ખુશખબર: ગુજરાતમાં વેક્સિન માટેના ધક્કા ટળશે, મોદી સરકાર આપશે આટલા લાખ ડોઝ

એક સમયે ગુજરાતમાં કોરોનાના કેસો સિંગલ આંકડામાં આવતા વેક્સિનેશનની પ્રકિયા સાવ ધીમી થઈ ગઈ હતી. લોકો પણ પ્રિકોશન ડોઝ લેવા માટે સાવ બેદરકારી દાખવતા હતાં. પરંતુ કોરોનાના નવા વેરિયન્ટની જાણ થતાં જ ગુજરાતમાં વેક્સિન લેવા માટે લોકો પડાપડી કરી રહ્યાં છે.

ખુશખબર: ગુજરાતમાં વેક્સિન માટેના ધક્કા ટળશે, મોદી સરકાર આપશે આટલા લાખ ડોઝ

ગાંધીનગર: વિશ્વમાં કોરોનાનો નવો વેરિઅન્ટ ફરી હાહાકાર મચાવી રહ્યો છે. રવિવારે પૂરા થયેલા સપ્તાહમાં દેશમાં કોરોનાના 1526 નવા કેસ નોંધાયા છે, જે અગાઉના સપ્તાહના 1219 કરતા 25 ટકા વધુ છે. કોરોનાના કેસો જોઈને લોકોની ચિંતા વધી ગઈ છે. આ સાથે, Omicron વેરિઅન્ટના સબ-વેરિઅન્ટ XBB.1.5ના કેસ પણ ભારતમાં વધ્યા છે. આ એ જ પ્રકાર છે જેના 40 ટકા કેસ અમેરિકામાં આવી રહ્યા છે.  

એક સમયે ગુજરાતમાં કોરોનાના કેસો સિંગલ આંકડામાં આવતા વેક્સિનેશનની પ્રકિયા સાવ ધીમી થઈ ગઈ હતી. લોકો પણ પ્રિકોશન ડોઝ લેવા માટે સાવ બેદરકારી દાખવતા હતાં. પરંતુ કોરોનાના નવા વેરિયન્ટની જાણ થતાં જ ગુજરાતમાં વેક્સિન લેવા માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે હવે વધુ એક લહેરના ભણકારા પણ વાગવાના શરુ થઈ ગયા છે. આ વખતે આગમી 40 દિવસ ગુજરાત માટે મહત્વપૂર્ણ સાબિત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં પણ કોરોના વેક્સિનના નવા ડોઝની ફાળવણી થશે તો વેક્સિન લેનારને કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને વેક્સિન આપવા માટે તૈયારી દર્શાવી છે. ગુજરાતના આરોગ્ય વિભાગને વધુ 6 લાખનો નવો જથ્થો મળશે. પ્રિકોશનરી ડોઝ લેનારાની સંખ્યા વધતા રાજ્યને નવા ડોઝ મળશે. કોવિશિલ્ડના 5 લાખ જ્યારે કોવેક્સિનના 1 લાખ ડોઝ મળશે.

તાજેતરમાં જ આરોગ્ય મંત્રીએ મોકડ્રિલ બાદ જણાવ્યું હતું કે, સરકારે કેન્દ્ર પાસે વેક્સિનના જથ્થાની માંગ કરી છે. જે ટુંક સમયમાં મળી જશે અને સરકાર ફરીવાર પ્રિકોશન ડોઝ માટેની ડ્રાઈવ શરૂ કરી દેશે. દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાના કેસમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. મહારાષ્ટ્રમાં આ અઠવાડિયે 168 નવા કેસ નોંધાયા છે, જ્યારે ગયા અઠવાડિયે 172 કેસ નોંધાયા છે. દિલ્હીમાં 81 કેસ નોંધાયા છે, જે ગયા સપ્તાહે 72 હતા. બીજી તરફ રાજસ્થાનમાં ગયા અઠવાડિયે કોવિડના 81 કેસ ઘટીને 48 થઈ ગયા છે. આ રાજ્યો સિવાય તમામ રાજ્યોમાં 50થી ઓછા કોરોના કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાના કેસો હવે નહીંવત પ્રમાણમાં આવી રહ્યાં છે. ગઈકાલે કોરોનાના 2 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 1 કેસ અને મહેસાણામાં 1 વ્યક્તિ કોરોનાના સંક્રમણનો ભોગ બની છે. બીજી બાજુ ગઈકાલે રાજ્યના 31 જિલ્લાઓમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાના કુલ 36 એક્ટિવ કેસો છે. છેલ્લા 24 કલાકમાં 46,00 લોકોએ કોરોના પ્રતિરોધક વેક્સિન લીધી હોવાનું પણ સામે આવ્યું છે. 

વિશ્વમાં કોરોનાના વધતા કહેર વચ્ચે ગુજરાતમાં  કોરોનાથી સજા થવાનો દર 99.13 ટકા છે. અત્યાર સુધીમાં 12,66,499 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  ખાસ કરીને વેક્સિનને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના મોટા શહેરોમાં જથ્થો પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી શકે છે. કારણ કે આ શહેરોમાં વિદેશમાંથી તથા અન્ય રાજ્યમાંથી આવતા મુસાફરોની સંખ્યા વધુ હોય છે.

એક્સબીબી તે ઓમિક્રોનના સબ વેરિઅન્ટ બીએ.૨નું કોમ્બિનેશન છે.  જે ભારત ઉપરાંત દુનિયાના ૩૪ દેશોમાં ફેલાઇ ચુક્યો છે. ઓમિક્રોનના જેટલા પણ સબ વેરિઅન્ટ સામે આવ્યા તેમાં આ એક્સબીબી.૧.૫ સબ વેરિઅન્ટ સૌથી ખતરનાક માનવામાં આવે છે. ગુજરાતમાં અગાઉ સામે આવેલા બીએફ.૭ વેરિઅન્ટથી પીડિત દર્દીઓના સેંપલ લેવામાં આવ્યા હતા તેની ચકાસણીમાં સામે આવ્યું કે તેમાં આ ખતરનાક એક્સબીબી.૧.૫ વેરિઅન્ટના લક્ષણો પણ જોવા મળ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news