Gujarat Assembly Election 2022: AAP ની 11મી યાદી જાહેર, વરાછા રોડથી ચૂંટણી લડશે અલ્પેશ કથિરીયા

આમ આદમી પાર્ટી દ્વારા સૌથી પહેલાં પોતાના ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત આજે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારીની 11 મી યાદી જાહેર કરવામાં આવી. જાણો કઈ બેઠક પરથી કોણ લડશે ચૂંટણી...

Gujarat Assembly Election 2022: AAP ની 11મી યાદી જાહેર, વરાછા રોડથી ચૂંટણી લડશે અલ્પેશ કથિરીયા

ગૌરવ પટેલ, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઇને આમ આદમી પાર્ટીએ 11મી યાદી જાહેર કરી દીધી છે. 11મી યાદીમાં 12 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીધામ, દાંતા, પાલનપુર, કાંકરેજ, રાધનપુર, મોડાસા, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, કુતિયાણા, બોટાદ, ઓલપાડ અને વરાછા રોડ બેઠક સામેલ છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં  એકબાદ એક પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનું શરૂ કરી દીધું છે.

 

બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/6x36RE0Y76

— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 7, 2022

આજે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોનું 11 મુ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આંદોલનકારી ચહેરા તરીકે ઉભરી આવેલાં અલ્પેશ કથિરિયાને વરાછા રોડ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ધાર્મિક માલવિયાને ઓલપાડ બેઠક પરથી ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. અત્યાર સુધી આપ દ્વારા કુલ 151 બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યાં છે.

AAP દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોની 11મી યાદી:
ગાંધીધામ – બીટી મહેશ્વરી
દાંતા – એમ.કે. બોંબડીયા
પાલનપુર – રમેશ નાભાણી
કાંકરેજ – મુકેશ ઠક્કર
રાધનપુર – લાલજી ઠાકોર
મોડાસા – રાજેન્દ્રસિંહ પરમાર
રાજકોટ પૂર્વ – રાહુલ ભુવા
રાજકોટ પશ્ચિમ – દિનેશ જોષી
કુતિયાણા – ભીમાભાઈ દાનાભાઈ મકવાણા
બોટાદ – ઉમેશ મકવાણા
ઓલપાડ – ધાર્મિક માલવિયા
વરાછા રોડ – અલ્પેશ કથિરીયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news