પાલઘર: સાધુઓની હત્યાના 2 દિવસ પહેલાં ડોક્ટરની પણ મોબ લિંચિંગનો થયો હતો પ્રયત્ન, પોલીસ પર ઉઠ્યા પ્રશ્નો

મહારાષ્ટ્રના પાલઘર (Palghar)માં બે સાધુઓ સાથે મારઝૂડ કરીને હત્યા (Mob Lynching)નો કેસ સામે આવ્યા બાદ દેશભરમાં આક્રોશ છે. આ દરમિયાન પોલીસની લાપરવાહી પર એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

પાલઘર: સાધુઓની હત્યાના 2 દિવસ પહેલાં ડોક્ટરની પણ મોબ લિંચિંગનો થયો હતો પ્રયત્ન, પોલીસ પર ઉઠ્યા પ્રશ્નો

પાલઘર: મહારાષ્ટ્રના પાલઘર (Palghar)માં બે સાધુઓ સાથે મારઝૂડ કરીને હત્યા (Mob Lynching)નો કેસ સામે આવ્યા બાદ દેશભરમાં આક્રોશ છે. આ દરમિયાન પોલીસની લાપરવાહી પર એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

મળતી માહિતી અનુસાર પાલઘરમાં 14 એપ્રિલના રોજ એક ડોક્ટરની હત્યાનો પ્રયત્ન થયો હતો. 200 લોકોની ભીડે ઘેરા ડોક્ટરને ઘેરી લીધા હતા. તેમછતાં પોલીસ એલર્ટ ન થઇ અને પછી સાધુઓની મોબ લિંચિંગ થઇ. પોલીસના વલણ પર હવે પ્રશ્નો ઉદભવી રહ્યા છે. 

તો બીજી તરફ પાલઘરમાં થયેલા સાધુઓની હત્યાના કેસમાં 2 પોલીસ અધિકારીઓને સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે. તપાસને સીઆઇડી ક્રાઇમના હવાલે કરી દેવામાં આવ્યું છે. આઇજી કોંકણના નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે પોલીસની કાર્યવાહીની તપાસ કરે. કુલ 110 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 101 લોકોને 30 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે અને 9 કિશોરો જુવેનાઇલ શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા છે. 

તો બીજી તરફ આ કેસમાં ભાજપ નેતા સંબિત પાત્રાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે ટ્વિટ કરી કહ્યું કે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં જ્યાં સંતોની નિર્મમ હત્યા થઇ. ડહાનૂ વિધાનસભા ક્ષેત્ર છે. આ ક્ષેત્ર CPI(M)નું ગઢ છે. અહીંના ઘારસભ્ય પણ Communist પાર્ટીના છે. CPI(M) સાથે NCPનું ગઠબંધન છે આ ક્ષેત્રમાં. આ હત્યા માર્ક્સવાદી ગુંડાઓનું કામ છે અને એટલા માટે left બ્રિગેડ ચૂપ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news