GUJARAT CORONA UPDATE: 225 નવા કેસ, 141 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી

રાજ્યમાં કોરોનાના આજે નવા 225 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 141 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,15,033 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.01 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 78,261 રસીના ડોઝ અપાયા હતા.

GUJARAT CORONA UPDATE: 225 નવા કેસ, 141 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આજે નવા 225 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 141 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,15,033 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.01 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 78,261 રસીના ડોઝ અપાયા હતા.

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1186 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત 1180 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,15,033 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 118, વડોદરા કોર્પોરેશન 25, સુરત કોર્પોરેશન 22, સુરત 10, આણંદ 8, કચ્છ-રાજકોટ કોર્પોરેશન 5-5, રાજકોટ-વલસાડ 4-4,  અમદાવાદ, ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન, મહેસાણા અને પાટણમાં 3-3 કેસ નોંધાયા હતા. ભરૂચ, નવસારી અને વડોદરામાં 2-2 કેસ નોંધાયા હતા. જામનગર કોર્પોરેશન, પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો હતો. આ પ્રકારે કુલ 225 કેસ નોંધાયા હતા. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1666 નાગરિકોને રસીનો પ્રથમ અને 17547 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 1374 ને રસીનો પ્રથમ અને 3458 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 37154 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 4628 ને રસીનો પ્રથમ અને 12434 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 78,261 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 11,07,97,664 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news