વડોદરાની મંજુસર GIDC ની એક કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે મોડી રાત્રે મેળવ્યો કાબૂ

વડોદરાના સાવલી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લગાવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે આગ લાગવાથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા

વડોદરાની મંજુસર GIDC ની એક કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે મોડી રાત્રે મેળવ્યો કાબૂ

રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરાના સાવલી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લગાવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે આગ લાગવાથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને કાબુ લીધી હતી. જો કે, હજુ સુધી આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જનહાનીના સમાચાર નથી.

વડોદરાના સાવલી વિસ્તારની મંજુસર જીઆઇડીસીમાં બાબા ડેરીની બાજુમાં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. એડવાન્સ રેઝીન નામની કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. જો કે, આ આગના પગલે આજુબાજુના ઈન્ડસ્ટ્રીયલ એકમોની વીજળી બંધ કરી દેવામાં આવી હતી. જેથી આ વિસ્તારમાં અન્ય કોઈ અઇચ્છનીય ઘટના સર્જાય નહીં.

મોડી રાત્રે આગ લાગવાથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને કાબુ લીધી હતી. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, એડવાન્સ રેઝીન કંપનીમાં આગ કયા કારણોસર લાગી હોવનું હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ આગ લાગેલી કંપનીમાં કલર બનતો હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે. જો કે, આ આગની ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news