ઉત્તરાખંડમાં ભીષણ ભૂસ્ખલનમાં 3 ગુજરાતીના મોત, 24 કલાક બાદ દબાયેલી કાર બહાર આવતા થયો ખુલાસો

Rudraprayag Landslide : ઉત્તરાખંડ ફરવા ગયેલા 3 ગુજરાતી યુવાનનાં કેદારનાથમાં મોત... ભૂસ્ખલન બાદ પથ્થરો નીચે કાર દબાઈ જતાં અમદાવાદના 3 સહિત કુલ 5 લોકો મોતને ભેટ્યા....
 

ઉત્તરાખંડમાં ભીષણ ભૂસ્ખલનમાં 3 ગુજરાતીના મોત, 24 કલાક બાદ દબાયેલી કાર બહાર આવતા થયો ખુલાસો

Uttarakhand Landslide : ગુરુવારે રુદ્રપ્રયાગમાં ગૌરીકુંડ હાઈવે પર તરસાલી પાસે પહાડીથી ભૂસ્ખલન થયું. જેમાં ત્રણ ગુજરાતીઓના મોત નિપજ્યા છે. ભૂસ્ખલનમાં માટી નીચે દબાયેલી સ્વિફ્ટ ડિઝાયર કારની અંદરથી પાંચ મૃતદેહો કાઢવામાં આવ્યા છે. જેમાંથી ત્રણ ગુજરાતીઓ છે. તો બાકીના બે લોકો રાજસ્થાનના વતની છે. આ અકસ્માતમાં જિગર આર મોદી, મહેશ દેસાઈ, મનીષ કુમાર, મિન્ટુ કુમાર, પારિક દિવ્યાંશના મોત થયા છે. મૃતકો પાસેથી મળેલા ઓળખ કાર્ડથી તેમના નામની પુષ્ટિ થઈ છે. 

ગુરુવારે રુદ્રપ્રયાગમાં ગૌરી કુંડ પાસે હાઈવેમાં તરસાલીની પાસે એક દુર્ઘટના ઘટી હતી. પહાડીથી થયેલા ભૂસ્ખલનમાં એક સ્વિફ્ટ ડિઝાયર કાર અંદર દબાઈ ગઈ હતી. માટીને હટાવ્યા બાદ તેમાંથી પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહોનો કબજો લઈને તેને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યા છે. આ ઘટનાને કારણે કેદારઘાટીથી જિલ્લા મુખ્યાલય સુધીનો સંપર્ક કપાઈ ગયો હતો. સાથે જ કેદારનાથ યાત્રાનો માર્ગ પણ પ્રભાવિત થયો હતો. 

બે લોકો અમદાવાદના અને એક વ્યક્તિ સાણંદ પાસે રજોડા ગામના

1) જીગર મોદી - 42 વર્ષ (સરનામુ 31, વશિષ્ઠ નગર ભદૌર નગર, ઘોડાસર) 
2)મહૈશ દેસાઈ - 38 વર્ષ (સ્માર્ક પાર્ક ટેનામેન્ટ, ઈસનપુર રોડ, ઘોડાસર, અમદાવાદ) 
3) પારીક દિવ્યાંસ - 51 +વર્ષ

દુર્ઘટના બનતા જ રાહત કામગીરી ચાલુ કરાઈ હતી. બે દિવસ સુધી રસ્તો બંધ રહ્યો હતો. ગુરુવારે સાંજે 4 વાગ્યા તરસાલીની પાસે પહાડી તૂટવાને કારણે માર્ગ બંધ કરાયો હતો. તેના બાદ સ્થાનિક મેનેજમેન્ટ અને પોલીસની ટીમ, તથા એનડીઆરએફની ટીમે ઘટના સ્થળે પહોંચીને ક્ષતિગ્રસ્ત વિસ્તાર કોર્ડન કરીને રાહત કામગીરી શરૂ કરી હતી. 

ગુરુવારે સાંજે 4 વાગ્યો ગૌરીકુંડ હાઈવે પર રુદ્રપ્રયાગથી 54 કિલોમીટર આગળ તરસાલીમાં પહાડીથી મોટો પત્થર તૂટીને નીચે પડ્યો હતો. જે રસ્તા પર 60 મીટર આગળ ધ્વસ્ત થયો હતો. આ દરમિયાન હાઈવે પરથી પસાર થઈ રહેલી સ્વીફિટ કાર માટીના કાટમાળ નીચે આવી ગઈ હતી. 

કાર માટીમાં દટાઈ હોવાથી શંકા ઉપડી હતી. પંરતુ 24 કલાક બાદ જ્યારે હાઈવે પરથી માટી હટાવવામા આવી હતી, ત્યારે કારમાંથઈ પાંચ મુસાફરોને મૃત અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ ટીમે પાંચ મૃતદેહોને બહાર કાઢી તેની ઓળખ કરી હતી. જેમાં જિલ્લા અધિકારી એનએસ રજવારે જણાવ્યું કે, માટીમાં દટાઈને મૃત પામેલા મુસાફરો માંથી ત્રણ ગુજરાતના અને અન્ય બે રાજસ્થાનના રહેવાસી હતા. જેમના નામ જિગર આર મોદી, મહેશ દેસાઈ, મનીષ કુમાર, મિન્ટુ કુમાર, પારિક દિવ્યાંશ હોવાનું સામે આવ્યું છે. મૃતકો પાસેથી ઓળખ પત્ર મળી આવ્યા છે. જેમાં તેમના નામની પુષ્ટિ થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news