જૂનાગઢ

જૂનાગઢ : ડેમમાં ડૂબી રહેલા યુવકને મહિલાઓએ દુપટ્ટો નાંખીને બચાવ્યો

હાલ ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે ચોમેર વરસાદ છે. ભારે વરસાદે તારાજી સર્જી છે. વાવાઝોડાને કારણે જે જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે, તેમાં જૂનાગઢ જિલ્લો પણ સામેલ છે. ત્યારે જૂનાગઢમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જૂનાગઢના ફેમસ વિલિંગ્ડન ડેમમાં ન્હાવા પડેલા એક યુવકનો જીવ સ્થાનિક લોકોએ બચાવ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યો છે. 

Sep 30, 2021, 02:59 PM IST

જૂનાગઢનો 7 વર્ષથી ગાયબ મોહિત મુંબઈથી મળ્યો, DYSP જુગલ પુરોહિતે કરેલી તપાસ આખરે રંગ લાવી

માંગરોળના સુખી સંપન્ન પરિવારનો દીકરો 2014 થી અચાનક ગુમ થયો હતો. પણ 7 વર્ષના વહાણ વિત્યા બાદ દીકરો મુંબઈથી મળી આવ્યો છે. ત્યારે જૂનાગઢનો મોહીત મળી આવતા તેના ઘરે હરખની હેલી ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો છે. મોહિત મળી આવતા પરિવાર દ્વારા સ્વાગત કાર્યક્રમ યોજી ખુશી મનાવી હતી. પરંતુ મોહિતને પરત ઘરે લાવવામા પોલીસનો મોટો રોલ છે. કાયદા પ્રમાણે પોલીસ તેને મૃત જાહેર કરવાની હતી, પરંતુ તે પહેલા જ ડીવાયએસપી જુગલ પુરોહિતે 7 વર્ષ બાદ મોહિતને શોધી કાઢ્યો હતો. 

Sep 24, 2021, 03:52 PM IST

6 સિંહના બદલામાં ગુજરાતને મળ્યો ‘ઈલેક્શન’ ગેંડો, જૂનાગઢનું બિહાર સાથે એનિમિલ એક્સચેન્જ

ગુજરાત પાસે સિંહો (Asiatic lions) નો ખજાનો છે. ત્યારે ગુજરાત મોટાપાયે એનિમલ એક્સચેન્જ કરે છે. ત્યારે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ગુજરાતમાં 6 સિંહોના બદલામાં બિહારથી એક ગેંડો આવ્યો છે. બિહારના ઝૂ સાથે એક્સચેન્જ પ્રોગ્રામમાં 6 ગુજરાતથી 6 સિંહ મોકલવામાં આવ્યા છે, તેની સાથે એક ગેંડો લાવવામાં આવ્યો છે. બિહારથી લાવવામા આવેલ આ ગેંડાને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મૂકવામાં આવશે. 

Sep 23, 2021, 12:33 PM IST

જૂનાગઢનો અરેરાટીભર્યો કિસ્સો : દીકરાને પારણામાં જ મોત આપીને માતાએ તેની બાજુમા ગળે ફાંસો ખાધો 

જૂનાગઢના કેશોદમાં અરેરાટીભર્યો કિસ્સો (crime news) બન્યો છે. 30 વર્ષની માતાએ મોત વ્હાલુ કરતા પહેલા પારણામાં સૂઈ રહેલા એક વર્ષના દીકરાને પણ મોત આપ્યુ હતું. પતિ બહારગામ ગયા હોવાથી એકલતામાં પરિણીતાએ પુત્રને મારી નાંખ્યો હતો, અને બાદમાં પોતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

Sep 8, 2021, 02:10 PM IST

જન્માષ્ટમીએ જૂનાગઢની સરકારી તિજોરી છલકાઈ, પ્રવાસીઓએ કરાવી કરોડોની આવક

જન્માષ્ટમીની રજાઓમાં ગુજરાતભરના લોકો જાણે ઘરની બહાર નીકળી પડ્યા હોય તેમ પ્રવાસન સ્થળો પર ભીડ જોવા મળી હતી. જન્માષ્ટમી (janmastami) એ આવેલા મિની વેકેશનમાં લાંબા સમય બાદ પ્રવાસન સ્થળો પર માનવ મહેરામણ ઉમટ્યુ હતું. આવામાં સરકારી તિજોરી પણ છલકાઈ ગઈ છે. જન્માષ્ટમીમાં જુનાગઢ (Junagadh) જિલ્લાને સૌથી વધુ પ્રવાસીઓ મળ્યા હતા. સાતમ-આઠમના તહેવાર પર 2.60 કરોડની આવક થઈ છે. જેથી કહી શકાય કે જન્માષ્ટમીનો તહેવાર જૂનાગઢને ફળ્યો છે. 

Sep 2, 2021, 11:12 AM IST

‘રબારી-ભરવાડ-ચારણ સમાજના વિદ્યાર્થીઓ માટે બલિદાન આપું છું...’ કહીને સરકારી કર્મચારીએ કરી આત્મહત્યા

જૂનાગઢ (junagadh) ના કેશોદમાં પાણી પુરવઠા ઓફિસમાં પટાવાળાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. કરસનભાઈ ચાવડા નામના પટાવાળાની લાશ પુરવઠા ઓફિસની અગાસી પરથી મળી આવી છે. જોકે, સમગ્ર ઘટનામાં તેમના મૃતદેહ પાસેથી મળેલી સ્યૂસાઈડ (suicide) નોટે ચર્ચા જગાવી છે. તેમની સ્યૂસાઈડ નોટમાં લખ્યુ છે કે, ‘મારા ઘરના અને ઓફીસ વાળાને હેરાન ન કરતાત. રબારી, ભરવાડ અને ચારણ સમાજને અને તેના વિદ્યાર્થીઓને સરકાર હેરાન કરે છે અને રબારી ભરવાડ અને ચારણ સમાજ માટે બલિદાન આપું છું.'

Sep 1, 2021, 08:38 AM IST

JUNAGADH પહોંચી જનઆશીર્વાદ યાત્રા, મનસુખ માંડવીયાએ માં અંબાના આશીર્વાદ લીધા

* જૂનાગઢમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની જન આશિર્વાદ યાત્રા પૂર્ણ
* જન આશિર્વાદ યાત્રાના બીજા દિવસે મનસુખ માંડવીયાએ માઁ અંબાજીના દર્શન કર્યા
* જીલ્લાના ગામોમાં યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરાયું
* ચાંપરડા બ્રહ્માનંદ આશ્રમ ખાતે સ્વાગત સન્માન બાદ સભાને સંબોધન કર્યું

Aug 20, 2021, 08:23 PM IST

જૂનાગઢ પરેડમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા, ASI માતાની Dysp દીકરાને સલામી

માતાપિતા માટે સૌથી ગર્વની લાગણી ત્યારે થાય છે જ્યારે તેમના સંતાનો સફળતાના શિખર પર બેસેલા હોય છે. સંતાનોની સફળતા જોતા જ માતાપિતા ભાવુક થઈ જતા હોય છે. આવા જ દ્રશ્યો જુનાગઢમાં જોવા મળ્યા છે. જૂનાગઢ પોલીસ (Gujarat Police) માં ફરજ બજાવતા મહિલા ASI એ પોતાના Dysp પુત્રને પરેડ દરમિયાન સલામી આપી હતી. પુત્ર પણ આ દ્રશ્યો જોઈ ભાવુક થયો હતો. 

Aug 18, 2021, 12:34 PM IST

Junagadh: કરોડોની હુંડીયામણ લાવી આપતો ઉદ્યોગ ડીઝલમાં ભાવ વધારાને કારણે મરણપથારીએ

દેશને વર્ષે કરોડોનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતો મત્સ્યોદ્યોગ મુશ્કેલીમાં માચ્છીમારોના કરોડો રુપીયા નિકાસકારો પાસે તો નિકાસકારોના કરોડો રુપીયા ચાઇનામાં ફસાતા મત્સયઉઘોગ મુકાયો મુશ્કેલીમાં મુકાયા છે. આર્થીક કટોકટીનો સામનો કરતા માચ્છીમારો ફીશીંગ બોટ શરુ કરવા અંગે ચીંતીત છે. મત્સ્યોદ્યોગ ઠપ્પ થવાની કગાર પર છે. ગુજરાતની 25 હજાર ફિશિંગ બોટો પર નિર્ભર લાખો લોકોની રોજગારી પર તોળાતો ખતરો છે. કુદરતી આફતો, કોરોના અને ડીઝલના અસહ્ય ભાવવધારાએ માછીમારોની કમર ભાંગી નાખી હતી. વેરાવળ ખાતે માછીમાર આગેવાનોની યોજાઈ ચિંતન બેઠક. દેશને હજારો કરોડનું વિદેશી હુંડીયામણ કમાઇ આપતો મત્સયઉઘોગ મરણપથારીએ છે. 

Jul 18, 2021, 06:34 PM IST

જૂનાગઢમાં આ વર્ષે નહિ નીકળે, પણ જગન્નાથ મંદિરમાં તમામ વિધિ પરંપરાગત રીતે કરાશે

 • જૂનાગઢમાં જગન્નાથજી મંદિર ખાતે વિષ્ણુયાગ યજ્ઞ કરવામાં આવ્યો
 • જૂનાગઢમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી નથી મળી
 • મંદિરમાં પરંપરા મુજબ સેવાપૂજા કરવામાં આવી
 • મર્યાદિત લોકો દ્વારા મંદિરમાં સેવાપૂજા, ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે

Jul 11, 2021, 03:57 PM IST

JUNAGADH મા સાધુએ યોગ કરીને સ્થાપ્યો વર્લ્ડ રેકોર્ડ, સતત 2 કલાક સુધી કર્યું શિર્ષાસન

* જૂનાગઢના સાધુએ સૌથી લાંબા સમય સુધી યોગાસનો કરી વિક્રમ સ્થાપિત કર્યો
* પદ્માસન અને શિર્ષાસન સાથે પદ્માસન કરીને વિક્રમ સ્થાપિત કર્યો
* એક કલાક સુધી પદ્માસન અને બે કલાકથી વધુ શિર્ષાસન સાથે પદ્માસનનો વિક્રમ
* 66 વર્ષીય ઉદાસીન મહંત શ્રી બિરલાદાસજીને મેડલ સાથે પ્રમાણપત્ર એનાયત

Jul 10, 2021, 10:39 PM IST

રાજકોટ બાદ જૂનાગઢમાં ત્યજી દેવાયેલુ બાળક મળ્યું, કોઈ પાપ છુપાવવા ઝાડીમાં મૂકીને ગયું

ગુજરાતમાં લોકો માનવતા નેવે મૂકી રહ્યાં છે. બાળકો ત્યજી દેવાના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. રાજકોટ બાદ હવે જૂનાગઢમાં બાળકને તરછોડી દેવાનો બનાવ બન્યો છે.

Jul 6, 2021, 11:24 AM IST

ઉંચો ગઢ ગિરનાર વાદળોથી વાતો કરે છે, ચોમાસામાં એવુ રૂપ ધારણ કરે છે કે આંજો અંજાઈ જાય

જૂનાગઢના ગિરનારની પર્વતમાળામાં ચોમાસામાં પ્રકૃતિનું રૂપ સોળે કળાએ ખીલે છે. ચોમાસા દરમિયાન ગિરનાર ક્ષેત્રમાં પ્રકૃતિનો અનોખો નજારો જોવા મળે છે

Jul 4, 2021, 02:09 PM IST

ગિરનાર રોપ-વેને માય કેર ઈન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટ સર્ટિફિકેટ મળ્યું

 • ગિરનાર રોપવેને મળ્યું માય કેર ઈન્ફેક્શન રીસ્ક મેનેજમેન્ટ સર્ટિફિકેટ
 • ઉષા બ્રેકો કંપની નેધરલેન્ડની ડીએનવી કંપની દ્વારા સર્ટીફીકેટ મેળવનારી ભારતની પ્રથમ રોપવે કંપની બની

Jul 3, 2021, 01:07 PM IST

VADODARA: દેશનો સૌપ્રથમ રોડ સોલાર પ્રોજેક્ટ, 14 લાખ યુનિટ વીજ ઉત્પાદન કરશે

શહેરના હાર્દ સમા દાંડિયા બજાર-અકોટા બ્રિજ ઉપર રૂપિયા 27.4 કરોડના ખર્ચે તૈયાર થયેલ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટનું રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલ ઈ લોકાર્પણ કર્યું હતું. જેનાથી પાલિકાને વીજ બીલમાં વર્ષે 87 લાખનો ફાયદો થશે. વડોદરાના હાર્દ સમા દાંડિયા બજાર ચાર રસ્તાથી અકોટા તરફ જવાના રેલવે બ્રિજ ઉપર રૂપિયા 27.4 કરોડના ખર્ચે રૂફ ટોપ સોલાર પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. સાડા ચાર વર્ષમાં તૈયાર થયેલ રૂફટોપ સોલાર પ્લાન્ટનું રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે સયાજીનગર ગૃહમાંથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરી વડોદરાવાસીઓને અર્પણ કર્યું. રૂફ ટોપ સોલાર પ્લાન્ટની વિશેષતા એ છે કે, આ રૂફટોપ સોલાર પ્લાન્ટ 982.8 કિલો વોટ વીજળી ઉત્પન્ન કરશે. એટલે કે, પ્રતિદિન 3930 યુનિટ વીજળી જનરેટ થશે. અને એક વર્ષમાં 14.34 લાખ યુનિટ વીજળી જનરેટ થશે. જનરેટ થનાર વીજળીનો ઉપયોગ વડોદરા મહાનગર સેવા સદનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ તેમજ વારસીયા વિસ્તારમાં આવેલ રાજીવનગર સુએઝ પમ્પીંગ સ્ટેશન અને અટલાદરા સુએઝ પમ્પીગ સ્ટેશન ખાતે ઉપયોગમાં લેવામાં આવશે. 

Jul 1, 2021, 08:32 PM IST

ગુજરાતનો આંદોલનકારી ચહેરો અને લડાયક નેતા પ્રવીણ રામ AAP માં જોડાયા

જન અધિકાર મંચના લડાયક નેતા પ્રવીણ રામે આજે આમ આદમી પાર્ટી (AAP) નો ખેસ ધારણ કર્યો છે. જૂનાગઢના મનોરંજન સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં પ્રવીણ રામે આપનુ ઝાડુ પકડ્યુ છે. દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સાથેની બેઠક બાદ ગુજરાત પ્રભારી અને સ્થાનિક નેતાઓની હાજરીમાં આંદોલનકારી નેતા પ્રવીણ રામ (Pravin Ram) આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. 

Jun 29, 2021, 12:38 PM IST

હવે ગુજરાતના ખેડૂતો વિશ્વભરમાંથી માહિતી મેળવશે, જૂનાગઢ કૃષિ યુનિ.માં રેડિયો મોબાઈલ એપ શરૂ થઈ

 • સમગ્ર વિશ્વમાં કૃષિ સબંધિત માહિતી ખેડૂતો મેળવી શકે તેવી એપ લોન્ચ કરવામાં આવી
 • જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયની માન્યતા સાથે આધુનિક રેડિયો સ્ટેશન કાર્યરત છે

Jun 27, 2021, 05:05 PM IST

જે વૃક્ષ વર્ષે 25 હજાર જેટલી કમાણી કરી આપે છે તેની ખેતી તરફ વળ્યા જૂનાગઢના ખેડૂતો

 • જૂનાગઢની બજારમાં રાવણાંની ભરપુર આવક થઈ છે
 • જૂનાગઢથી મોટા શહેરોમાં રાવણાંની થાય છે નિકાસ
 • ઔષધીય ગુણો ધરાવતાં રાવણાંની છે જબરી માંગ
 • ડાયાબિટીસ જેવા રોગો માટે અત્યંત ગુણકારી છે રાવણાં
 • રાવણાંનું એક વૃક્ષ વર્ષે દહાડે 25 હજારની કમાણી કરાવે છે

Jun 26, 2021, 12:06 PM IST

આ કાશ્મીર નથી ગુજરાત છે, વરસાદ આવતા જ સર્જાયું સ્વર્ગીય વાતાવરણ

જિલ્લામાં ત્રણ દિવસ પૂર્વે જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ચુકી છે. ત્યારે ગીરનાર અને આસપાસના વિસ્તારમાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી છે. ગીરનાર અને આસપાસનાં વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે. રોપવે સેવાના કારણે કુદરતી સૌદર્યને નજીકથી માણવા ઇચ્છતા પ્રવાસીઓને વધારે તક મળે છે. 

Jun 21, 2021, 12:38 AM IST

JUNAGADH ની બે બહેનો ઇઝરાયેલ આર્મીમાં જોડાઇ, બંન્નેને મળ્યું ઉંચુ સ્થાન

જિલ્લાના માણાવદર તાલુકાના નાનકડા કોઠડી ગામના મુળ વતની એવો મેર પરિવાર હાલ ઇઝરાયેલમાં સ્થાયી થયો છે અને ત્યાં કરિયાણાના સ્ટોરનો વ્યવસાય કરે છે. આ પરિવારની બે દીકરીઓએ વિશ્વની શક્તિશાળી ગણાતી ઇઝરાયેલની સેનામાં સ્થાન મેળવીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. 

May 30, 2021, 05:02 PM IST