આઈસ્ક્રીમ ઈન્ડસ્ટ્રીઝમાં સોનાનો સૂરજ ઉગ્યો, 2 વર્ષ ભોગવેલુ નુકસાન આ વર્ષે સરભર થઈ ગયું

Business News : સારુ વેચાણ થતા આઈસ્ક્રીમ ઈન્ડ્રસ્ટ્રીઝના 9000 કરોડના અંદાજ સામે 11,000 કરોડનું ટર્નઓવર થવાની આશા છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી NCR, ગુજરાત, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં વેચાણ ટોપ પર છે

આઈસ્ક્રીમ ઈન્ડસ્ટ્રીઝમાં સોનાનો સૂરજ ઉગ્યો, 2 વર્ષ ભોગવેલુ નુકસાન આ વર્ષે સરભર થઈ ગયું

ગૌરવ પટેલ/અમદાવાદ :આ વખતે ઉનાળમાં કોરોનાના કહેર ઓછો જોવા મળતા આઈસક્રીમનો ધંધો ફરી પાટા પર આવ્યો છે. છેલ્લા બે વર્ષ બાદ આ વખતે આઈસ્ક્રીમનના વેચાણમાં ધરખમ વધારો નોંધાયો છે. કોરોના પહેલાં વર્ષ 2019 માં જેટલું આઈસ્ક્રીમનું વેચાણ થતું હતું, તેના કરતા આ વર્ષે 50 થી 60 ટકા વધુ આઈસ્ક્રીમનું વેચાણ થયું છે. જેથી આઇસ્ક્રીમ ઇન્ડ્રસ્ટ્રીઝના 9 હજાર કરોડના અંદાજની સામે 11 હજાર કરોડનું ટર્નઓવર થવાની આશા છે. છેલ્લા બે વર્ષમાં જે નુકસાન આઇસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીએ ભોગવ્યુ હતું, તે આ વર્ષે સરભર થઇ જશે. આગામી સમયમાં પણ ધંધો આવી જ રીતે ચાલે તેવી વેપારીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે. 

કોરોના કાળ પૂર્ણ થતાં જ ગુજરાતમાં આઈસ્ક્રીમના વેચાણમાં ધરખમ વધારો નોંધાયો છે. છેલ્લા બે વર્ષમાં આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીઝ મંદીમાં રહી હતી. પરંતુ આ વર્ષ આ ઈન્ડસ્ટ્રીઝના વેપારીઓ માટે આશાનુ કિરણ લઈને આવી છે. આઈસ્ક્રીમ પાર્લરમાં ફુટ ફોલ વધ્યો છે, આઈસ્ક્રીમના ખરીદીમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. કોરોનાની વેક્સીનના ડોઝ લીધા બાદ લોકોના મનમાંથી ઠંડુ ન ખાવાનો ડર દૂર થયો છે. આ વર્ષે ગરમીની શરૂઆત થતાં જ આઇસ્ક્રીમનુ વેચાણ વધ્યુ હતું. વર્ષ 2019 એટલે કે કોરોનાના અગાઉના વર્ષ કરતાં આ વર્ષે 50 થી 60 ટકા વેચાણ વધ્યુ છે. 

જીસીએમએમએફ ના એમડી આરએસ સોંઢી કહે છે કે, હાલ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં સૌથી વધુ આઈસક્રીમનું વેચાણ થઈ રહ્યું છે. ગત વર્ષની સરખામણીમાં આઇસ્ક્રીમનું વેચાણ ત્રણ ગણુ વધ્યુ છે. આઇસ્ક્રીમના વેચાણમાં વધારો થવાના કેટલાક કારણો છે. જેમ કે,

  • ઉનાળામાં ગરમી 25 દિવસ પહેલાંજ આગઝરતી ગરમી પડવા લાગી
  • કોરોના ઘટતાં સામાજિક પ્રસંગો ધામધુમથી ઉજવાવા લાગ્યા
  • શાળા-કોલેજ, ઓફીસ અને રેસ્ટોરાં ખુલતાં વધ્યુ વેચાણ

આમ, સારુ વેચાણ થતા આઈસ્ક્રીમ ઈન્ડ્રસ્ટ્રીઝના 9000 કરોડના અંદાજ સામે 11,000 કરોડનું ટર્નઓવર થવાની આશા છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી NCR, ગુજરાત, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં વેચાણ ટોપ પર છે. છેલ્લા બે વર્ષમાં ફુડ ઇન્ફ્લેશન વધારે 20 થી 20 ટકા જોવા મળ્યું હતું. ડેરી પ્રોડક્ટમાં ઇન્ફ્લેશન માત્ર 4 થી 5 ટકા રહ્યું હતું. આઇસ્ક્રીમમાં માત્ર 4 થી 5 ટકાનો ભાવ વધારો થતાં ડિમાન્ડ વધારે રહી છે. એમ કહો કે, કોરોનાના બે વર્ષમાં જે નુકસાન આઈસ્ક્રીમ ઈન્ડસ્ટ્રીએ ભોગવ્યુ હતુ તે આ વર્ષે સરભર થઇ જશે. આવતા વર્ષે આનાથી પણ વધારે વેચાણની ઇન્ડસ્ટ્રીને આશા છે. કારણ કે, ઉનાળામાં કાળઝાળ ગરમી ઉત્તરોઉત્તર વધી રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news