બિહાર ભાજપ સંગઠનમાં બે ગુજરાતીઓનો દબદબો, આ નેતાને મળી મોટી જવાબદારી
Sunil Oza : ગુજરાત ભાજપના કયા દિગ્ગજ નેતાને બિહારના સહ પ્રભારી બનાવાયા ? જાણો વિગત
Trending Photos
Gujarat Politics : ગુજરાતના માજી ધારાસભ્ય સુનિલ ઓઝાને બિહારમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સુનિલ ઓઝાને બિહાર ભાજપના સહ પ્રભારી બનાવાયા છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ ઉત્તર પ્રદેશ બીજેપીના સહ પ્રભારી તરીકે કાર્યરત હતા. 2014 થી તેઓ વડાપ્રધાનની વારાણસી સીટના પણ ઇન્ચાર્જ તરીકે રહ્યા છે. ત્યારે હવે બિહાર ભાજપના સંગઠનમાં બે ગુજરાતીનો દબદબો રહેશે. કારણ કે, બિહાર ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા છે. ત્યારે હવે સહ પ્રભારી તરીકે સુનીલ ઓઝાની નિમણૂંક કરાઈ છે.
કોણ છે સુનિલ ઓઝા
ગુજરાતના સુનીલ ઓઝા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નજીકના ગણાય છે. વારાણસીમાં તેમના સંસદીય ક્ષેત્રની અત્યાર સુધી જવાબદારી સંભાળતા હતા. ઓઝાએ પોતાની રાજકીય કરિયરની શરૂઆત ગુજરાતના ભાવનગરથી કરી હતી. તેઓ બે વાર ભાજપની ટિકિટ પર ભાવનગરના ધારાસભ્ય બન્યા હતા, પરંતુ 2007 માં જ્યારે ભાજપે તેમને ટિકિટ ન આપી, તો તેઓ અપક્ષ લડ્યા હતા અને હાર્યા હતા. તેના બાદ તેમના અને મોદી વચ્ચેના સંબંધોમાં ખટરાગ આવ્યો હતો. કહેવાય છે કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેઓએ ગેરકાયદેસર બાંધકામ માટે મોટુ અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાનને લઈને સુનીલ ઓઝા મોદીથી નારાજ થયા હતા. તેઓએ ભાજપથી નારાજ થઈને મહાગુજરાત જનતા પાર્ટી નામથી અલગ પાર્ટી બનાવી હીત. જોકે, બાદમાં 2011 માં ફરી પીએમ મોદની ગુડબુકમાં આવી ગયા હતા. બાદમાં ગુજરાત ભાજપે તેમને પ્રવક્તા બનાવ્યા હતા. જ્યારે 2014 માં નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા લડવાનો નિર્ણય કર્યો, ત્યારે સુનીલ ઓઝાને સહપ્રભારી બનાવ્યા હતા. ઓઝા ત્યારથી કાશી વિસ્તારની જવાબદારી સંભાળી રહ્યાં છે. 2019 માં તેમને ગૌરક્ષ પ્રાંતની જવાબદારી આપવામા આવી હતી. કહેવાય છે કે, ભાજપ માટે મહત્વપૂર્ણ ગણાતા કાશી વિસ્તારમાં તેમનો મોટો દબદબો છે.
બિહારમાં ગુજરાતના બે નેતા
બિહાર ભાજપના સંગઠનમાં બે ગુજરાતીની મહત્વની ભૂમિકા રહેશે. બિહાર ભાજપ સંગઠનમાં મહામંત્રી તરીકે ભીખુભાઈ દલસાણીયા કાર્યરત છે. ત્યારે સુનીલ ઓઝાને પણ બિહારમાં જવાબદારી અપાતા ગુજરાતના બે નેતાઓનો બિહારમાં દબદબો રહ્યો છે.
સુનીલ ઓઝાને વારાણસીમાં પીએમ માટ ચૂંટણી રણનીતિ અને ચૂંટણી સંબંધિત કાર્યોનું મેનેજમેન્ટ કરતાં મુખ્ય વ્યક્તિ માનવામાં આવે છે. 2014 અને 2019 લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીની વારાણસીમાં ભવ્ય જીત માટે સુનીલ ઓઝાએ ખૂબ મહેનત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે