ગુજરાતના કૃષિમંત્રીએ કરી લાલઆંખ: કૃષિભવનમાં સપાટો બોલાવી દીધો, 12થી 15 અધિકારીઓ પર આવશે તવાઈ

કેબિનની બહાર પણ મુલાકાતીઓને મળવા માટેનો સમય લખવામાં આવ્યો છે. હવે મંત્રીઓ તો હાજર રહેવા લાગ્યા છે પણ અધિકારીઓ ગેરહાજર રહેવા લાગ્યા છે. આજે કૃષિમંત્રી રાઘવજી પટેલે કૃષિભવનમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

ગુજરાતના કૃષિમંત્રીએ કરી લાલઆંખ: કૃષિભવનમાં સપાટો બોલાવી દીધો, 12થી 15 અધિકારીઓ પર આવશે તવાઈ

ગાંધીનગર: ગુજરાતમાં નવી સરકાર રચાવાની સાથે જ મંત્રીઓ પણ એક્ટિવ થઈ ગયા છે. નવા મંત્રીઓને પણ લેશન અપાઈ રહ્યાં છે. હવે તેમનો હનિમૂન પીરિયડ પૂરો થઈ ગયો છે અને સરકારે સોમથી શુક્રવાર સુધી સચિવાલયમાં બેસી લોકોના કામ કરવાના આદેશો કર્યો છે. જેને પગલે મંત્રીઓ પણ એક્ટિવ થઈ ગયા છે. મુલાકાતીઓને મળીને મોટા ભાગના પ્રશ્નો ઉકેલાય એ માટે ટાઈમ ટેબલ પણ ગોઠવાઈ ગયું છે. 

કેબિનની બહાર પણ મુલાકાતીઓને મળવા માટેનો સમય લખવામાં આવ્યો છે. હવે મંત્રીઓ તો હાજર રહેવા લાગ્યા છે પણ અધિકારીઓ ગેરહાજર રહેવા લાગ્યા છે. આજે કૃષિમંત્રી રાઘવજી પટેલે કૃષિભવનમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન સરકારી બાબુઓ ત્યાંથી ગાયબ જોવા મળ્યા હતાં. 

આ પણ વાંચો:

કૃષિમંત્રી રાઘવજી પટેલે લેટ આવનારા તથા સતત ગેરહાજર રહેનારા અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. કૃષિ વિભાગમાં અચાનક મુલાકાત ગોઠવતાં જ કૃષિભવનનું તંત્ર દોડતું થઈ ગયું હતું,. ગેરહાજર રહેનારા અધિકારીઓ સામે તપાસ કરવાની તેમણે વાત કરી હતી. 

રાઘવજી પટેલની અચાનક મુલાકાતથી અધિકારીઓમાં સોંપો પડી ગયો હતો. ઓફિસના સમયે હાજર નહીં રહેલા અથવા તો મોડા આવતા અધિકારીઓ સામે પગલાં લેવાની પણ તેમણે વાત કરી હતી. લોકોનાં કામ ટલ્લે ચડાવીને અધિકારીઓ ગાયબ થઈ રહ્યાં છે. આજે સચિવાલયથી મંત્રી કૃષિભવન દોડી આવતાં ઘણાને પકડાઈ ગયાનો અહેસાસ થયો હતો. 

આ પણ વાંચો:

રાઘવજીએ કૃષિભવનના ચારેય માળની અચાનક મુલાકાત લેતાં અધિકારીઓમાં સન્નાટો છવાઈ ગયો હતો. અહીં લગભગ 15થી 20 જેટલા અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા હતાં. રાઘવજીએ કૃષિભવનમાં તમામ વિભાગના વડાઓ પાસે અધિકારીઓને લઈને સંપૂર્ણ રીપોર્ટ માંગ્યો છે. ગેરહાજર અધિકારીઓ છે તેમનામાં ફફડાટ ફેલાયો છે. આમ રાઘવજીને ફરી કૃષિ મંત્રાલય મળતાં હવે એમને કામ કરીને દેખાડવાની જવાબદારી વધી ગઈ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news