ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે આ VIDEO, આજનો સૌથી ચર્ચાસ્પદ ડાન્સ 

ફિલ્મનું એક મસ્તીભર્યું સોંગ 'હાઉલી હાઉલી' ઇન્ટરનેટ પર છવાઈ ગયું છે. આ ગીતને લોકોએ બેહદ પસંદ કર્યું છે.

ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે આ VIDEO, આજનો સૌથી ચર્ચાસ્પદ ડાન્સ 

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર અજય દેવગન, તબુ અને રકુલ પ્રીત સિંહની કોમેડી ફિલ્મ દે દે પ્યાર દે થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મનું ગીત હાઉલી હાઉલી ઇન્ટરનેટ પર છવાઈ ગયું છે. ઇન્ટરનેટ પર આ ગીતનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે યુવાનો આ ગીત પર ડાન્સ કરીને એના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યા છે. આ ગીત પર યુએસએની દીપ બ્રાર નામની એક યુવતીનો વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ બન્યો છે. 

આ વીડિયોને Deep Brar નામની યુ ટ્યૂબ ચેનલ દ્વારા આ મહિનાની 15 તારીખે અપલોડ કરવામાં આવ્યો હતો અને આ વીડિયો અત્યાર સુધી 549,264 વાર જોવાઈ ચુક્યો છે. દીપ બ્રારે આ ગીત પર એક નાનકડા બાળક સાથે મળીને ડાન્સ કર્યો છે અને લોકોને આ આઇડિયા બહુ પસંદ પડ્યો છે. યુએસએની દીપ બ્રાર નામની યુવતી ઇન્ટરનેટ પર બહુ લોકપ્રિય છે. તે મોટાભાગે ભારતીય ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે અને તેના વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયા છે. 

સોશિયલ મીડિયા આજે એવું માધ્યમ બની ચુક્યું છે કે એની સાથે દરેક વ્યક્તિ જોડાવા ઇચ્છે છે. આ માધ્યમથી યુવાન સમગ્ર દેશ સામે પોતની ટેલેન્ટ દેખાડવામાં સફળ સાબિત થયો છે. આવા ટેલેન્ટેડ યુવાનો માટે સોશિયલ મીડિયા એક વરદાન સાબિત થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news