દેશમાંથી ભાજપ 4 વ્યક્તિઓને મોકલશે આફ્રીકા, ગુજરાતના આ નેતાને લોટરી લાગી!

Satyen Kulabkar: ગુજરાત ભાજપ નેતૃત્વએ આ સમિટ માટે સત્યેન કુલાબકરને પસંદ કર્યા છે. સત્યેન કુલાબકર ભાજપના ચાર સભ્યોના પ્રતિનિધિમંડળનો ભાગ છે જે વિશ્વની સૌથી મોટી ભાજપ વતી સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

દેશમાંથી ભાજપ 4 વ્યક્તિઓને મોકલશે આફ્રીકા, ગુજરાતના આ નેતાને લોટરી લાગી!

Satyen Kulabkar: યુક્રેન-રશિયા યુદ્ધ બાદ વિશ્વની નજર આગામી મહિને ઓગસ્ટમાં યોજાનારી BRICS સમિટ 2023  (Brics Summit 2023) પર છે. આ સમિટ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં યોજાશે. આ સમિટ પૂર્વે દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ દેશોના રાજકીય પક્ષોની સમિટ (BRICS Political Parties Plus Dialogue)નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત ભાજપ નેતૃત્વએ આ સમિટ માટે સત્યેન કુલાબકરને પસંદ કર્યા છે. સત્યેન કુલાબકર ભાજપના ચાર સભ્યોના પ્રતિનિધિમંડળનો ભાગ છે જે વિશ્વની સૌથી મોટી ભાજપ વતી સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 13 જુલાઈએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દિલ્હીમાં ચાર સભ્યોને મળ્યા હતા. પ્રતિનિધિમંડળના અન્ય ત્રણ નામોમાં તમિલનાડુ ભાજપના પ્રમુખ કે અન્નામલાઈ, આંધ્ર પ્રદેશના ડૉ. વિનુષા રેડ્ડી અને ઉત્તર પ્રદેશના પુષ્કર મિશ્રાનો સમાવેશ થાય છે.

કોણ છે સત્યેન કુલાબકર?
દક્ષિણ આફ્રિકામાં 19 થી 21 જુલાઈ દરમિયાન યોજાનારી આ સમિટ માટે સત્યેન કુલાબકરની પસંદગી કરવામાં આવી છે. સત્યેન કુલાબકર ભાજપ ગુજરાતના મીડિયા પેનલમાં સામેલ છે. તેઓ મધ્ય ગુજરાત ભાજપના મીડિયા કો-ઓર્ડિનેટર પણ છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભણેલા સત્યેન કુલાબકર એવા ભાજપના નેતાઓમાંથી એક છે જેઓ બહુવિધ ભાષા બોલી શકે છે. કુલાબકર હિન્દી, અંગ્રેજી, ગુજરાતી ઉપરાંત મરાઠી પણ બોલે છે. ગુજરાતમાંથી સત્યેન કુલાબકરનું નામ મોકલવામાં આવ્યું હતું. અંતે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તેમના નામને મંજૂરી આપવામાં આવી હતી.

યુવા આગેવાનો જોડાયા
44 વર્ષીય સત્યેન કુલાબકરે ઈલેક્ટ્રોનિક્સમાં બીએસસી કર્યા પછી માર્કેટિંગમાં એમબીએ કર્યું છે. તેઓ વિદ્યાર્થી જીવનથી જ ભાજપ સાથે જોડાયેલા છે. સત્યેન કુલાબકરને માર્ગ સલામતી (Road Safety) પરના તેમના કાર્ય માટે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પુરસ્કારો પ્રાપ્ત થયા છે. આ પછી તેઓ ભૂતકાળમાં ટાટા ગ્રુપમાં સિનિયર મેનેજર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. 

BRICS પોલિટિકલ પાર્ટીઝ પ્લસ ડાયલોગ સમિટ માટે ભાજપે દેશભરમાંથી માત્ર ચાર પાર્ટી કાર્યકરોની પસંદગી કરી છે. આંધ્રપ્રદેશના વતની વિંશુ રેડ્ડી વ્યવસાયે ડૉક્ટર છે, જ્યારે અન્નામલાઈ ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી છે. ઉત્તર પ્રદેશના વતની, પુસ્કરે જેએનયુમાંથી પીએચડી કર્યું છે અને તે આશ્રમ પરંપરાના સ્થાપક છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news