અમદાવાદની હોસ્પિટલમાં આગ, દંપતી ભડથું થયું ને કોઈને ખબર જ ન પડી, CCTV પણ બંધ

Ahmedabad Modi Eye Care Hospital Fire : અમદાવાદના નારણપુરામાં મોદી આઈ કેર હોસ્પિટલમાં મોટી રાત્રે ભીષણ આગ.. આગમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા પતિ-પત્નીના મોત.. સવારે ફાયર બ્રિગેડને કરાઈ હતી જાણ.. 
 

અમદાવાદની હોસ્પિટલમાં આગ, દંપતી ભડથું થયું ને કોઈને ખબર જ ન પડી, CCTV પણ બંધ

Ahmedabad Modi Eye Care Hospital Fire : સપના શર્મા/અમદાવાદ : નારણપુરાની હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના બની છે. મોદી આઈ કેર હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં હોસ્પિટલમાં કામ કરતા બે કર્મચારીના મોત નિપજ્યાં છે. આગમાં પતિ પત્ની બળીને ભડથુ થઈ ગયા છે. પતિ પત્ની ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ઘટના બાદ સવારે ફાયર બ્રિગેડને જાણ કારઈ હતી. રાજસ્થાનના રહેવાસી નરેશ પારગી અને હંસા પારગી હોસ્પિટલમાં ગાર્ડની ફરજ બજાવતા હતા તેમના મોત થયાં છે. ફાયરની ટીમ હોસ્પિટલમાં પહોંચી ત્યારે બંનેની લાશ સીડી પર પડી હતી. 

નારણપુરામાં આવેલી મોદી આઈ કેર હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. આ ઘટનાની જાણ સવારે થઈ હતી. સવારે ફાયર વિભાગને સ્થાનિકોએ ઘટના વિશે જાણ કરી હતી. ત્યારે ફાયર વિભાગે સ્થળ ઉપર પહોંચી કામગીરી કરી હતી. ફાયર વિભાગની ટીમ અંદર પહોંચી ત્યારે ખબર પડી કે આગમાં પતિ-પત્નીના મોત થયાં છે. પતિ-પત્ની મૂળ રાજસ્થાની હોવાનું અને હોસ્પિટલમાં ગાર્ડમાં ફરજ બજાવતા હતા તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. ત્યારે ફાયર વિભાગે વધુ કામગીરી હાથ ધરી છે. આ બાદ FSL ની ટીમ ઘટના સ્થળે પોહોંચી વધુ તપાસ હાથ ધરી છે તેવુ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયાએ જણાવ્યું. 

હોસ્પટિલના સંચાલક અજાણ
તો બીજી તરફ, હોસ્પિટલના ડોક્ટર ધવલ મોદીએ જણાવ્યું કે, મૃતક નરેશને ફાયર સિસ્ટમ કઈ રીતે કામ કરે છે તેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. અમારી દિવસની હોસ્પિટલ હોવાથી રાત્રે અમે CCTV ચાલુ રાખતા ન હતા. કઈ રીતે ઘટના બની તેની જાણ નથી, એલાર્મ રિંગ વાગી કે નથી વાગી તેની હાલ જાણ નથી. નરેશ એક માત્ર જ રાત્રે અહીં રોકાતો હતો. 

અમદાવાદની હોસ્પિટલમાં આગ, દપંતી ભડથું થયું ને કોઈને ખબર જ ન પડી, CCTV પણ બંધ

આ પણ વાંચો : 

ઘટનાની તપાસ કરતા ACP હરીશ કણસાગરાએ કહ્યું કે, નારાયણપૂર વિસ્તારમાં આ મોદી આય કેર હોસ્પિટલ આવેલી છે. જેમાં 2 વ્યક્તિના મૃત્યુ થયા છે. નરેશ ભાઈ અને તેમના પત્નીનું મૃત્યુ થયુ છે. બંને વ્યક્તિ સીડીમાં પડ્યા હતા. વહેલી સવારે નરેશના પિતા કે જેઓ પણ અહીં કામ કરતા હતા તેમણે નરેશને કોલ કરતા સંપર્ક થયો ન હતો. હોસ્પિટલના અન્ય કર્મચારી ચીમનભાઈને કઈ અજુકતું લગતા હોસ્પિટલના પાછલા ભાગે જઈ કાચમાંથી જોતા બંને મૃતદેહ સીડીના ભાગે દેખાયા હતા. આ મામલે ફાયર વિભાગ અને પોલીસને જાણ કરતા તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં FSL અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે હાજર છે અને તપાસ ચાલુ છે. ટોરેન્ટ પાવરની ટીમ પણ તપાસ કરી રહી છે. આગ લાગી ત્યારે બંનેએ આગ બૂઝવવાનો પણ પ્રયાસ કર્યો હતો. સૌથી પહેલા મૃત્યુ પામનાર નરેશભાઈના પપ્પાએ અમને જાણકારી આપી હતી.

મૃતક નરેશના પિતા છગનભાઈએ કહ્યું કે, હું સવારે અહીં જ નોકરી કરું છું. સવારે 9:15 વાગે હું અહીં આવ્યો, ફોન કર્યો પણ ઉપાડ્યો નહી. સ્થિતિ જોઈ કઈ અજુગતું લાગ્યું. એટલામાં ચીમનભાઈ પણ આવ્યા, પાછલા ભાગે જઈ કાચમાંથી જોતા બંનેની ડેડબોડી દેખાઈ. આગ લાગવાના કારણે જ આ ઘટના બની.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news