સિંહ પ્રેમમીઓ માટે સારા સમાચાર, 16 ઓક્ટોબરથી ગીરમાં શરૂ થશે સિંહ દર્શન

જૂનાગઢમાં સિંહ દર્શનની શરૂઆત થતા જ લોકો સિંહ દર્શનની સાથે સાથે ગિરનારની પહાડીઓના કુદરતી નજારાને પણ માણી શકશે.

સિંહ પ્રેમમીઓ માટે સારા સમાચાર, 16 ઓક્ટોબરથી ગીરમાં શરૂ થશે સિંહ દર્શન

હનિફ ખોકર/ જુનાગઢ: સિંહ દર્શન કરવા ઇચ્છતા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. 16મી ઓક્ટોબર થી જૂનાગઢના ગિરનારના જંગલમાં પણ સિંહ દર્શનની શરૂઆત થઇ રહી છે, અને તે માટેની તમામ મંજૂરીઓ ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા આપી દેવામાં આવી છે. જૂનાગઢમાં સિંહ દર્શનની શરૂઆત થતા જ લોકો સિંહ દર્શનની સાથે સાથે ગિરનારની પહાડીઓના કુદરતી નજારાને પણ માણી શકશે. 

ગુજરાતનું જ નહિ પરંતુ દેશનું ગૌરવ એવા એશિયાઈ શિંહ માત્રને માત્ર ગીર અને ગિરનારના જંગલમાંજ વસી રહ્યો છે. ત્યારે જંગલના રાજા સિંહનીની એક ઝલક જોવા માટે દુનિયાભરના પ્રવાસીઓ ગીરના જંગલમાં આવે છે. તેમાંય અમિતાભ બચ્ચનની ખુશ્બુ ગુજરાત કી જાહેરાત અને કેમપેઇન પછી સિંહના હેડ ક્વાટર એવા સાસણ ગીરમાં પ્રવાસીઓનો ભારે ધસારો થવાના કારણે તેમજ ગુજરાતના પ્રવાસના ઉદ્યોગના વિકાસ માટે ગુજરાત સરકારે જૂનાગઢમાં પણ સિંહ દર્શનની શરૂઆત કરવાનું આયોજન કર્યું છે અને તે માટેની તમામ મંજૂરીઓ આપી દેવામાં આવી છે.

પ્રવાસીઓ સાસણ ગીરમાં વર્ષોથી સિંહ દર્શન કરી રહ્યા છે. તેવીજ રીતે એક મહિના પછી જૂનાગઢમાં પણ ગિરનારના જંગલમાં જીપ્સીમાં બેસી સિંહ દર્શન કરી શકશે. તે માટે જૂનાગઢના સક્કરબાગમાં રિસેપશન સેન્ટર બનાવવામાં આવશે અને સક્કરબાગના પાછળના ભાગમાંથી સીધાજ ઇન્દ્રેશ્વર રાઉન્ડમાં પ્રવેશ કરી ત્યાંથી જાંબુડી, પાતૂરણ અને જીણાબાવાની મઢી વિસ્તારના જંગલના રસ્તાઓને રૂટમાં સમાવી લેવામાં આવ્યા છે. સફારી માટે પ્રવાસીઓ ફક્ત ઓનલાઇન બુકીંગ કરી શકશે અને તે માટે સવારે 5 જીપ્સી સવારે 6 થી 9 અને સાંજના 5 જીપ્સી 3 થી 6 વાગ્યા સુધી જંગલમાં ફરી ગિરનારના જંગલની જૈવિક વિવિધતાની મજા માણી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news