ઊમિયાધામમાં પાટીદારોની ખાસ બેઠક પહેલા નરેશ પટેલ વિશે આવ્યું મોટું નિવેદન...

આજે પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની અમદાવાદમાં બેઠક મળવાની છે. વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે પ્રમુખ-મંત્રીઓ અને ટ્રસ્ટીઓની બંધબારણે બેઠક મળશે. જેમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પણ હાજર રહેશે. ત્યારે નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે  વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે કહ્યુ કે, રાજકારણમાં કોણે જોડાવુ અને કોણે ન જોડાવુ એ વ્યક્તિગત હોય છે. એ નિર્ણય સંસ્થાની બેઠકોમાં ન હોય. આગામી સમયે જરૂર પડે તમામ બિન અનામત જ્ઞાતિઓની સંસ્થાઓને એકત્રિત કરાશે. 

ઊમિયાધામમાં પાટીદારોની ખાસ બેઠક પહેલા નરેશ પટેલ વિશે આવ્યું મોટું નિવેદન...

ગૌરવ પટેલ/અમદાવાદ :આજે પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની અમદાવાદમાં બેઠક મળવાની છે. વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે પ્રમુખ-મંત્રીઓ અને ટ્રસ્ટીઓની બંધબારણે બેઠક મળશે. જેમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પણ હાજર રહેશે. ત્યારે નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે  વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે કહ્યુ કે, રાજકારણમાં કોણે જોડાવુ અને કોણે ન જોડાવુ એ વ્યક્તિગત હોય છે. એ નિર્ણય સંસ્થાની બેઠકોમાં ન હોય. આગામી સમયે જરૂર પડે તમામ બિન અનામત જ્ઞાતિઓની સંસ્થાઓને એકત્રિત કરાશે. 

બેઠક પહેલા આરપી પટેલે કહ્યુ કે, આ બેઠક સમાજના પ્રશ્નો માટે છે. સરકારમાં સમાજના પ્રશ્નોની રજુઆત કેવી રીતે કરવી તેની રૂપરેખા નક્કી થશે. ગત વર્ષે ખોડલધામમાં મળેલી બેઠક બાદ જે પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યુ તેના પર ચર્ચા અને રજુઆતો થશે. તેમજ પીએસઆઇ ભરતીની વિસંગતા મુદ્દે ચર્ચા થશે. પ્રિલિમ પરીક્ષામાં બેસવા જ ન દેવાય તો વિસંગતા અંગે ચર્ચા કરી સરકારને રજુઆત કરાશે. સમાજની દિકરીઓ મરજી મુજબ લગ્ન કરે છે તેમાં માત અથવા પિતાની સહી જરૂરી હોવા અંગે પણ ચર્ચા થશે. આ ઉપરાંત આંદોલન દરમ્યાન થયેલા કેસ પરત ખેંચવા અંગે પ્રમુખો વાત કરશે. જોકે, આજની બેઠકમાં કોઇ રાજકીય ચર્ચા નહિ થાય તેવી આરપી પટેલે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી હતી.

બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થશે
વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે પાટીદારોના તમામ સંસ્થાના પ્રમુખ-મંત્રીઓ અને ટ્રસ્ટીઓની બેઠક ખાસ ગણાઈ રહી છે. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ, સિદસરના જેરામભાઈ વાંસજાળિયા પણ હાજર રહેશો. જેમાં યુવતીઓના મરજી મુજબના લગ્નોમાં માતા-પિતાની સંમતીના બાબતે ચર્ચા થશે. તેમજ તાજેતરમાં PSI ની ભરતીમાં સવર્ણ સમાજને થયેલા અન્યાય મુદ્દે ચર્ચા થશે. તેમજ પાટીદારો સહિત બિનઅનામત સમાજને થઈ રહેલા અન્યાય અંગે પણ બેઠક થશે. બિનઅનામત આયોગ અને નિગમમાં પડતર પ્રશ્નોના નિકાલે અંગે પણ ચર્ચા થશે. 

કોણ કોણ બેઠકમાં હાજર

  • આર.પી.પટેલ, પ્રમુખ વિશ્વઉમિયાધામ
  • વાલજીભાઈ શેટા, પ્રમુખ, સમસ્ત પાટીદાર સમાજ, સુરત
  • જેરામભાઈ વાંસજાળિયા,પ્રમુખ, ઉમિયાધામ સિદસર
  • રવજીભાઈ વસાણી, ચેરમેન, અન્નપુર્ણધામ, ગાંધીનગર
  • હંસરાજભાઈ ગજેરા, પૂર્વ ચેરમેન, બિનઅનામત આયોગ
  • પ્રહલાદભાઈ પટેલ, ઉપપ્રમુખ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
  • વાડીભાઈ પટેલ, પ્રમુખ, ધરતી વિકાસ મંડળ
  • જયંતીભાઈ લાકડાવાલા, ઉપપ્રમુખ, કચ્છ કડવા પાટીદાર
  • મનિષભાઈ કાપડિયા, ટ્રસ્ટી, સમસ્ત પાટીદાર સમાજ, સુરત
  • ગોવિંદભાઈ વરમોરા, ઉપપ્રમુખ, ઉમિયાધામ સિદસર
  • અબજીભાઈ કાનાણી, પ્રમુખ, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ
  • પ્રકાશભાઈ વરમોરા, પ્રમુખ, સુરેન્દ્રનગર સમસ્ત પાટીદાર સમાજ
  • દિપક પટેલ, ઉપપ્રમુખ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
  • ડી.એન.ગોલ, ઉપપ્રમુખ, વિશ્વઉમિયાધામ
  • કૌશિકભાઈ રાબડિયા, સગંઠન પ્રમુખ, ઉમિયાધામ સિદસર
  • રસિકભાઈ પટેલ, પ્રમુખ, 11 ગામ કડવા પાટીદાર સમાજ
  • સાકળચંદભાઈ પટેલ, પ્રમુખ, 41 ગામ કડવા પાટીદાર સમાજ
  • જે.એમ.પટેલ, નિવૃત DySP, GCSA ફાઉન્ડેશન, સુરત
  • ડૉ.વિનોદ પટેલ, ટ્રસ્ટી, વિશ્વઉમિયાધામ

આ પણ વાંચો : આઈસ્ક્રીમ ઈન્ડસ્ટ્રીઝમાં સોનાનો સૂરજ ઉગ્યો, 2 વર્ષ ભોગવેલુ નુકસાન આ વર્ષે સરભર થઈ ગયુ

કોંગ્રેસને રાહ જોવડાવ્યા બાદ નરેશ પટેલે ના પાડી દીધી 
હાલ હાર્દિક પટેલ બાદ નરેશ પટેલ ગુજરાતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો છે. ચૂંટણી જાહેર થાય એના 3 મહિના પહેલાં તેમણે કોંગ્રેસને ઝટકો આપ્યો છે. પાટીદાર સમાજના નેતા નરેશ પટેલ કોંગ્રેસમાં નહીં જોડાય તે સામે આવ્યુ છે. નરેશ પટેલ કોંગ્રેસને સૌથી મોટો ઝટકો આપશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સર્વેનાં તારણો અને સમાજનાં સૂચનો બાદ આ નિર્ણય લેવાયો છે. પ્રશાંત કિશોર બાદ નરેશ પટેલે પણ કોંગ્રેસને ના પાડી દીધી છે. 16 જૂન ગુરુવારે નરેશ પટેલ સત્તાવાર રીતે જાહેરાત કરી શકે છે. આમ, 1 વર્ષથી રાહ જોતી કોંગ્રેસને નરેશ પટેલે આખરે ટાટા બાય બાય કરી દીધુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news