ગુજરાતના ચીસાડીયા ખાતે ભરાતા મેળાનું પણ અનોખું મહત્વ, અહીં થાય છે બળવાઓની અગ્નિ પરીક્ષા

હોળીના તહેવારમાં આદિવાસીઓ દુનિયાના ખૂણામાંથી માદરેવતન આવી જતા હોય છે. અને હોળીના તહેવારનો આનંદ લેતા હોય છે. હોળીના  મેળાઓનું પણ આદિવાસીઓ માં ખૂબ મહત્વ હોય છે આ મેળા ફક્ત આનંદ માટે નહીં પણ કોઈ ખાસ કારણથી જ યોજાતા હોય છે.

ગુજરાતના ચીસાડીયા ખાતે ભરાતા મેળાનું પણ અનોખું મહત્વ, અહીં થાય છે બળવાઓની અગ્નિ પરીક્ષા

હકીમ ઘડિયાલી/છોટા ઉદેપુર: જિલ્લાના આદિવાસીઓ માટે હોળીનો તહેવાર ખૂબ મહત્વ ધરાવે છે. આ તહેવારમાં આદિવાસીઓ મેળા મ્હાલીને આનંદ કરતા જોવા મળે છે. અને આ મેળાઓ પણ વિવિધ મહત્વ ધરાવે છે ત્યારે ચીસાડીયા ખાતે ભરાતા મેળામાં બળવાઓની પરીક્ષા કરવામાં આવે છે.

હોળીના તહેવારમાં આદિવાસીઓ દુનિયાના ખૂણામાંથી માદરેવતન આવી જતા હોય છે. અને હોળીના તહેવારનો આનંદ લેતા હોય છે. હોળીના  મેળાઓનું પણ આદિવાસીઓ માં ખૂબ મહત્વ હોય છે આ મેળા ફક્ત આનંદ માટે નહીં પણ કોઈ ખાસ કારણથી જ યોજાતા હોય છે જયાં આદિવાસીઓ ભેગા થઈને નાચગાન કરીને આનંદ પ્રમોદ સાથે તે હેતુ પૂરો કરે છે. 

આવો જ એક મેળો છોટા ઉદેપુરના સરહદી વિસ્તારના ચીસાડીયા ખાતે યોજાય છે જે બાબો ગોરીયોના નામથી ઓળખાય છે. આ મેળાનું મહત્વ ખૂબ રહેલું છે કારણકે આ મેળામાં આદિવાસી સમાજના માર્ગદર્શક ગણો, ડોકટર ગણો કે જ્યોતિષ ગણો એ એક બળવો જ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે તો સૌથી પહેલા તેઓ બળવા પાસે જઈને ઉપચાર કરાવે છે, કોઈ ઢોર ઢાખર ને કાંઈ થાય, ખેતીમાં કાઈ ઉચનીચ થાય, કે બીજી કોઈ પણ જાતની સમસ્યા આવે ત્યારે આદિવાસીઓ સૌથી પહેલા બળવા પાસે જ જાય છે. અને આ બળવો બનવા જે પરીક્ષા આપવી પડે તે પરીક્ષા ચીસાડીયાના મેળામાં થાય છે. 

આ મેળામાં જે બળવો બનવા માંગતો હોય છે તે સમાજના નિયમ પ્રમાણે 5 થી 9 વર્ષ સુધી પરીક્ષા આપે છે આ પરીક્ષા ખૂબ જ કઠિન હોય છે જેમાં બળવો બનવા આવતા વ્યક્તિએ પોતે પહેલા બળવાની કામગીરીની જાણકારી મેળવવી પડે છે. ત્યારબાદ  ધગધગતા ચુલમાં ચાલીને આવવું પડે છે ત્યારબાદ અહીં ચીસાડીયામાં યોજાતા મેળામાં તેની પીઠના ભાગે બે તરફ લોખન્ડના સળિયાથી હુક બનાવીને શરીરને છેદીને ભેરવવામાં આવે છે અને આ લોખન્ડના સળિયાથી કરેલા છેદમાંથી લોહી નીકળતું નથી તો તેને એક માંચડા પર લઈ જઈને ઊંધો લટકાવીને એક જીવતી મરઘીની બલી તેના હસ્તે જાહેરમાં આપીને પાંચ પાંચ ચક્કર બન્ને તરફ ફેરવવામાં આવે છે. આવી રીતે 5 થી 9 વર્ષ બાધા પ્રમાણે પરીક્ષા આપવી પડે છે. જો લોહી નીકળે તો તે બળવો બની શકતો નથી.

આ મેળામાં જ્યારે ઝી ન્યૂઝની ટીમ પહોંચી તો ત્યાં એક બળવા સાથે મુલાકાત થઈ આ મુલાકાતમાં તેને જણાવ્યું કે આ આકરી પરીક્ષા તેને 9 વર્ષ આપ્યા પછી ગયા વર્ષે જ બળવા તરીકે સમાજમાં અને ગામમાં સ્થાન મેળવ્યું છે અને એક પાકકો બળવો બન્યો છે. 21 મી સદીમાં પણ છોટા ઉદેપુર જીલ્લાના આદિવાસીઓ પોતાની પરંપરા હજુ જાળવી રાખી છે અને બળવા ભુવામાં માની રહી છે. ત્યારે એક સવાલ જરૂર થાય છે શું દેશ ખરેખર 21મી સદીમાં જીવી રહ્યો છે ?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news