રાજકોટમાં ગોરસ લોકમેળાનો પ્રારંભ, પાંચ દિવસમાં 15 લાખ લોકો આવવાનો અંદાજ

રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે આ મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 
 

 રાજકોટમાં ગોરસ લોકમેળાનો પ્રારંભ, પાંચ દિવસમાં 15 લાખ લોકો આવવાનો અંદાજ

રાજકોટઃ રાજકોટમાં વર્ષોથી યોજાતા ભાતીગળ ગોરસ લોકમેળાનો પ્રારંભ થઈ ગયો છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાતા મેળાને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું કે વર્ષો પહેલા આપણા વડવાઓએ દરેક સમાજના લોકોને એક સ્થળે ભેગા કરવા અને સમાજમાં સમરસતા જાળવવા આ મેળાનું આયોજન કર્યુ હતુ. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોના સૂચનો લઈને આ મેળાને ગોરસ લોકમેળો નામ આપવામાં આવ્યુ છે. સાથે જ ભૂપેન્દ્રસિંહે સૌરાષ્ટ્રવાસીઓને આ મેળાનો લાભ લેવા માટે આહવાન કર્યુ છે.

રાજકોટના રેસકોર્ષ મેદાનમાં શરૂ થયેલા આ મેળામાં અનેક રાઈડ્સનો લોકો આનંદ માણી શકશે. પ્લોટમાં વિવિધ રાઈડ્સનું આયોજન કરાયુ છે જેમાં ટોરાટોરા, ફજત ફાળકા, મોતનો કૂવો વગેરેનો સમાવેશ થાય છે. સાથે જ રમકડાંના 178 સ્ટોલ, ખાણીપીણીનાં 14 સ્ટોલ, મધ્યમ ચકરડીનાં 4 પ્લોટ અને નાની ચકરડીનાં 18 પ્લોટ ફાળવાયા છે. 

5 દિવસ ચાલનારા લોકમેળામાં અંદાજે 15 લાખથી પણ વધુ લોકો આવવાનો અંદાજ છે. ત્યારે મેળામાં પ્રવેશ માટે 4 તરફથી પ્રવેશદ્વાર બનાવાયા છે. તો 10 સ્થળે પાર્કિંગ સુવિધા ઉભી કરાઈ છે. લોકોની સુરક્ષા માટે 300 CCTV, 3000 પોલીસ-ખાનગી સિક્યુરિટીનો સ્ટાફ, 150 સરકારી અધિકારી-કર્મી ફરજ પર છે. સાથે જ ઠેર ઠેર કંટ્રોલરૂમ પણ ઉભા કરાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news