ભ્રષ્ટ અધિકારીઓ અને બાબુઓની ખૈર નથી! જપ્ત કરાશે પ્રોપર્ટી, ગુજરાતમાં બનશે નવો કાયદો

હાલ ચાલી રહેલાં ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં સરકાર રજૂ કરશે સુધારા વિધેયક. જે અંતર્ગત ACB એટલેકે, એન્ટી કરપ્શન બ્યૂરોને ફ્રી હેન્ડ અપાય તેવી શક્યતા છે. આ નવા કાયદા અંતર્ગત ગુજરાત સરકાર ભ્રષ્ટ બાબુઓની મિલકત જપ્તી સુધીનાં કડક પગલાં લેશે.

ભ્રષ્ટ અધિકારીઓ અને બાબુઓની ખૈર નથી! જપ્ત કરાશે પ્રોપર્ટી, ગુજરાતમાં બનશે નવો કાયદો
  • ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની હવે ખેર નથી
  • સરકાર ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ ગૃહમાં રજૂ કરશે
  • સત્રના ત્રીજા અને અંતિમ દિવસે સરકાર લાવશે વિધેયક
  • નવા કાયદા અંતર્ગત સ્પેશિયલ કોર્ટમાં ચાલશે કેસ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં એક બાદ એક અધિકારી સામે ભ્રષ્ટાચારની ફરિયાદો વધી રહી છે. આ અધિકારીઓમાંથી અનેક સામે મુખ્યમંત્રીની સીધી નજર હેઠળ પગલાં પણ લેવામાં આવ્યાં છે. અનેક અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. ત્યાર ભ્રષ્ટ અધિકારીઓ અને બાબુઓ પર લગામ લગાવવા માટે સરકાર હવે વિધાનસભામાં લાવી રહી છે સ્પેશિયલ બિલ. 

ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની હવે ખેર નથી. સરકાર ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ ગૃહમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. ચોમાસુ સત્રના ત્રીજા અને અંતિમ દિવસે ગુજરાત સરકાર લાવશે આ સ્પેશિયલ વિધેયક. નવા કાયદા અંતર્ગત સ્પેશિયલ કોર્ટમાં ચાલશે કેસ. ભ્રષ્ટાચારીઓ સામે નવા કાયદા અંતર્ગત લેવાશે પગલા. એટલું જ નહીં આ પ્રકારના કેસોમાં એસપી કક્ષાના અધિકારીઓને આખા કેસની તપાસ સોંપવામાં આવશે.

હાલ ચાલી રહેલાં ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં સરકાર રજૂ કરશે સુધારા વિધેયક. જે અંતર્ગત ACB એટલેકે, એન્ટી કરપ્શન બ્યૂરોને ફ્રી હેન્ડ અપાય તેવી શક્યતા છે. આ નવા કાયદા અંતર્ગત ગુજરાત સરકાર ભ્રષ્ટ બાબુઓની મિલકત જપ્તી સુધીનાં કડક પગલાં લેશે.

જો ભ્રષ્ટાચારી બાબુઓએ તેના અન્ય કોઈ નજીકના નામે પોપર્ટી ખરીદી હશે તો નવા કાયદા હેઠળ આવી પ્રોપર્ટી જપ્ત કરી શકાશે. એટલું જ નહીં અન્ય વ્યક્તિ ના નામે રહેલી પ્રોપર્ટીના માલિકને પણ નોટીસ બજાવી તપાસ હેઠળ લાવી શકાશે. પૂર્વ એડિશનલ સેશન્સ જજથી નીચે ન આવતા હોય તેવા વ્યક્તિને ઓથોરાઈઝ ઓફિસર તરીકે નિમણુંક અપાશે. જેમાં ખાનગી કંપનીના કિસ્સામાં શેર રાજ્ય સરકાર હસ્તક કરવાના રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news