વડોદરામાં ફફડાટ : મહારાષ્ટ્રથી આવેલા 3 લોકો કોરોનો પોઝિટિવ નીકળ્યા, ડેલ્ટા વાયરસનો ડર

કોરોના હળવો થતા જ આંતરરાજ્ય મુસાફરી વધી રહી છે. જે રીતે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે તે જોતા કોરોના વિસ્ફોટ નજીક આવી રહ્યો તેવુ લાગી રહ્યું છે. આવામાં ગુજરાત (Gujarat Corona Update) માં મહારાષ્ટ્રથી આવી રહેલા પ્રવાસીઓ મોટું જોખમ લઈને આવી રહ્યાં છે. વડોદરામાં મહારાષ્ટ્રથી આવેલા પરિવારના ત્રણ સભ્યો કોરોના પોઝિટિવ (corona positive) આવ્યા છે. પૂણેથી વડોદરા આવેલા પરિવારના ત્રણ સભ્યો પૈકી એકને હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને બે હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે. 
વડોદરામાં ફફડાટ : મહારાષ્ટ્રથી આવેલા 3 લોકો કોરોનો પોઝિટિવ નીકળ્યા, ડેલ્ટા વાયરસનો ડર

રવિ અગ્રવાલ/વડોદરા :કોરોના હળવો થતા જ આંતરરાજ્ય મુસાફરી વધી રહી છે. જે રીતે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે તે જોતા કોરોના વિસ્ફોટ નજીક આવી રહ્યો તેવુ લાગી રહ્યું છે. આવામાં ગુજરાત (Gujarat Corona Update) માં મહારાષ્ટ્રથી આવી રહેલા પ્રવાસીઓ મોટું જોખમ લઈને આવી રહ્યાં છે. વડોદરામાં મહારાષ્ટ્રથી આવેલા પરિવારના ત્રણ સભ્યો કોરોના પોઝિટિવ (corona positive) આવ્યા છે. પૂણેથી વડોદરા આવેલા પરિવારના ત્રણ સભ્યો પૈકી એકને હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને બે હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે. 

77 દિવસ બાદ વડોદરામાં કોરોનાથી મોત 
એક તરફ વડોદરા (Vadodara) માં મહારાષ્ટ્રથી થઈ રહેલા કોરોનાનો પગપેસારો અને બીજી તરફ વડોદરામાં ડેલ્ટા વેરિયન્ટની આશંકાએ આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. શહેરની 18 વર્ષિય યુવતીનુ કોરોનાથી મોત નિપજ્યુ છે. 77 દિવસ બાદ વડોદરામાં કોરોનાથી મૃત્યુ થયુ હોવાનું સામે આવ્યું છે. જોકે, પાલિકાએ સત્તાવાર મોતની જાહેરાત કરી નથી. ગઈ કાલે વડોદરામાં ચાર કેસ (corona case) પોઝિટિવ નોંધાયા છે. જેમાં ગોત્રી, તરસાલી અને છાણી વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા છે. 

મહારાષ્ટ્રથી કેવી રીતે આવ્યો કોરોના
ડેલ્ટા વેરિઅન્ટ (delta variant) ની એન્ટ્રીની આશંકાને પગલે આરોગ્ય વિભાગ સર્તક બન્યું છે. આવામાં વડોદરામાં મહારાષ્ટ્રથી કોરોના કેવી રીતે આવ્યો તે તપાસનો વિષય બન્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના એક પરિવાસનો સભ્ય પૂણેમાં બીમાર થયો હતો. જેથી તેને લેવા માટે પરિવારના સાત સભ્યો વડોદરાથી પૂણે ગયા હતા. વડોદરા પરત ફર્યા બાદ સાતમાંથી ત્રણ સભ્યોની તબિયત લથડી હતી. તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેથી તેમનો કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. આ જાણીને આરોગ્ય વિભાગ પણ દોડતુ થયુ હતું. ત્રણમાંથી એક શખ્સની તબિયત લથડી હતી, જેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. 

ગુજરાતમાં કોરોનાનો આંકડો 10 સુધી પહોંચ્યા બાદ ફરી એકવાર તેમાં ઉછાળો આવ્યો છે. રાજ્યમાં જો કે કોરોનાનો રિકવરી રેટ ઝડપથી સુધી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોવિડ 19 ના 16 કેસ નોંધાયો છે. આ ઉપરાંત 17 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,230 નાગરીકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાથી સાજા થવાના દરમાં 98.76 ટકાએ પહોંચ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news