લસણનો ભાવ વધતા ચોરગેંગ થઈ સક્રિય, અમદાવાદમાં લાખોના લસણની ચોરી
અત્યારે માર્કેટમાં લસણના ભાવમાં વધારો થયો છે. લસણ મોંઘુ બનતા ગૃહિણીઓ તો પરેશાન છે પરંતુ હવે ચોરગેંગ સક્રિય થઈ ગઈ છે. અમદાવાદમાં લાખો રૂપિયાના લસણની ચોરી કરવાની ઘટના બની છે.
Trending Photos
અમદાવાદઃ ચોર-લૂંટારાઓ અત્યાર સુધી તો લોકોના ઘરમાં ધાડ પાડીને ચોરી કરતા હતા. પરંતુ અમદાવાદમાં એક એવી ચોરી સામે આવી છે જેની ફરિયાદ નોંધાતાં પોલીસ પણ સ્તબ્ધ બની ગઈ છે. જી હા,,, અમદાવાદમાં ચોર ટોળકીએ 14 કટ્ટાં લસણની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. લસણના ભાવ આસમાને પહોંચતાં ચોર-ગઠિયાઓ માટે હવે લસણ એવી કોમોડિટી બની ગયું છે કે ધોળા દિવસે તેઓ લસણની ચોરી કરીને લાખોપતિ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે.
400 રૂપિયે કિલોના ભાવે વેચાતા લસણની ચોરીનાં આ દ્રશ્યો છે અમદાવાદ શહેરનાં. વિશાલા નજીક આવેલા વાસણા APMCમાં માર્કેટ રિક્ષા લઈને આવેલા આ ચોરને જુઓ. આ CCTVમાં દેખાતી ઘડિયાળ સમય બતાવી રહી છે સાંજના 6 વાગીને 21 મિનિટનો. એટલે કે ત્રીજી તારીખે રિક્ષામાં આવેલો આ ચોર ધોળા દિવસે લસણની ચોરી કરી રહ્યો છે.
ચોરે ચોરી કરેલા લસણના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ વીડિયોમાં એક રિક્ષાચોર આવે છે અને લસણ ચોરીને જતો રહે છે. તેની આસપાસ લોકો ઊભા છે અને દિવસ હોવાથી માણસોની અવરજવર થઈ રહી છે તેમ છતાં 2 ગઠિયાઓ 14 કટ્ટાં લસણ ચોરીને જતા રહ્યા. આ લસણ ચોરીની ફરિયાદ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને વેપારીએ લસણ ચોરોને પકડી પાડવાની રજૂઆત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે