Game of Gujarat: જરૂર પડ્યે કોઈની પણ સાથે જઈ શકીએ છીએ-વાઘેલા
કોંગ્રેસનો સાથ છોડવાના સવાલ પર તેમણે કહ્યું કે મેં પોતે કોંગ્રેસ છોડી છે.
- જનવિકલ્પ મોરચા પાર્ટી બનાવીને ચૂંટણીના મેદાનમાં
- વાઘેલાએ કહ્યું કે કોઈ પાર્ટીમાં કાર્યકર્તાઓનું સન્માન નથી.
- હું કિંગમેકર છું- શંકરસિંહ વાઘેલા
Trending Photos
અમદાવાદ: 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર સમગ્ર દેશની નજર છે. આ ચૂંટણીને 2019ની લોકસભાની ચૂંટણીનું ટ્રેલર કહેવામાં આવી રહ્યું છે. કારણ કે લગભગ 15 વર્ષ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એવું જોવા મળી રહ્યું છે કે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી નહીં પરંતુ દેશના વડાપ્રધાન છે. ચૂંટણીના પરિણામોના 20 દિવસ પહેલા જ દેશનું સૌથી મોટું ન્યૂઝ નેટવર્ક ગુજરાત ચૂંટણી પર સૌથી મોટો શો અને સૌથી મોટી ચર્ચા લઈને આવ્યું છે. ગેમ ઓફ ગુજરાત (Game of Gujarat)ની આ ચર્ચામાં 50થી વધુ દિગ્ગજો ભાગ લઈ રહ્યાં છે. આ કાર્યક્રમ માટે ઝી ન્યૂઝે જે મંચ બનાવ્યો છે તેને બુલેટ ટ્રેનનો આકાર અપાયો છે. કારણ કે આવનારા દિવસોમાં અમદાવાદની ઓળખ બુલેટ ટ્રેનથી જ થવાની છે. આવનારા દિવસોમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન ચાલવાની છે. જેનાથી 550 કિમીનો પ્રવાસ માત્ર બે કલાકમાં પૂરો થશે.
ગેમ ઓફ ગુજરાત (Game of Gujarat)ના છઠ્ઠા સેશનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે અમે જરૂર પડી તો કોઈની પણ સાથે જઈ શકીએ છીએ. શંકરસિંહ વાઘેલા જન વિકલ્પ મોરચા સાથે ગુજરાત ચૂંટણીમાં મેદાને છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં અલગ અલગ મુદ્દાઓ છે. વોટર અનેકવાર મુદ્દાથી અલગ જઈને મત આપે છે જેનાથી ગમે તેને ફાયદો થઈ શકે છે. પરંતુ હજુ ગુજરાતમાં એવું નથી. વાઘેલાએ કહ્યું કે હું કિંગમેકર છું. પરંતુ તેઓ એમ નથી જવાબ આપતા કે ભાજપ-કોંગ્રેસમાંથી કોણ સારું? વાઘેલાએ કહ્યું કે અમે ત્રીજા વિકલ્પ તરીકે મેદાનમાં છીએ. ભાજપને ફાયદો થવાના સવાલ પર વાઘેલાએ કહ્યું કે અહીં સવાલ ફાયદો નુકસાનનો નથી. અહીં સવાલ સિદ્ધાંતોનો છે. વાઘેલાએ કહ્યું કે દેશમાં ક્યારેય કોઈ પાર્ટીમાં કાર્યકર્તાઓનું સન્માન નથી. દરેક પાર્ટીએ હાઈકમાન્ડની વાત સાંભળવાની હોય છે. કાર્યકર્તાઓની વાત કોઈ સાંભળતું નથી.
કોંગ્રેસનો સાથ છોડવાના સવાલ પર તેમણે કહ્યું કે મેં પોતે કોંગ્રેસ છોડી છે. વાઘેલા કહે છે કે ગુજરાતની રાજનીતિમાં ત્રીજા વિકલ્પની જરૂર છે. મને સફળતા મળે તે જરૂરી નથી. પરંતુ એક વિકલ્પ તરીકે હું જનતાની વચ્ચે છું. વાઘેલાએ પોતાના પુત્રના ભાજપ હેડક્વાર્ટર જવાની વાતને ખોટી ગણાવી હતી. વાઘેલાએ કહ્યું કે ભાજપે મારા પુત્રને કહ્યું કે તમે અહીં આવી શકો છે. પરંતુ તેણે ના પાડી દીધી. વાઘેલાએ કહ્યું કે બંને પાર્ટીઓ માર્કેટિંગ કરી રહી છે.
મોદી, ગુજરાત અસ્મિતાના સવાલ પર વાઘેલાએ કહ્યું કે ભાજપમાં અટલ બિહારી વાજપેયીથી મોટા કોઈ નેતા થયા નથી. તેમનાથી સારું ભાષણ આપનારા કોઈ થયા નથી. મોદીનું નામ લીધા વગર તેમણે કહ્યું કે લોકોએ હિન્દુ તૃષ્ટિકરણ કરીને સત્તા મેળવી. પહેલા 2002માં ગુજરાત રમખાણોના નામ પર લોકોને ભોળવ્યાં. ત્યારબાદ 2007માં સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના નામે અને ત્યારબાદ 2012માં અહેમદ પટેલને કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી ઉમેદવાર બનાવવાની અફવા પર લોકોના મત લીધા.
વાઘેલાએ ગુજરાતના રાજકારણમાં રૂઠી જવાના સવાલ પર કહ્યું કે હું રાજપુત છું, હું નમીને ચાલતો નથી, માથું ઊચું કરીને ચાલુ છું. આથી કોંગ્રેસ ભાજપની સામે ઝૂક્યો નહીં અને પાર્ટી છોડી દીધી. જો નમી જાત તો વધુ ચાલત.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે