લમ્પી વાયરસમાં મોટા કૌભાંડનો કોંગ્રેસે કર્યો ઘટસ્ફોટ, 'ગાયોને આપવામાં આવતી રસીમાં પાણી ભરીને અપાય છે'
લમ્પી વાયરસમાં પણ મોટા કૌભાંડનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસે જણાવ્યું છે કે, ગાયોને આપવામાં આવતી રસીમાં પાણી ભરીને અપાઈ રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમના આ ગંભીર આક્ષેપ બાદ રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.
Trending Photos
મુસ્તાદ દલ/જામનગર: ગુજરાતમાં હાલ પશુઓમાં લંપી વાઈપસ જોવા મળ્યો છે. અત્યાર સુધી 15 જિલ્લામાં લંપી વાઈરસે પગ પેસરો કરી દીધો છે. લમ્પીના ખતરાને લઈને સરકાર દ્વારા રાજ્યના અમરેલી, બનાસકાંઠા, ભાવનગર સહિત રાજ્યના 15 જિલ્લાઓને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરાયા છે. મૂંગા પશુઑને આ રોગમાથી ઉગારી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લઈને રાજ્યના જિલ્લાઓને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ લમ્પી વાયરસમાં પણ મોટા કૌભાંડનો કોંગ્રેસે આક્ષેપ લગાવીને ખળભળાટ મચાવી દીધો છે.
લમ્પી વાયરસમાં પણ મોટા કૌભાંડનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસે જણાવ્યું છે કે, ગાયોને આપવામાં આવતી રસીમાં પાણી ભરીને અપાઈ રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમના આ ગંભીર આક્ષેપ બાદ રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. વિક્રમ માડમે વધુમાં જણાવ્યું હતું કે, લમ્પી વાયરસ મામલે તંત્રની ઘોર અને ગંભીર બેદરકારી દાખવી રહ્યું છે. લંપી વાઈરસનો સામનો કરવા માટે વેક્સિનનો જથ્થો ન હોવાથી વેક્સિનમાં પાણી નંખાય છે. એટલું જ નહીં, બેદરકારી મામલે તબીબોની ઓડિયો ક્લીપ પણ બહાર આવી છે. તબીબો વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લીપ હાલ જાહેર કરવામાં આવી છે. પરંતુ કથિત ઓડિયો ક્લીપની ZEE 24 કલાક પુષ્ટી કરતું નથી.
આજે લંપી વાઈરસમાં મોટા કૌભાંડનો કોંગ્રેસ દ્વારા ઘસ્ફોટ કરાયા છે. લંપી વાયરસમાં ગાયોને અપાતી વેક્સિનમાં વેક્સિનની જગ્યાએ પાણી ભરી પશુ વિભાગ દ્વારા વેક્સિન આપવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે. સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ અને મનપાના પૂર્વ વિરોધ પક્ષ નેતા અલ્તાફ ખફી દ્વારા આ મામલે મોટા ઘસ્ફોટ કર્યો છે. જેમાં લંપી વાઇરસ મામલે તંત્રની ગંભીર બેદરકારીના આક્ષેપ કરાયા છે.
વેક્સિનમાં બેદરકારી મામલે તબીબોની ઓડિયો ક્લિપ પણ જાહેર કરાઈ છે. જેમાં મનપાના ડો.ગોધાણી સાથે વેકસીનમાં ચાલતા કૌભાંડ મામલે બહારથી લંપી મામલે આવેલા તબીબો સાથે વાતચીતની ઓડિયો કલીપ જાહેર કરી છે. ઓડિયો ક્લિપમાં વેકસીન જથ્થો ઉપલબ્ધ ન હોવાથી વેકસીન બોટલમાં પાણી નાખવાનો આક્ષેપ થયો છે. વિક્રમ માડમે મીડિયાને ઓડિયો કલીપ આપી છે. મનપાના ડો.ગોધાણી સાથે વેકસીનમાં ચાલતા કૌભાંડ મામલે બહારથી લંપી મામલે આવેલા તબીબ ડો.એચ.એમ.સોલંકી સાથે વાતચીતની ઓડિયો કલીપ જાહેર કરાઇ છે.
પશુતબીબ ડો.એમ.એમ.ગોધાણી અને ડો. સોલંકી વચ્ચેની વાતચીતનો ઓડિયો વાઇરલ થયૉ છે. જેમાં ડો.એમ.એમ.ગોધાણી જણાવી રહ્યાં છે કે માણસોને લાગવું જોઈએ કે રસીકરણ કરીએ છીએ. નોર્મલ પાણીથી રસીકરણ કરો. વેક્સિનને બદલે સામાન્ય બાટલાનું પાણી આપી દેવા ડોકટર ગોધાણી કહી રહ્યાં છે. એક તરફ પશુઓમાં લમ્પી વાઇરસનો હાહાકાર છે તો બીજી તરફ જામનગર મનપાના તબીબ ગોધાણી સાદા પાણીના ઇન્જેક્શન આપવા કહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે