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કલોલ શહેરમાં ઉદભવેલ કોલેરાની પરિસ્થિત અંગે ગાંધીનગર જીલ્લા કલેકટર તેમજ જીલ્લા આરોગ્ય અધિકારી સાથે અમિત શાહે ટેલીફોનિક વાતચીત કરી, પરિસ્થિતિનો તાગ મેળવી, પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી તમામ પગલાઓ લઈ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા સૂચના આપી. કોલેરાની સમસ્યાના સંદર્ભમાં શક્ય તેટલી ઝડપથી આ રોગચાળા પર કાબૂ મેળવવા તંત્રને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સલાહ આપી હતી. 

Jul 10, 2021, 02:01 AM IST

રથયાત્રાની તડામાર તૈયારીઓ, સમગ્ર રૂટ પર પોલીસનો ખડકલો, ગૃહમંત્રી જાત તપાસ કરશે

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તારીખ ૯મી જુલાઈના રોજ સવારે 10:30 કલાકે જગન્નાથ મંદિરની મુલાકાત લેશે.ત્યાં ઉચ્ચ અધિકારીઓ સાથે રથયાત્રા સંદર્ભે મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયેલી તમામ તૈયારીઓ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાઓની સમીક્ષા કર્યા બાદ રૂટ નિરીક્ષણ કરશે. મંત્રી રૂટ નિરીક્ષણ દરમિયાન સરસપુર મંદિર અને લીમડા ચોક - દરિયાપુર એમ બે સ્થળોની મુલાકાત પણ લેશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે સવારે જગન્નાથ મંદિરની મુલાકાત લેશે. 

Jul 8, 2021, 09:44 PM IST

ગુજરાત સરકારની તૈયારીઓથી ગૃહમંત્રી સંતુષ્ટ, રસીકરણની અપીલ, રેમડેસિવિર મુદ્દે ડોક્ટર્સને ચેતવ્યા

આ હોસ્પિટલની તૈયારીઓનો તાગ મેળવવા અને ડ્રાયરનમાં ખુદ ગૃહમંત્રી અમિત શાહ આવ્યા છે. તેમણે ગુજરાતની કોરોના અંગેની સ્થિતિનો તાગ મેળવવા માટે પણ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તમામ હાઇલેવલનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતનાં તમામ ટોચના અધિકારીઓ સાથે ગૃહમંત્રી અમિત શાહ બેઠક યોજી રહ્યા છે. 

Apr 23, 2021, 07:46 PM IST

AHMEDABAD: ગૃહમંત્રી અમિત શાહની CM સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે હાઇલેવલ બેઠક

હાલ ગુજરાતની સ્થિતિ કોરોનાને કારણે ખુબ જ કફોડી થઇ છે. તેવામાં ખાસ કરીને અમદાવાદ અને સુરતની સ્થિતી વધારે વિપરિત છે. જેના કારણે હાલ નાગરિકોને સારવાર માટે હોસ્પિટલમાં જગ્યા પણ નથી મળી રહી. તેવામાં રાજ્યનાં યુનિવર્સિટી ગ્રાઉન્ડ (GMDC  ગ્રાઉન્ડ) ખાતે વિશાળ 900 બેડની હોસ્પિટલ DRDO દ્વારા કાર્યરત કરવામાં આવી છે. 

Apr 23, 2021, 06:14 PM IST

Chhattisgarh Naxal Attack: નક્સલીઓની હવે ખેર નથી, અમિત શાહે કહ્યું- આ લડતને અંત સુધી લઈ જઈશું 

બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે છત્તીસગઢના જગદલપુર પહોંચ્યા.

Apr 5, 2021, 02:05 PM IST

GUJARAT CORONA UPDATE: ગૃહમંત્રી પ્રદીપસિંહ સહિત કુલ 2815 પોઝિટિવ, રસીકરણ છતા સ્થિતિ બેકાબુ

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 2815 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 2815 નવા કોરોના કેસ નોંધાયા છે તો બીજી તરફ 2063 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,96,713 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 94.03 ટકાએ પહોંચ્યો હતો. 

Apr 3, 2021, 08:11 PM IST

ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા કોરોના પોઝિટિવ, કાલે મોરવા હડફમાં કર્યો હતો પ્રચાર

 સમગ્ર રાજ્યમાં સતત કથળી રહેલી કોરોનાની સ્થિતી વચ્ચે રાજ્યમાં કોરોનાની સ્થિતી ખુબ જ વિકટ છે. એક પછી એક ધારાસભ્યો અને નેતાઓ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કોરોના સંક્રમિત થઇ ચુક્યા છે. તેવામાં હવે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ કોરોના સંક્રમિત થયા છે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહે આ અંગેની જાણ ટ્વિટ કરીને આપી હતી. તેમણે જણાવ્યું કે, સારવાર માટે તેઓ યુ.એન મહેતામાં હોસ્પિટલ માટે જઇ રહ્યા છે. 

Apr 3, 2021, 07:49 PM IST

Election 2021: બંગાળમાં ભાજપ 200થી વધી સીટો જીતી બનાવશે સરકારઃ અમિત શાહનો દાવો

મીડિયાને સંબોધિત કરતા શાહે આગળ કહ્યુ કે, પ્રથમ તબક્કામાં બંગાળમાં 30માંથી 26થી વધુ સીટો ભાજપ જીતી રહ્યું છે. પાર્ટી 200થી વધુ સીટો જીતી સરકાર બનાવશે. અમારી સીટો પણ વધી રહી છે અને જીતનું અંતર વધી રહ્યું છે. અસમમાં 47માંથી 37થી વધુ સીટો મળશે. 

Mar 28, 2021, 03:19 PM IST

Gandhinagar: PSI ભરતી વિવાદ અંગે ગૃહમંત્રીની મોટી જાહેરાત, જાણો શું છે સમગ્ર અપડેટ

હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા PSI અને ASI ની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ ભરતી જાહેર થતાની સાથે જ વિવાદિત થઇ ગઇ છે. આ જાહેરાતમાં અનામત અંગે કેટલાક વિવાદિત નિર્ણયો લેવામાં આવ્યા હોવાનો પણ દાવો છે. અત્રે નોંધનીય છે કે, આ જાહેરાતની સાથે જ અનામત વર્ગનાં વિદ્યાર્થીઓ દ્વારા વિધાનસભાનાં ઘેરાવની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં બંધારણ બચાવોનાં નામ સાથે કેટલાક ધારાસભ્યો પણ કુદી ગયા હતા.

Mar 23, 2021, 06:25 PM IST

Manifesto: મહિલાઓને 33 ટકા અનામત આપવાની જાહેરાત, સંકલ્પ પત્રમાં અમિત શાહની મોટી વાતો

પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી  (West Bengal Assembly Election) માટે ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્ર જાહેર કરી દીધું છે. ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એ રવિવારે કલકત્તામાં પશ્વિમ બંગાળને લઇને ભાજપના વિઝનને ગણાવનાર મેનિફેસ્ટોને જાહેર કર્યો છે.

Mar 21, 2021, 06:42 PM IST

International Womens Day: MPમાં એક દિવસ માટે ગૃહમંત્રી બની કોન્સ્ટેબલ મીનાક્ષી, જનતાની સમસ્યાઓ પર આપ્યા નિર્દેશ

મહિલા કોન્સ્ટેબલ મીનાક્ષી વર્માને મધ્યપ્રદેશની એક દિવસ માટે ગૃહમંત્રી બનાવવામાં આવી. મહિલા કોન્સ્ટેબલ મીનાક્ષી ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાના નિવાસ કાર્યાલય પર સુરક્ષામાં તૈનાત છે. 

Mar 8, 2021, 04:33 PM IST

EXCLUSIVE વાતચીતમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- 'જનતાને મોદીજી પર ભરોસો, પ.બંગાળમાં 200+ બેઠકો જીતશે ભાજપ'

EXCLUSIVE વાતચીતમાં તેમણે કહ્યું કે. મમતા બેનરજી પરિવર્તન લાવવામાં નિષ્ફળ રહ્યા છે. દેશની જનતાને મોદીજી પર પૂરેપૂરો ભરોસો છે. 

Feb 19, 2021, 02:29 PM IST

Loksabha: જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન સંશોધક વિધેયક લોકસભામાં પાસ, જાણો શું બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ

જમ્મુ-કાશ્મીરમાં મોદી સરકારના કામ ગણાવતા અમિત શાહે કહ્યુ કે, જેટલા કામ પૂર્વની સરકારોએ 4 પેઢીઓમાં કર્યા છે, એટલા કામ અમે 17 મહિનામાં કરી દીધા છે. શાહે કહ્યુ કે, જમ્મુ-કાશ્મીરમાં પરંપરાઓ બદલી રહી છે. પહેલા અહીં માત્ર ત્રણ પરિવારોના લોકો રાજ હરતા હતા, હવે અહીંના સામાન્ય લોકો શાસન કરશે. 

Feb 13, 2021, 04:21 PM IST

Jammu Kashmir ને યોગ્ય સમયે પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે: અમિત શાહ

આજે લોકસભા (Loksabha) માં બજેટ સત્રના પહેલા તબક્કાનો છેલ્લો દિવસ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન સંશોધક વિધેયક  (Jammu and Kashmir Reorganisation (Amendment) Bill, 2021) પર ચર્ચા દરમિયાન કહ્યું કે જમ્મુ કાશ્મીરના હાલાતને આપણે સમજવા પડશે. તેમણે કહ્યું કે કલમ 370 પર 17 મહિનામાં વિપક્ષ અમારી પાસે હિસાબ માંગી માંગી રહ્યો છે. હું તેમને પૂછવા માંગુ છું કે 70 વર્ષ સુધી તેમણે શું કર્યું? તેમણે વધુમાં કહ્યું કે પેઢીઓ સુધી જમ્મુ કાશ્મીર પર શાસન કરનારા જણાવે. 

Feb 13, 2021, 02:57 PM IST

Uttarakhand Flood: સુરંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા યુદ્ધસ્તરે કામ ચાલુ- અમિત શાહ

કેન્દ્રીય મંત્રી અમિત શાહે (Amit Shah) મંગળવારે રાજ્યસભા (Rajya Sabha) માં કહ્યું કે ઉત્તરાખંડમાં રવિવારે ઋષિ ગંગા નદીમાં અચાનક આવેલા પૂરના કારણે એક સુરંગમાં ફસાયેલા, NTPCના નિર્માણધીન પ્રોજેક્ટના લગભગ 35 જેટલા કર્મીઓને બહાર કાઢવાનું કામ યુદ્ધસ્તરે ચાલુ છે.

Feb 9, 2021, 03:17 PM IST

ગુજરાત કોંગ્રેસમાં કોઇ સારા નેતા જ નથી? છત્તીસગઢના ગૃહમંત્રીને નિરીક્ષક બનાવતા અનેક તર્ક-વિતર્ક

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીને પગલે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ હાઇકમાન્ડે મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસ હાઇકમાન્ડે અચાનક તામ્રધ્વજ સાહુની નિરીક્ષક તરીકે નિમણુંક કરી છે. કોંગ્રેસનાં આ નિર્ણયથી પ્રભારી રાજીવ સાતવની પાંખો કપાઇ છે. તામ્રધ્વજ સાહુ કો ઓર્ડિનેશનન કમિટી અને કેમ્પેઇન કમિટીના નિરીક્ષક બનાવાયા છે. જેને પગલે રાજીવ સાતવની પાંખો કપાઇ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. આ અગાઉ ગુજરાત કોંગ્રેસમાં આ પ્રકારની ક્યારેય નિમણુંક થઇ હતી. 

Jan 24, 2021, 09:36 PM IST