વિધાનસભાની વાતઃ માતરમાં કેવો છે મતદારોનો મિજાજ? જાણો આ બેઠકનો રાજકીય ઈતિહાસ

ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠક પર ભાજપનો 2002થી કબજો છે. આ વિધાનસભા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,52,144 છે. જેમાં 1,28,786 પુરુષ મતદારો છે અને 1,23,349 મહિલા મતદારો છે. માતર સીટ પર ઓબીસી મતદારોનો દબદબો માનવામાં આવે છે.  

વિધાનસભાની વાતઃ માતરમાં કેવો છે મતદારોનો મિજાજ? જાણો આ બેઠકનો રાજકીય ઈતિહાસ

ઝી બ્યૂરો, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ભાજપ-કોંગ્રેસની સાથે આવખતે આપ પણ મેદાન-એ-જંગમાં સામેલ થયું છે. ત્યારે વિધાનસભાની વાતમાં આ આર્ટિકલમાં વાત કરીશું વર્ષોથી ભાજપનો ગઢ ગણાતી ખેડા જિલ્લાની માતર બેઠકની. આજ બેઠક પરથી ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલાં દેવુસિંહ ચૌહાણ ત્યાર બાદ ખેડાના સાંસદ બન્યા અને હાલ કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા છે. તેથી માતર બેઠકનું મહત્ત્વ ભાજપ માટે અને રાજકીય રીતે પણ ઘણું છે. આ બેઠક પરનો ભાજપનો ઉમેદવાર જો દમદાર હોય તો તેને સરકાર કે સંગઠનમાં ઉંચું સ્થાન મળે છે એ નક્કી છે. પીએમ મોદીના વિશ્વાસુ ગણાતા દેવુસિંહ ચૌહાણને એનો જ લાભ મળ્યો છે.

મધ્ય ગુજરાતમાં ડંકો વગાડવા માટે દરેક રાજકીય પાર્ટીઓ કમરકસી ચૂકી છે. ખેડા જિલ્લાની માતર સીટ મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠક પર 2002થી ભાજપો કબજો છે. માતર વિધાનસભા સીટ પર કુલ મતદારોમાંથી 39.60 ટકા ક્ષત્રિય સમુદાયમાંથી આવે છે. આ સિવાય 14.27 ટકા મુસ્લિમ સમુદાય, 11.66 ટકા પટેલ સમુદાયમાંથી, 5.84 ટકા દલિત સમુદાય અને અન્ય જ્ઞાતિઓના 20.12 ટકા મતદારો છે. 

વિધાનસભા ચૂંટણીમાં માતરનો ટ્રેક રેકોર્ડઃ 
વર્ષ        વિજેતા                          પક્ષ 

2002    રાકેશ રાવ                      ભાજપ 

2007    દેવુસિંહ ચૌહાણ              ભાજપ 

2012    દેવુસિંહ ચૌહાણ              ભાજપ 

2014    કેસરીસિંહ સોલંકી           ભાજપ 

(પેટાચૂંટણી) 
2017    કેસરીસિંહ સોલંકી           ભાજપ 

માતર બેઠક પર મતદારો:
ખેડા જિલ્લાની મહત્વની બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,52,144 છે. જેમાં 1,28,786 પુરુષ મતદારો છે અને 1,23,349 મહિલા મતદારો છે. માતર સીટ પર ઓબીસી મતદારોનો દબદબો માનવામાં આવે છે.  

 

માતર બેઠક પર કોને ટિકિટ મળશે: 
હાલમાં જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સેન્ટ્રલ ઝોનમાં પ્રભારીઓની જાહેરાત કરી છે. માતરમાં મુકેશ શુક્લાની પસંદગી થઈ છે. હવે એ જોવાનું રહેશે કે ચાલુ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ટિકિટ મળશે કે કેમ. કેસરીસિંહ સોલંકી અનેકવખત વિવાદમાં આવી ચૂક્યા છે. અને વિરોધીઓના નિશાના પર પણ છે. તો બીજી પાર્ટીઓ પણ  આ બેઠક જીતવા માટે તનતોડ મહેનત કરી રહી છે. ત્યારે એ જોવાનું રહેશે કે માતર બેઠક પર કોને ટિકિટ આપવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news