તંત્ર દાવા કરે તેટલી સ્થિતી કાબુમાં છે? ગુજરાત કોરોનાના દર્દી મુદ્દે ત્રીજો અને મૃત્યુઆંક મુદ્દે બીજા ક્રમે

ભારતમાં કોરોનાનો કહેર યથાવત્ત છે. દેશમાં સૌથી વધારે નવા કેસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નોંધાઇ રહ્યા છે. દેશમાં હાલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા અનુસાર 18032 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં મુંબઇ અને ગુજરાતમાં અમદાવાદને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે.
તંત્ર દાવા કરે તેટલી સ્થિતી કાબુમાં છે? ગુજરાત કોરોનાના દર્દી મુદ્દે ત્રીજો અને મૃત્યુઆંક મુદ્દે બીજા ક્રમે

અમદાવાદ : ભારતમાં કોરોનાનો કહેર યથાવત્ત છે. દેશમાં સૌથી વધારે નવા કેસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નોંધાઇ રહ્યા છે. દેશમાં હાલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા અનુસાર 18032 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં મુંબઇ અને ગુજરાતમાં અમદાવાદને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે.

દેશમાં સૌથી વધારે દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાયા છે અને ત્યાર બાદ દિલ્હી સૌથી વધારે દર્દીઓ સાથે બીજા નંબર પર છે. આ ઉપરાંત 1939 દર્દીઓ સાથે ગુજરાત ત્રીજા નંબર પર છે. જેથી આ આંકડો ગુજરાત માટે ચિંતાજનક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોમ્યુનિટી ટ્રાન્સમિશન લેવલ અંગે તંત્ર દ્વારા વારંવાર નનૈયો ભણાઇ રહ્યો છે જો કે તજજ્ઞો કોમ્યુનિટી ટ્રાન્સમિશન ચાલુ થઇ ચુક્યું હોવાની વાત કરી રહ્યા છે.

મૃત્યુ આંક અંગે વાત કરીએ તો મૃત્યુઆંક મુદ્દે દિલ્હીને પણ પાછલ છોડી દીધા છે. આ પહેલા એટલે કે 14 એપ્રીલે દર્દીઓની સંખ્યા મુદ્દે ગુજરાત પાંચમા ક્રમે હતું. જે હવે ત્રીજા ક્રમે પહોંચી ચુક્યું છે. જ્યારે મૃત્યુ આંક મુદ્દે ચોથા નંબર પર પહોંચી ગયું હતું. જો કે હવે તે બીજા નંબર પર આવી ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news