ગુજરાતના સળગતા અનેક મુદ્દે ખૂલીને બોલ્યા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી....

હાલ ગુજરાત કોંગ્રેસ (gujarat congress) નું સુકાન કેપ્ટન વગરનું છે. દિલ્હી કોંગ્રેસમાં હજી સુધી કોને સુકાન આપવું તે નક્કી કરાયું હતું. આ વચ્ચે શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી (bharatsinh solanki) પ્રમુખ-નેતાની પસંદગી માટે દિલ્હી પહોંચ્યા હતા. ત્યારે ઝી 24 કલાકની વાતચીતમાં આ તમામ મુદ્દે જવાબ આપ્યા. 
ગુજરાતના સળગતા અનેક મુદ્દે ખૂલીને બોલ્યા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી....

ઝી મીડિયા/બ્યૂરો :હાલ ગુજરાત કોંગ્રેસ (gujarat congress) નું સુકાન કેપ્ટન વગરનું છે. દિલ્હી કોંગ્રેસમાં હજી સુધી કોને સુકાન આપવું તે નક્કી કરાયું હતું. આ વચ્ચે શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી (bharatsinh solanki) પ્રમુખ-નેતાની પસંદગી માટે દિલ્હી પહોંચ્યા હતા. ત્યારે ઝી 24 કલાકની વાતચીતમાં આ તમામ મુદ્દે જવાબ આપ્યા. 

કોંગ્રેસમાં પાટીદાર પ્રમુખ હોવા અંગે જવાબ
ગુજરાત કોંગ્રેસનો પ્રમુખ પાટીદાર હોવો જોઈએ તે  અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ જવાબ આપ્યો કે, ગુજરાતે તમામ સમાજના લોકોને મુખ્યમંત્રી (gujarat cm) તરીકે સ્વીકાર્યા છે. ખોડલધામના નરેશ પટેલે પોતાના સમાજ માટે લાગણી વ્યક્ત કરી છે. વાત રહી કોંગ્રેસની, તો કોંગ્રેસમાં પ્રમુખ પાટીદાર (patidar), ઓબીસી કે આદિવાસી, દલિત હશે તો પણ કોંગ્રેસ સારી ચલાવશે. સમાજના તમામ વર્ગના લોકો અને એ અંગેનો નિર્ણય કોંગ્રેસની હાઈકમાન્ડ કરશે. 

શંકરસિંહ બાપુ કોંગ્રેસમાં પરત ફરશે? 
શંકરસિંહ બાપુ ક્યારે કોંગ્રેસમાં પરત આવી રહ્યા છે અને ચર્ચાઓ થઈ રહી છે તે વિશે તેમણે જણાવ્યું કે, કોંગ્રેસમાં પ્રવેશ આપવો તે હાઈકમાન્ડ નક્કી કરશે. બાપુનું લેવલ ઉંચું છે. તેથી તેનો નિર્ણય હાઈકમાન્ડનો અધિકાર છે. 

ભાજપના વિકલ્પ બનવા પર શું કહ્યું તેમણે... 
ભાજપ પર આકરા પ્રહાર કરતા ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, સવાલ છે ભાજપનો વિકલ્પ. કોરોના પછી શું તે યક્ષ પ્રશ્ન છે. આ વિશે અમારા આગેવાનો ચર્ચા કરીને નક્કી કરશે. અમારા નેતા અહેમદ પટેલ, રાજીવ સાતવ પણ હવે અમારી વચ્ચે નથી. ત્યારે આ ગેપ પૂરવા માટે કોરોનાના સમયગાળામા હાઈકમાન્ડ ચર્ચા કરી રહ્યું છે. ઝડપથી નિર્ણય લેવાશે. પરંતુ આ સમયગાળામા ગુજરાતના પ્રજાને વાચા આપવા કાર્યક્રમો કરીશું. ફરી એક્શનમાં લાવીશું. કોરોનામાં સરકારે મેડિકલ ટીમને બાજુમાં મૂકીને અધિકારીઓને લઈને વહીવટ કર્યો. આ કારણે અનેકોએ જીવ ગુમાવ્યા. ત્રીજી લહેરમાં લોકોને આવુ સહન કરવાનો વારો ન આવે તે જરૂરી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news