asiatic lion

ગોંડલના દેરડી કુંભાજી ગામે સિંહ પરિવારના ધામા, 3-4 સિંહ હોવાનું અનુમાન

ચોટીલાના(Chotila) ડુંગરોમાં જોવા મળ્યા પછી હવે સિંહ ગોંડલના(Gondal) દેરડી કુંભાજી ગામે જોવા મળ્યા છે. ગઈકાલે આ સિંહોએ(Lion Attack) રખડતી 10થી 15 ગાયના(Cow) ટોળા પર હુમલો કર્યો હતો, જેમાં 2 ગાયના મોત થયા હતા અને 1 ગંભીર રીતે ઘાયલ થઈ હતી. 

Dec 20, 2019, 11:13 PM IST

દીપડાનો હાહાકારઃ રેવેન્યુ વિસ્તારમાં પકડાયેલા દીપડાઓને રેડીયો કોલર લગાવવાનો નિર્ણય

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી 'સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડ'ની 18મી બેઠકમાં વન્ય જીવોને સંબંધિત ચાર મહત્વનાં નિર્ણયો લેવાયા 

Dec 12, 2019, 05:44 PM IST

VIDEO - સિંહની પજવણીઃ ગીરના બે ડાલામથ્થાને પરેશાન કરતો વીડિયો વાયરલ

ધારી(Dhari) ગીર પૂર્વના(Gir East) વીરપુરથી ગઢીયા વચ્ચેનો વીડિયો(Video) હોવાનું અનુમાન. સિંહોથી માત્ર 5થી 10 ફૂટના અંતરે તેમની પાછળ કાર દોડાવામાં આવી છે. વન વિભાગે વાહનચાલકને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી.

Dec 3, 2019, 09:10 PM IST

ગીર : મુસાફરોને મીઠાઈ ખવડાવીને પહેલી જિપ્સી જંગલમાં રવાના કરાઈ, આજથી સિંહદર્શન શરૂ

ગીર અભયારણ્ય (Gir Santuary) આજથી સહેલાણીઓ માટે ખુલ્લું મૂકાયા છે. ગીરના રાજા એવા સિંહ (Gir Lions)નું વેકેશન પુરું થતાં આજથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી જશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓ (Wildlife) નો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે જથી પ્રવાસીઓ સિંહના દર્શન (Gir Forest) કરી શકશે. નાયબ વન સંરક્ષક ડૉ. મોહન રામે લીલી ઝંડી આપી સફારી જિપ્સીને જંગલમાં રવાના કરી હતી. ત્યારે આ વર્ષની ગીર ટુરના ખાસિયત એ રહેશે કે, આ વખતે જંગલમાં પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ માટે વન વિભાગ તરફથી પાણીની બોટલ આપવામાં આવશે. 

Oct 16, 2019, 09:11 AM IST

સિંહ દર્શન : પ્રવાસીઓ માટે બંધ થયેલા ગીર જંગલના દરવાજા ચાર મહિના બાદ આવતીકાલથી ખુલ્લા થશે

ગીર અભયારણ્ય આવતીકાલે 16 ઓક્ટોબરથી સહેલાણીઓ માટે ખુલ્લું મુકી દેવાશે. ગીરના રાજા એવા સિંહનું વેકેશન પુરું થતાં આવતીકાલથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી જશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓનો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે આવતીકાલથી પ્રવાસીઓ સિંહના દર્શન કરી શકશે. 

Oct 15, 2019, 09:26 AM IST

Video : દીપડાના બચ્ચાંને હેરાન કરતા 4 યુવકોની માહિતી આપનારા માટે વનવિભાગે ઈનામની જાહેરાત કરી

સિંહની પજવણી બાદ હવે ગુજરાતના જંગલોમાં દીપડાની પજવણી થઈ રહી છે, જેનો વીડિયો સામે આવતા જ વન વિભાગ દોડતું થયું છે. 4 થી વધુ યુવાનો દ્વારા દીપડાના બચ્ચાને પકડીને તેની પજવણી કરાઈ રહી છે. યુવકોએ દીપડાના બચ્ચાને બોચીથી બિન્દાસ્ત પકડ્યું છે અને તેની સાથે ગમ્મત કરી રહ્યા છે. ત્યારે આ મામલે રાજ્યભરના પ્રાણીપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. તો બીજી તરફ, ગીર ફોરેસ્ટ ટાસ્ક ફોર્સ દ્વારા પજવણી કરનારા યુવકોને શોધનારાને 25 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. 

Oct 14, 2019, 01:27 PM IST

ઉનામાં સિંહ યુગલની પજવણી કરતો વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ

વહેલી પરોઢે સિંહ યુગલ સડક પર પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ કાર ચાલકે તેમની પાછળ કાર દોડાવી, લાઈટ મારીને સિંહ યુગલને કર્યું પરેશાન 
 

Sep 5, 2019, 06:30 PM IST

ધારીના જંગલમાં જામ્યો પાંજરાના સિંહ અને જંગલના સિંહ વચ્ચે જંગ

ગીરનું જંગલ વહેલી સવારે સિંહોની ડણકથી ગાજી ઉઠ્યું, થોડા સમય પછી ગીરના સિંહ જંગલમાં જતા રહેતાં મામલો પડ્યો શાંત 
 

Aug 20, 2019, 07:45 PM IST

સરકારે સ્વિકાર્યું: રાજ્યમાં 2 વર્ષમાં 222 જેટલા એશિયાઈ સિંહના થયા મોત

રાજ્યમાં ચાલી રહેલા વિધાનસભાના ચોમાસા સત્રમાં સરકારે સ્વિકાર્યો કે રાજ્યમાં છેલ્લા 2વર્ષમાં 222 જેટલા એશિયાઇ સિંહોના મોત થયા છે. ગત બે વર્ષમાં 52 સિંહ તથા 74 સિંહણો અને 90 બચ્ચાઓના મોત  અને 6 વણખોવાયેલા સહિત એમ કુલ 222 સિંહોના મોત થયા છે. 
 

Jul 16, 2019, 07:31 PM IST

ગીરના સિંહોને મળશે ભાવનગરમાં પણ સારવાર, શરૂ થયું લાયન કેર સેન્ટર

ગીરના જંગલોમાં વસવાટ કરતા એશિયાટિક સિંહોનું નવું ઘર એટલે ભાવનગર જીલ્લો, ભાવનગર જીલ્લામાં સિંહોને અનુકુળ આબોહવા અને ભૌગોલિક સ્થિતિ હોય અહી મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરી રહ્યા છે. ત્યારે તેમની સારવાર અને દેખરેખ માટે ભાવનગર જીલ્લામાં એશિયાટિક લાઈન કેરનો આજથી વનમંત્રી ગણપતસિંહ વસાવાએ પ્રારંભ કરાવ્યો હતો.

Jun 10, 2019, 07:27 PM IST

ગીર ગઢડા વિસ્તારમાં 5 વર્ષના સિંહનું મોત, વન વિભાગ થયું દોડતુ

જૂનગઢના ગીરગઢડા વિસ્તારમાં વધુ એક સિંહનું મોત થતા ફોરેસ્ટ વિભાગ દોડતું થયું છે. પાંચ વર્ષીય સિંહની લાશ મચ્છુન્દ્રી નદીના કાંઠે મળી હતી. સિંહનું શંકાસ્પ્રદ હાલતમાં મોત થતા વનવિભાગના તમામ અધિકારીઓ ઘડના સ્થળે પહોંચ્યા હતા. ગત બે દિવસમાં બે સિંહોનું મોત થતા વનવિભાગમાં હડકંપ મચી ગઇ હતી. 
 

Jun 3, 2019, 11:06 PM IST

ગીરનારના એશિયાઇ સિંહ કર્ણાટક અને આંધ્રમાં જશે, ગુજરાતને મળશે ‘વાઇટ ટાઇગર’

એનિમલ એક્સ્ચેન્જ પ્રોગ્રામ અન્વયે ગુજરાતમાંથી કર્ણાટક-આંધ્રપ્રદેશને સિંહની જોડી આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. હવે ગુજરાતમાં પણ બંગાલનો વાઇટ ટાઇગર આવશે. અને ગુજરાતના એશિયાઇ સિંહ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં એનિમલ એક્સ્ચેન્જ હેઠળ એશિયાઇ સિંહને મોકલાવામાં આવશે.

May 31, 2019, 11:24 PM IST

ખાંભા રેન્જ વચ્ચે ડુંગરોમાં સિંહએ કર્યો ગાયનું મારણ, નિહાળવા જનમેદની ઉમટી

ખાંભા-કુંડલા રેન્જ વચ્ચેના ડુંગરો પર સિંહોએ કરેલા મારણ નિહાળવા જનમેદની ઉમટી પડી હતી. ખાંભા રેન્જ વચ્ચેના ડુંગરો પર પાંચ જેટલા સિંહોએ એક ગાયનું મારણ કર્યું હતું. જે મિજબાની માણી રહ્યા હતા તે દરમિયાન લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

May 20, 2019, 09:10 PM IST

રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે રોજગાર મેળવવો હોય તો આ કોર્સમાં જોડાઓ

ગુજરાત યુનિવર્સિટી દ્વારા 'ડિપ્લોમા ઈન ટૂરીઝમ' નામનો એક સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે, જેના દ્વારા યુવાનો ક્વાલિફાઈડ ગાઈડ તરીકે નોકરી મેળવી શકશે 
 

May 3, 2019, 09:56 PM IST

અમરેલી: ગરમીથી ત્રાહિમામ થયેલા સિંહોના પાણીના કૃત્રિમ પોઇન્ટ પર ધામા

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગુજરાતના લોકો ત્રાહિમામ પોકારી શક્યા છે. અમરેલીના જંગલોમાં વસી રહેલા એશિયાઇ સિંહો પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. અને ગરમીથી બચવા માટે સિંહો પણ વનતંત્ર દ્વારા બનાવામાં આવેલા કૃત્રિમ પોઇન્ટ પર સિંહોના ધામા જોવા મળ્યા હતા. 
 

Apr 13, 2019, 05:53 PM IST
Una Lion Died near Rajapara PT37S

ઊનામાં વધુ એક સિંહનું મોત

Una Lion Died near Rajapara

Feb 25, 2019, 11:50 PM IST
Lion attack youth in Junagadh PT1M45S

કેશોદમાં સિંહનો યુવક પર હુમલો

Lion attack youth in Junagadh

Feb 21, 2019, 11:15 PM IST
Lions Gang hunts in Una PT19S
Lion Reaches in Porbandars Madhopur Villege PT47S

પોરબંદરના માધોપુરમાં પહોંચી ગયા સિંહ

Lion Reaches in Porbandars Madhopur Villege

Feb 12, 2019, 10:10 PM IST